પક્ષી પ્રેમિયો માટે સ્વર્ગ સમાન છે ભારતના આ 5 અભયારણ્ય
[પ્રવાસ] જો આપ પ્રાકૃતિક પ્રેમી હશો તો આપને પણ પ્રકૃતિની સાથે સાથે પક્ષીઓ પણ આપને ખૂબ જ ગમતા હશે, તો આવો આ વેકેશનમાં આપના આ શોખને પુરુ કરવામાં આવે. નજીકથી સુંદર પક્ષીઓને જોઇને તેમને કેમેરામાં કેદ કરો. તો આવો મિત્રો આ વેકેશનમાં પ્રવાસ ખેડીએ ભારતના 5 મોટા અને શાનદાર પક્ષી અભયારણ્યનો. જ્યાં પક્ષીઓનો કલકલાટ આપની આસપાસ ઊડતા પક્ષીઓનું રમણીય દ્રશ્ય આપના જીવનનો થાક ઉતારીને મૂકી દેશે.

આપ આ અભયારણ્યમાં અનેકો પક્ષીઓ, સુંદર મોર, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, ભારતીય સીંગના દરો, કિંગફિશર અને ભારતીય ઇગલ વગેરે જોઇ શકો છો. ભારતમાં લગભગ 1200થી વધારે પક્ષીઓની પ્રજાતીઓ મળી આવે છે. આપ આ પક્ષી અભયારણ્યમાં આવીને ખૂબ જ શાંતિનો અનુભવ કરી શકો છો. આ પક્ષી પ્રેમીઓ માટે એક આદર્શ સ્થળ છે.
આવો ખોવાઇ જઇએ આ પક્ષી અભયારણ્યમાં...

ગુજરાતનું નળસરોવર
ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ખૂબ જ સુંદર રમણીય સ્થળોમાંથી એક છે નળસરોવર. જ્યાં દર વર્ષે શિયાળામાં વિદેશી પ્રવાસી પક્ષીઓની ભીડ ઉમટી પડે છે. અત્રે લગભગ 200થી વધારે પક્ષીઓની પ્રજાતીઓ મળી આવે છે. જેમાં ભૂરી અને સફેદ બેડિગ બર્ડ, બ્લેક ટેલ્ડ, ગોડવિટ, સ્ટીન્ડ, પ્લોવર્સ, અને સેંડપાઇપર્સ ફ્લોક વગેરે મળી આવે છે. આ સ્થળ પક્ષી પ્રેમિયો માટે એક સ્વર્ગ સમાન છે. અને ગુજરાતભરમાંથી તેંમ જ દેશ-વિદેશના પ્રવાસીઓ અત્રે ઉમટી પડે છે, આપ અહીં નૌકાવિહાર કરતા-કરતા પક્ષીઓનો આનંદ માણી શકો છો, જે એક અનોખો લ્હાવો છે.

કુમારકોમ પક્ષી અભયારણ્ય
વેમ્બાનદ તળાવના તટ પર કુમારકોમ પક્ષી અભયારણ્ય સ્થિત છે. જ્યાં હજારો પ્રવાસી પક્ષીઓના ઘર છે જેમાં તેઓ રહે છે. આ સ્થળ પક્ષી પ્રેમીઓ માટે ખૂબ જ સુંદર સ્થળ છે. આ અભયારણ્યમાં આપ કોયલ, જળપક્ષી, બગલા, જળકાગ, ઘુવડ, ચૈતી, લવા, ઇગ્રેટ, સાઇબેરિયન ક્રેન, ડાર્ટર, બ્રાહ્મિની ચીલ, પોપટ અને ફ્લાઇકેચર વગેરે પક્ષીઓને જોઇ શકો છો. અત્રેનું દ્રશ્ય પેઇન્ટિંગની જેમ દેખાઇ આવે છે, માનો કોઇએ પોતાની કલ્પનાથી ચિત્રકારી કરી હોય. ખુલ્લુ આકાશ અને એક સાથે ઝુંડમાં ઊડતા પક્ષી, લીલાછમ વૃક્ષો, સૂર્યાસ્ત અને સૂર્યોદયનું મનમોહક નજારો અદભુત લાગે છે.

સલીમ અલી પક્ષી અભયારણ્ય
ગોવામાં મંડોવી નદીની પાસે સલીમ અલી પક્ષી અભયારણ્ય આવેલું છે. આ રહેવાસી પ્રવાસી પક્ષીઓનું ઘર છે. અત્રે ભારતના સૌથી સારા પક્ષી અભયારણ્યમાંથી એક છે. અત્રે ગૌરૈયો, મોર, પોપટ, હવસીલ અને અન્ય ઘણા પ્રકારના પક્ષીઓને જોઇ શકાય છે. ગોવાના સૌથી સારા સ્થળોમાંથી એક છે આ સ્થળ જ્યાં શાંત વાતાવરણ અને પક્ષીઓનો કલકલ જ રહે છે.

સુલ્તાનપુર પક્ષી અભયારણ્ય
સુલ્તાનપુર પક્ષી અભયારણ્ય પક્ષી પ્રેમીયો માટે કોઇ સ્વર્ગથી ઓછું નથી. આ સરકાર દ્વારા પક્ષી અભયારણ્ય 1972માં જાહેર કરવામાં આવ્યું હતું. અત્રે પક્ષીઓની લગભગ 250 પ્રજાતીઓ મળી આવે છે. આ સ્થળ રહેવાસી અને પ્રવાસી બંને પક્ષીઓનું ઘર માનવામાં આવે છે. પક્ષી ઉપરાંત આ સ્થળ પ્રવાસીઓ માટે ખૂબ જ સુંદર પિકનીક સ્પોટ છે. અત્રે પુસ્તકાલય, ઘડીયાળ ટાવર, બાળકો માટે પાર્ક વગેરે છે.

ભરતપુર પક્ષી અભયારણ્ય
ભરતપુર પક્ષી અભયારણ્ય કેવલાદેવ ઘાના રાષ્ટ્રીય ઉદ્યાનના રૂપમાં ઓળખવવામાં આવે છે જે પ્રવાસીઓની વચ્ચે ઘણું લોકપ્રિય છે. આ પક્ષી અભયારણ્ય રાજસ્થાનના ભરતપુરમાં આવેલું છે. ભારતના સૌથી સારા પક્ષી અભયારણ્યમાં માનવામાં આવે છે. અત્રે દર વર્ષે ઠંડીમાં દુર્લભ પક્ષીઓ હજારોની સંખ્યામાં આવી પહોંચે છે. ભરતપુર પક્ષી અભયારણ્ય માત્ર દેશી જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
