Travel Tips : જાણો દેશનાં બેસ્ટ 5 ટૂરિસ્ટ પ્લેસ, કામથી છૂટ્ટી લો અને ફરી આવો!
ભારતમાં સૌથી સુંદર જગ્યાઓ છે, જ્યાં પૃથ્વી પર સ્વર્ગનો નઝારો જોવા મળે છે. હરવાફરવાનો શોખ દરેક માણસને હોય છે.
ભારતમાં સૌથી સુંદર જગ્યાઓ છે, જ્યાં પૃથ્વી પર સ્વર્ગનો નઝારો જોવા મળે છે. હરવાફરવાનો શોખ દરેક માણસને હોય છે. ફરવા જવા માટે વિદેશમાં સારા ટ્રાવેલ ડેસ્ટિનેશન પસંદ કરે છે, પરંતું તેમને ખબર નથી હોતી કે ભારતમાં એવા ઘણા ટ્રાવેલ ડેસ્ટિનેશન છે, જે સ્વર્ગથી ઓછા નથી. આ સાથે આ સ્થળોનો પ્રવાસ કરવા માટે વધુ પૈસાની જરૂર પણ નથી. તો આજે આપણે એવા જ ટૂરિસ્ટ પ્લેસ વિશે ચર્ચા કરીશું.

ગુલમર્ગ
જો તમે પૃથ્વી પર ક્યાંય પણ સ્વર્ગ જોવા વાતાવરણની ઝંખના કરી રહ્યા હોય તો, તમારે ગુલમર્ગની યાત્રા પર જવું જોઈએ. બર્ફિલા મેદાનો વચ્ચે વસેલા ગુલમર્ગનું મનમોહક દ્રશ્ય જોઈને દરેકનું મન અહીં વસી જવા અને થનગનાટ કરવા લાગે છે. તમને અહીં ઘણા બર્ફિલા એડવેન્ચર્સનો આનંદ પણ લઈ શકો છો.

લદ્દાખ
લદ્દાખની સુંદરતા જોઈને દરેકનું મન અહીં ફરવા ઈચ્છે છે. બર્ફિલા મેદાનો વચ્ચે શાંતિથી ભરેલું આ સ્થળ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે.
અહીં તમે પેંગોંગ લેકથી ઝોજિલા પાસ જેવા ઘણા સ્થળોની મુલાકાત લઈ શકો છો. લદ્દાખમાં માઉન્ટેન બાઈકિંગની એક અલગ જ મજા છે.

શિમલા
હિમાચલનું શિમલા ખૂબ જ સુંદર છે. ચારેબાજુ બર્ફિલા ટેકરીઓથી ઢંકાયેલા શિમલા પ્રવાસીઓને આકર્ષે છે. શિમલા સ્નો ફોલ માટેપ્રખ્યાત છે.

શિમલાની ખીણમાં ફરવાની મજા
ઓક્ટોબર-નવેમ્બરમાં શિમલામાં હિમવર્ષા શરૂ થાય છે. મિત્રો સાથે શિમલાની ખીણમાં ફરવાની મજા જ કંઇક અલગ હોય છે.

ગોવા
ગોવાનો નજારો માલદીવ જેવો લાગે છે. ગોવામાં ફરવા માટે ઘણા સુંદર બીચ છે. ગોવામાં તમે પેરાગ્લાઈડિંગથી લઈને વોટર રાફ્ટિંગસુધીના દરેક એડવેન્ચર્સનો આનંદ લઈ શકો છો. ગોવામાં કેસિનો અને નાઇટ લાઇફ ખૂબ પ્રખ્યાત છે.

માઉન્ટ આબુ
અરવલ્લીની પહાડીઓથી ઘેરાયેલા રાજસ્થાનમાં માઉન્ટ આબુનો નજારો ખૂબ જ સુંદર છે. માઉન્ટ આબુ દેશના સૌથી સુંદર સ્થળોમાંથી એકછે.

બોટિંગનો આનંદ પણ લઈ શકો છો
તમે અહીં નખી લેકમાં બોટિંગનો આનંદ પણ લઈ શકો છો. ઘણા લોકો ખાસ કરીને સન સેટ પોઇન્ટ જોવા માઉન્ટ આબુ જાય છે.












Click it and Unblock the Notifications
