Travel Tips : ભીડથી દૂર કુદરતના ખોળામાં, ફરવા માટે બેસ્ટ છે આ પાંચ સ્થળો
Travel Tips : ભારત સમગ્ર વિશ્વમાં પોતાના પ્રવાસન માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ જ કારણ છે કે, દેશ-વિદેશના લોકો ભારતમાં ફરવા આવે છે. આપણી પાસે પ્રસિદ્ધ સ્થળો ઉપરાંત, કેટલીક એવી જગ્યાઓ પણ છે, જે ઓછી લોકપ્રિય છે.
Travel Tips : હાલમાં તાપમાનમાં વધારો થતા લોકોને ઠંડીમાંથી રાહત મળી છે. શિળાયો ધીરે ધીરે વિદાય લેવાની સાથે ઉનાળાનું આગમન હવે થઇ રહ્યું છે. આ સાથે જ લોકો ઉનાળાના વેકેશનમાં ફરવા જવાનું પ્લાનિંગ પણ કરી રહ્યા છે. આવામાં તમે પણ બ્રેક લો અને ફરવા જાવ, તેનાથી જીવનમાં નવી તાજગીનો અનુભવ થશે.

આવા સમયે ઘણા લોકો પ્લાનિંગ કરવાની શરૂઆત તો કરે છે, પણ તેમને લોકેશન નક્કી કરી શકતા નથી. તો તમારી એ ચિંતા ઓછી કરવા માટે અમે તમને એવા પાંચ સ્થળો વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં તમે ફરવા જઇ શકો છે. આ સ્થળો ઓછા જાણીતા હોવાને કારણે ત્યાં ભીડ પણ નહીં હોય.

તમે ઓછા બજેટમાં આ સ્થળોનો આનંદ માણી શકશો
ઉનાળો આવતાની સાથે જ ઘણા લોકો આકરા તાપમાંથી રાહત મેળવવા માટે હિલ સ્ટેશન પર ફરવાનું પ્લાનિંગ કરવાનું શરૂ કરી દે છે.ઉનાળાના વેકેશનમાં જવા માટે લોકો મહિનાઓ અગાઉથી પ્લાન બનાવવાનું શરૂ કરી દે છે.
આવી સ્થિતિમાં જો તમે પણ આ ઉનાળાનીઋતુમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને ભારતના કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું, જેના વિશે ઘણા ઓછા લોકોજાણતા હશે.
ભારતના આ અજાણ્યા સ્થળો તમને ભીડથી દૂર શાંતિનો અનુભવ કરાવશે. આ ઉપરાંત તમે ઓછા બજેટમાં આ સ્થળોનો આનંદમાણી શકશો.

કંટાલ હિલ સ્ટેશન, ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં ફરવા માટે ઘણી જગ્યાઓ છે, જે તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. અહીં આવા ઘણા પ્રવાસન સ્થળો છે, જે માત્ર દેશમાં જ નહીંવિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે, પરંતુ ઉત્તરાખંડમાં સ્થિત કંટાલ હિલ સ્ટેશન એક એવી જગ્યા છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.
આ જ કારણ છે કે, અહીં વધારે ભીડ હોતી નથી. આવી સ્થિતિમાં તમે તમારા પરિવાર અથવા કોઈ ખાસ વ્યક્તિ સાથે અહીં સુકુનની પળોવિતાવી શકો છો.

માવલીનોંગ, મેઘાલય
મેઘાલયના ખાસી હિલ્સ જિલ્લામાં આવેલું માવલીનોંગ એક ખૂબ જ સુંદર ગામ છે. ચારેબાજુ હરિયાળીથી ઘેરાયેલી આ જગ્યાને 'ગાર્ડન ઓફગોડ' પણ કહેવામાં આવે છે.
સુંદર હોવા ઉપરાંત અહીંની સ્વચ્છતા પણ જોવા જેવી છે. તેની સ્વચ્છતાના કારણે માવલીનોંગને એશિયાનુંસૌથી સ્વચ્છ ગામ હોવાનો એવોર્ડ પણ મળ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ ગામ પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે.

જવાઈ હિલ્સ, રાજસ્થાન
કલા, સંસ્કૃતિ અને સુંદરતા માટે પ્રખ્યાત રાજસ્થાન સમગ્ર વિશ્વમાં પ્રવાસન માટે ખૂબ જ પ્રખ્યાત છે. રાજસ્થાનમાં જવાઈ હિલ્સ પણમુલાકાત લેવા માટે એક સંપૂર્ણ પ્રવાસન સ્થળ સાબિત થઈ શકે છે.
ઘાસના મેદાનો અને ટેકરીઓથી ઘેરાયેલી આ જગ્યાએ ઘણી કુદરતીગુફાઓ પણ છે. આ સાથે જ તમે અહીં રોમાંચક સફારીનો આનંદ માણી શકો છો.

ગુરેઝ વેલી, કાશ્મીર
કાશ્મીર જે પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી લે છે. કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ અહીંમુલાકાત લેવા આવે છે.
જો અહીંના પ્રવાસન સ્થળોની વાત કરીએ, તો લોકોના મગજમાં શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ જેવા સ્થળોના નામસૌથી પહેલા આવે છે, પરંતુ કાશ્મીરની ગુરેઝ વેલી પણ સ્વર્ગથી ઓછી નથી. ગુરેઝ વેલી શ્રીનગરથી લગભગ 123 કિલોમીટરના અંતરેઆવેલી છે.

ડામરો, અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશનું ડામરો પણ સ્વર્ગથી ઓછું નથી. અહીં હાજર લાકડાનો અને વાંસનો લટકતો પુલ પોતાનામાં ઘણો મોટો છે. 1000 ફૂટલાંબો આ પુલ કોઈ અજાયબીથી ઓછો નથી.
જો તમે પ્રકૃતિ પ્રેમી છો, તો જંગલો, નદીઓ અને વાંસથી બનેલા ઘરોથી ઘેરાયેલો ડામરોતમારા માટે એક ઉત્તમ પ્રવાસન સ્થળ સાબિત થશે.












Click it and Unblock the Notifications
