પાણીની અંદર અદભૂત અનુભવ કરાવતી વિશ્વની અન્ટરવૉટર હોટલ
આપણે અનેક વૈભવી હોટલ્સ જોઇ હશે, જેની આસપાસનો નજારો નિહાળવાલાયક હોય છે. કેટલીક હોટલ્સનું શણગાર એટલું આહલાદક હોય છેકે તેને જોઇને જ આપણે તેના પ્રેમમાં પડી જતા હોઇએ છીએ, તો કેટલીક હોટલ્સ વૈભવતામાં ઉચ્ચ કોટિની હોય છે. આમાની કેટલીક સમુદ્ર કિનારે હોય છે અને સૂર્યના કિરણોથી ચમકતા દરિયાના દર્શન કરાવે છે, તો કેટલીકને પર્વતોની ટેકરીઓ પણ એ રીતે બનાવવામા આવી હોય છેકે કુદરતે રચેલી સુંદરતાના દર્શન તમે તમારા બેડરૂમમાં હાથમાં ચા કે કોફી અથવા તો અન્ય પીણાનો ગ્લાસ રાખીને માણી શકો છો.
પરંતુ શું તમે ક્યારેય અન્ડરવૉટર એટલે કે પાણીની અંદર 13 ફૂટ કે પછી 20 ફૂટની ઉંડાઇમાં બનાવેલી હોટલ્સ અંગે સાંભળ્યું છે ખરા. કદાચ ભારતમાં તો નહીં, પરંતુ વિશ્વના અનેક દેશો એવા છેકે જ્યાં આ પ્રકારની હોટલ્સ બનાવવામાં આવે છે, જે વૈભવતાની સાથોસાથ પાણીની અંદરની સુંદરતાના પણ સુંદર રીતે દર્શન કરાવે છે. આજે અમે અહી એવી જ કેટલીક હોટલ્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી નિહાળીએ આ હોટલ્સને.

વેબઅર્બનિસ્ટ હોટલ, પોસાઇડન મિસ્ટ્રી આઇલેન્ડ
વેબઅર્બનિસ્ટ એક સુંદર અન્ડરવૉટર હોટલ છે. આ હોટલમાં 500 જેટલા વૈભવી સબમરિન જેવા રૂમો છે. તેમજ આ હોટલમાં અનેક પ્રાઇવેટ અને હનિમૂન રૂમ્સ પણ પૂરા પાડવામાં આવે છે.

જ્યુલ્સ અન્ડર સી લોજ
જ્યુલ્સ અન્ડર સી લોજ રોકાણ કરવા માટે એક સુંદર સ્થળ છે. તેનું નિર્માણ 1970માં કરવામાં આવ્યું હતું. હાલ આ લોજ નવીન અન્ડરવૉટર અનુભવ કરાવે છે. આ હોટલ પાણીમાં 20 ફૂટ અંદર છે.

ધ મનતા રિસોર્ટ, પેમ્બા આઇલેન્ડ, ઝાન્ઝિબાર
ધ મનતા રિસોર્ટ જાણીતી આફ્રિકન હોટલ અને વૈભવી રૂમો ધરાવતું રિસોર્ટ છે. આ દરિયામાં 13 ફૂટ અંદર છે. તમે તમારા બેડરૂમમાંથી પાણીની અંદરની સુંદરતાના સારી રીતે નિહાળી શકો છો.

ઉત્તેર ઇન, સ્વીડન
સ્વર્ગ સમી સુંદરતા ધરાવતુ ઉત્તેર ઇન તમને ક્રેઝી કરી શકે છે. આ હોટલ પાણીની અંદરના વિશ્વને નજીકથી જોવા માટે રોકાવા પુરતી જ નથી પરંતુ વૈભવી રહેણાક પોઇન્ટ, સુંદર રૂમ અને હનિમૂન રૂમ માટે પણ એટલી જ શાનદાર છે.

ધ પોસાઇડન અન્ડરવૉટર રિસોર્ટ, ફીજી
ફીજી નાનું પણ સુંદર સ્થળ છે, પર્વતો, ગાર્ડન સહિતના અનેક પ્રવાસન આકર્ષણો ત્યાં આવેલા છે. જો તમારું બજેટ ઉંચુ હોય તો ચોક્કસપણે તમને આ વૈભવી રિસોર્ટમાં રહેવાની મજા આવશે, આ રિસોર્ટ ખરા અર્થમાં એક ઉચ્ચ કક્ષાના રહેઠાણનો અનુભવ કરાવ્યો છે.

એપિરોન આઇલેન્ડ હોટલ, દુબઇ
એપિરોન આઇલેન્ડ હોટલ એ દુબઇમાં આવેલી વધુ એક સુંદર અન્ડરવૉટર હોટલ છે. આ સેવન સ્ટાર હોટલ છે, જેમાં આવનારા મહેમાનો માટે તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. આ હોટલમાં 400 રૂમ છે. હોટલની ડિઝાઇન, બનાવટ અને ઇન્ટેરિયર સુંદર છે.

ક્રિસેન્ટ હાઇડ્રોપોલીસ, દુબઇ
ક્રિસેન્ટ હાઇડ્રોપોલીસ નામચીન અન્ડરવૉચર હોટલ છે. જેને મોટાભાગે રોયલ પરિવારના સભ્યો અને સેલિબ્રિટિઝ દ્વારા રોકાણ અર્થે પસંદ કરવામાં આવે છે. અહી 230 વૈભવી રૂમો છે, આ હોટલ દુબઇની સુંદરતા અને ચાર્મમાં વધારો કરે છે.

વૉટર ડિસકસ હોટલ, દુબઇ
આ દુબઇની જાણીતી અને નોંધપાત્ર અન્ડરવૉટર હોટલ છે. તેની બનાવટ અને બાંધકામની શૈલીની યુનિક અને નવીન છે. આ હોટલ મોટી નથી, તેમાં માત્ર 21 વૈભવી રૂમ છે. સ્વિમિંગ પુલ સહિતની સુવિધાઓ અન્ડરવૉટર હોટલ પ્રેમીઓને પોતાની તરફ આકર્ષિત કરવા પુરતી છે.

હુવાફેન ફુશી, માલદિવ
આ એક જાણીતી અન્ડરવૉટર હોટલ છે, જે માલદિવમાં આવેલી છે. અહી વિશ્વનું શ્રેષ્ઠ સ્પા અને ઇન્ડોર જીમ છે. આ હોટલને અંદર અને બહાર બન્ને બાજુ સુંદર રીતે શણગારવામાં આવી છે.

શિમાઓ વન્ડરલેન્ડ, ચીન
આ ચીનમાં આવેલી એક અન્ડરવૉટર હોટલ છે. જેમાં વૈભવી રૂમો, ગેમિંગ એરિયા, જીમ, સ્વિમિંગ પૂલ છે. આ કોઇ ટ્રોપિકલ લોકેશનમાં નથી પરંતુ તે એક ખાણમાં બનાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
