ભારતમાં આવેલા કેટલાક અસમાન્ય મંદિર અને અનોખા સ્મારક
આસ્થા અથવા તો વિશ્વાસ માટે એ જરૂરી નથી કે તમે કોઇ એવી વિશેષ વાસ્તુમાં શોધો, એ કોઇપણ આકાર આકૃતિ અથવા રૂપમાં તમારી સામે આવી શકે છે. કોને ખબર છે, ભવિષ્યમાં કદાચ રમકડાનું હવાઇ જહાજ પણ આપણી આસ્થાનું પ્રતીક બની જાય. આસ્થાના સંબંધમાં ભારતીયોનો એક અલગ પ્રતિભાવ છે, ક્યારેક અહીંના લોકોની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર એક બુલેટ હોય છે તો ક્યારેક ઝાડ-પાન. ક્યારેક લોકો સિગારેટ આપીને પોતાની મનોકામનાની પૂર્તિ કરાવે છે તો ક્યારેક કોઇ અનોખી રીતે.
33 કરોડ દેવી દેવતા હોવા છતા એક રોયલ એનફિલ્ડ બુલેટની પૂજા, અથવા કોઇ મજાર પર સિગારેટ ચઢાવી. હવે તેને આસ્થા કહેવામાં આવે કે પછી અંધવિશ્વાસ, પરંતુ વાત જે પણ હોય સાંભળવામાં અને જોવામાં તે ઘણી જ રોચક હોય છે. તમે માનો કે ના માનો પરંતુ ભારતમાં આવા અનેક મંદિર છે જે હંમેશાથી કુતુહલનો વિષય રહ્યાં છે.
આ ક્રમમાં આજે અમે તમને જણાવી રહ્યાં છીએક કેટલાક અસમાન્ય મંદિરો અને સ્થળો અંગે. આજે તમને એવું ઘણું બધુ વાંચવા મળશે જેની કલ્પના પણ તમે નહીં કરી હોય. સાથે એ વાતો વાંચ્યા પછી તમેન વિશ્વાસ આવી જશે કે ભારતમાં લોકોની આસ્થા એટલી અસમાન્ય છે કે જેને તમે શબ્દોમાં અંકિત કરી શકો તેમ નથી. તો ચાલો તસવીરો થકી જાણીએ આ અસમાન્ય મંદિરો અને સ્થળો અંગે.

કાલ ભૈરવનાથ મંદિર, મધ્ય પ્રદેશ
અસામાન્યઃ જ્યાં પ્રસાદમાં મળે છે દારૂ
દર વર્ષે હજારો લોકો ઉજ્જેનના કાલ ભૈરવનાથ મંદિર આવે છે અને મહાકાળને દારૂ ચઢાવે છે, અહીં દારૂ અહીં પ્રસાદના રૂપમાં વેંચવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે કાલ ભૈરવનાથ આ શહેરના રક્ષક છે. આ મંદિરની બહાર વર્ષના બારેમાસ અને 24 કલાક દારૂ મળી રહે છે.

ચાઇનીઝ કાલી મંદિર, કોલકતા
અસામાન્યઃ પ્રસાદમાં મળે છે ન્યૂડલ્સ
કોલકતાના ટાંગરામાં એક 60 વર્ષ જૂનુ ચાઇનીઝ કાલી મંદિર છે. આ મંદિરની એક ખાસ વાત એ છે કે દૂર્ગા પૂજા દરમિયાન પ્રવાસી4 ચીની લોકો આ મંદિરના દર્શન કરવા આવે છે. અહીં આવનારા લોકોમાં મોટાભાગે બૌદ્ધ અથવા તો ખ્રિસ્તી હોય છે. અન્ય એક વાત જે ખાસ માનવામાં આવે છે તે એ છે કે, આ મંદિરના મુખ્ય પુજારી એક બંગાળી બ્રાહ્મણ છે. અહીં આવનારા લોકોને પ્રસાદમાં ન્યૂડલ્સ, ચાવલ અને શાકમાંથી બનેલી કરી પીરસવામાં આવે છે.

હવાઇ જહાજ ગુરુદ્વારા, પંજાબ
અસામાન્યઃ જ્યાં ચઢાવવામાં આવે છે, રમકડાના હવાઇ જહાજ
પંજાબના દોઆબા ક્ષેત્રમાં પડતા સંત બાબા નિહાલ સિંહ ગુરુદ્વારા આજે પણ વિચિત્ર છે અહીં આવનારા ભક્તો દ્વારા ગુરુદ્વારા પર રમકડાંના હવાઇ જહાજ ચઢાવવામાં આવે છે. આવું કરવા પાછળ લોકોમાં એ માન્યતા છે કે બાબા તેમને વિદેશ મોકલે છે. આજે પણ દરરોજ હજારો લોકો આ ગુરુદ્વારા પર માથુ ટેકવ્યા બાદ અહીં આવ્યા પછી તમે યુકે, યુએસ, કેનેડા જવાની ઇચ્છા ધરાવનારા લોકો એકત્ર થયેલા જોવા મળી શકે છે. આ ગુરુદ્વારાની બહાર તમને રમકડાંની દૂકાન મળી આવશે અને ત્યાં ગ્રાહકોની લાઇન લાગેલી જોવા મળશે.

એકમાત્ર બ્રહ્મા મંદિર, રાજસ્થાન
અસામાન્યઃ વિશ્વનું એકમાત્ર બ્રહ્મા મંદિર
બ્રહ્મા મંદિર, પુષ્કર ઝીલના કિનારે સ્થિત છે. આ ભારતના કેટલાક મંદિરોમાંનું એક છે જે હિન્દુઓના ભગવાન બ્રહ્માને સમર્પિત છે. આ મંદિર મૂળ રીતે 14મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. મંદિરમાં રાજસી છબીવાળા કમળ પર વિરાજમાન, બ્રહ્મા જીની ચાર મુખવાળી મૂર્તિ સ્થાપિત છે, જેના ડાબા હાથ તરફ તેમની યુવા પત્ની ગાયત્રી અને જમણી બાજુ સાવિત્રી બેસેલાં છે.

બુલેટ બાબા, રાજસ્થાન
અસામાન્યઃ જ્યાં પૂજાય છે એક બુલેટ
બુલેટ બાબા અથવા ઓમ બનના સમાધી રાજસ્થાનના જોધપૂર સ્થિત છે. અહીં આવનારા ભક્તો રોયલ એનફિલ્ડની એક બુલેટની પૂજા કરે છે. સાથે જ અહીં ચઢાવવામાં આવે છે દારૂ. અહીંના સ્થાનિકોનું માનવું છે કે, બુલેટ બાબા અહીંના લોકોની માર્ગ યાત્રા દરમિયાન દુર્ઘટના સામે રક્ષણ કરે છે.

બાબા જસવંત સિંહ વોર મેમોરિયલ
અસામાન્યઃ વોર મેમોરિયલ જે પૂજાય છે મંદિરની જેમ
અરુણાચલ પ્રદેશના તવાંગમાં આવતું આ સ્થળ કોઇ મંદિર નહીં પરંતુ વોર મેમોરિયલ છે, પરંતુ અહીં હાજર ભારતીય સૈનિકો દ્વારા તેને કોઇ મંદિરથી ઓછું આંકવામાં આવતું નથી. અહીં આજે પણ સવારે 4.30 વાગ્યે બબાને ચા, 9 વાગ્યે નાસ્તો અને સાંજે 7 વાગ્યે ડીનર આપવામાં આવે છે. આ વોર મેમોરિયલ ભારતીય સેનાના જવાન જસવંત સિંહને સમર્પિત છે. મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત આ સૈનિકે ચીની સૈનિકો વિરુદ્દ યુદ્ધમાં શહીદી વ્હોરી હતી. 1962માં ભારત-ચીન યુદ્ધમાં સતત 72 કલાક લડીને તેમણે પોતાના સાહસ અને શૌર્યનો બેજોડ પરિચય આપ્યો હતો. જસવંત ઘરની દેખરેખ પણ સારી રીતે કરવામાં આવે છે, જેથી અહીં આવનારા પ્રવાસી આ જાંબાજ સિપાહીને શ્રદ્ધાજંલિ અર્પિત કરી શકે.












Click it and Unblock the Notifications
