• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો લગ્નની દ્રષ્ટિએ શા માટે બેસ્ટ છે ભારતના આ ટોપ 5 ડેસ્ટિનેશન..

|

વર્તમાનમાં સશક્ત મીડિયા દ્વારા આપ 'બિગ ઇન્ડિયન વેડિંગ' નામથી પરિચિત તો હશો જ. હંમેશાથી આ શબ્દ આપને સમાચારો અથવા ટેલિવિઝન પર વાંચવા અને સાંભળવા મળી રહે છે, જ્યાં સમાજનો એક વર્ગ પોતાની અથવા પોતાના સગા સંબંધીઓના લગ્નનું આયોજન કોઇક ખાસ સ્થળે કરે છે.

અમે આપને જણાવી દઇએ કે આવા ખાસ સ્થળો પર લગ્નો એક વિશેષ થીમ હેઠળ આયોજીત થતા હોય છે. નોંધનીય છે કે ભારતમાં લગ્ન વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ પળ હોય છે જેને તેઓ જીવન ભર યાદ રાખવા ઇચ્છે છે. આજ ક્રમમાં અમે આપને અમારા આ લેખ થકી અવગત કરાવવા જઇ રહ્યા છીએ ભારતમાં આવેલા 5 રસપ્રદ ડેસ્ટિનેશન જે વર્તમાનમાં દેશ ઉપરાંત દુનિયા ભરના કપલને બંધનમાં બાંધવા માટે આકર્ષિત કરે છે.

તો આવો તસવીરોમાં નીહાળીએ લગ્નો માટેના આવા જ ખાસ સ્થળો વિશે....

ગોવા

ગોવા

લગ્નો માટે ગોવા હંમેશા હોટ ડેસ્ટિનેશન રહ્યું છે. ગોવા ક્ષેત્રફળના હિસાબથી ભારતનું સૌથી નાનુ અને જનસંખ્યાના હિસાબે ચોથું સૌથી નાનું રાજ્ય છે. આખી દુનિયામાં ગોવા પોતાના સુંદર દરિયા કિનારાઓ અને જાણીતા સ્થાપત્ય માટે ઓળખાય છે. ગોવા પહેલા પુર્તગાલનું એક ઉપનિવેશ હતું. પુર્તગાલિઓએ ગોવા પર લગભગ 450 વર્ષો સુધી શાસન કર્યું અને ડિસેમ્બર 1961માં ભારતીય પ્રસાશનને સોંપવામાં આવ્યું. ગોવા હંમેશાથી દેશી-વિદેશી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

ઉદયપુર

ઉદયપુર

ઉદયપુર એક સુંદર શહેર છે, જેને સરવોરોનું શહેર પણ કહેવામાં આવે છે, અને પોતાના શાનદાર કિલ્લા, મંદિરો, સુંદર સરોવરો, મહેલો, સંગ્રહાલયો, અને વન્યજીવ અભયારણ્યો માટે પ્રસિદ્ધ છે. મહારાણા ઉદય સિંહ દ્વિત્તિયએ વર્ષ 1559માં આ શહેરની સ્થાપના કરી હતી. આ સ્થળ ભારતનું એક પ્રમુખ પ્રવાસન સ્થળ છે અને પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરા માટે વિખ્યાત છે. અત્રે નોંધનીય છે કે અત્રે ઘણા મહેલો અને કિલ્લા છે જે રાજપૂતાના મહિમાનું પ્રતિકના રૂપમાં જોવામાં આવે છે. અત્રે પણ આપ લગ્નનું આયોજન કરી શકો છો.

જોધપુર

જોધપુર

જોધપુર, જયપુર બાદ રાજસ્થાનનું બીજું સૌથી મોટું રણ શહેર છે. પોતાની અનોખી વિશેષતાઓના કારણે આ શહેરને બે ઉપનામ 'સન સિટી', અને 'બ્લૂ સિટી' આપવામાં આવ્યા છે. સન સિટી નામ જોધપુરના ચળકતા તડકાના કારણે આપવામાં આવ્યું છે, જ્યારે બ્લૂ સિટી નામ શહેરના મેહરાનગઢ કિલ્લાની આસપાસ સ્થિત વાદળી રંગના ઘરોના કારણે આપવામાં આવ્યું છે. જોધપુરને થારના પ્રવેશ દ્વારના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ શહેર થાર રણની સરહદ પર સ્થિત છે. અત્રે પણ આપ જાકમજોળ સાથે લગ્નનું આયોજન કરી શકો છો.

કેરળ

કેરળ

ભગવાનનો દેશ કહેવામાં આવતા કેરળ પ્રવાસનની દ્રષ્ટિએ હંમેશાથી ખાસ રહ્યું છે. આજે કેરળ અને પ્રવાસન લગભગ એકબીજાના પર્યાયવાચી બની ગયા છે. ભરપૂર ટ્રોપિકલ હરિયાળી, નારિયેળના ઝાડ, દરિયા કિનારા પર ફેલાયેલા પામ, હાઉસબોટ, ઘણા મંદિર, આયુર્વેદની સુંગધ, દૂર્બળ સરોવરો, નહેર, દ્વીપ વગેરે. આજે કેરળમાં એવું ઘણું બધું છે, જે આપને મંત્રમુગ્ધ કરવા માટે પૂરતું છે. કહેવામાં આવે છે કે દક્ષિણ ભારતનું આ રાજ્ય જ્યાં દેવતાઓ વાસ કરે છે જે આધુનિક હોવા છતા પણ પ્રાચીન છે.

અંદમાન અને નિકોબાર દ્વીપ

અંદમાન અને નિકોબાર દ્વીપ

જો આપ શાંતિની શોધમાં હોવ તો આપે ચોક્કસ અંદમાન અને નિકોબાર ટાપુ પર જવુ જોઇએ. નોંધનીય છે કે તે ભારતની સૌથી મોટી ઓફશૉર યૂનિયન ટેરેટરી છે, જે ભારતના દક્ષિણમાં અને બંગાળની ખાડીની વચ્ચે આવેલી છે. 8000 વર્ગ કિ.મી.માં ફેલાયેલ આ દ્વીપ પોતાની પ્રાકૃતિક સોંદર્યતાના કારણે ઘણા સહેલાણીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. અત્રે પણ આપ ખુશી ખુશી આપના લગ્નનું આયોજન કરી શકો છો.

એલોરાની કેટલીક એક્સક્લૂસિવ તસવીરો...

એલોરાની કેટલીક એક્સક્લૂસિવ તસવીરો...

એલોરાની કેટલીક એક્સક્લૂસિવ તસવીરો...

English summary
Wedding in India has to be a grand affair with the kind of diverse culture this country has. Here is the list of wedding destinations in India which you must consider for a perfect wedding.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more