પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આ કામ તાત્કાલિક કરી લો, ગાય નિભાવ ખર્ચ સહાય માટે માત્ર બે દિવસ બાકી
ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વની યોજના અમલમાં છે. આ યોજના હેઠળ દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબને એક ગાયના નિભાવ ખર્ચમાં સહાય આપવામાં આવે છે.
જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અથવા શરૂ કરવા માંગે છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

આ યોજનાનો લાભ કોણ લઈ શકે?
- જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે છે અથવા કરવાના છે.
- જેમના કુટુંબમાં આઈડેન્ટિફિકેશન ટેગવાળી દેશી ગાય હોય.
- જેમણે પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી હોય.
જે ખેડૂતોએ અગાઉના વર્ષોમાં આ યોજના હેઠળ અરજી કરી છે અને ચાલુ વર્ષે તેમને લાભ મળવાનો હોય તેમના સિવાયના અન્ય ખેડૂતો આ સહાય માટે અરજી કરી શકશે.
આ યોજના માટે અરજી કરવા માટે આઈ-ખેડૂત 2.0 પોર્ટલ ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭ સપ્ટેમ્બર છે. જે ખેડૂતોએ હજુ સુધી અરજી નથી કરી તેમને સમયસર અરજી કરી દેવા વિનંતી છે.
આ સહાયથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવામાં અને દેશી ગાયના પાલનમાં મોટી મદદ મળશે. જો તમે આ યોજના માટે પાત્ર છો તો તાત્કાલિક આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરીને આ લાભનો અવશ્ય લાભ લો.












Click it and Unblock the Notifications
