ભારતમાં પહેલી વખત સ્ટીકી રાઈસની ખેતી કરાઈ, જાણો શું હોય છે આ રાઈસની ખાસિયત?
ટેકનોલોજીનો વ્યાપ વધતા હવે ખેતીમાં પણ મોટા ફેરફાર થઈ રહ્યા છે. આ ક્રમમાં ભારતમાં પણ ઘણા વિદેશી પાકોનું વાવેતર થઈ રહ્યું છે. હવે બિહારના ખેડૂતોએ પહેલી વખત ભારતમાં સ્ટીકી રાઈસનું વાવેતર કર્યુ છે.
ભારતમાં ડાંગરની મોટી ખેતી થાય છે. હવે બિહારના ખેડૂતોએ પહેલી વખત સ્ટીકી રાઈસની ખેતીની શરૂઆત કરે છે. બિહારના ગયા જિલ્લાના ખેડૂતોએ પહેલી વખત હવે આ પ્રયોગ કર્યો છે.

વાટ લાઓસ બૌદ્ધ મઠના કેર ટેકર સંજય સિંહે જણાવ્યું કે, સાધુઓ મગધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. સકારાત્મક પરિણામ મળવાની આશાએ તેમણે સૌપ્રથમ સ્ટીકી ચોખાની ખેતીનો પ્રયોગ કર્યો છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, બૌધ ગયામાં આખું વર્ષ કંબોડિયા, થાઈલેન્ડ અને અન્ય ઘણા દેશોના બૌદ્ધ સાધુઓ અને વિદેશી ભક્તોની અવરજવર રહે છે.
બૌદ્ધ સાધુઓ અને વિદેશી યાત્રાળુઓ માટે અહીં ખાવા માટે ચોખા સરળતાથી ઉપલબ્ધ નથી. જો કોઈ તેમને સ્ટીકી રાઈસ આપે છે તો તેમની ખુશી વધી જાય છે. સ્ટીકી રાઈસ અહીંની પરંપરાનો એક ભાગ છે.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે જરૂરિયાતો અનુસાર બૌદ્ધ સાધુઓ અને ભક્તો થાઈલેન્ડથી ફ્લાઇટમાં આ ચોખા ભારત લાવે છે. અહીં સુધી પહોંચતા તેની કિંમત વધી જાય છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે બૌદ્ધ સાધુઓએ બોધ ગયામાં કેટલીક જમીન લીઝ પર લીધી છે અને ખેતી શરૂ કરી છે.
લીઝ પર જમીન લઈને સ્ટીકી ચોખાની ખેતી કરતા લોકોમાં લાઓસ, થાઈલેન્ડ, કંબોડિયાના બૌદ્ધ સાધુઓનો સમાવેશ થાય છે. સ્ટીકી ચોખાની ખેતી માટે આ લોકો બોધ ગયાના મજૂરોને કામ કરાવે છે પરંતુ છોડને જાતે જ ટ્રાન્સપ્લાન્ટ કરે છે. તેમની સાથે થાઈલેન્ડ, લાઓસ અને કંબોડિયાની મહિલાઓ અને છોકરીઓ સંકળાયેલી છે.
સ્ટીકી રાઇસ એક ચીકણા ચોખા છે અને તેમાં ડેક્સ્ટ્રીન અને માલ્ટોઝ મોટી માત્રામાં જોવા મળે છે. વરાળથી રાંધવાને કારણે તે વધુ સ્ટાર્ચ છોડે છે. જેના કારણે ચોખાને ગુંદર જેવા થઈ જાય છે. આ જ કારણે તેને સ્ટીકી જોખા કહેવામાંં આવે છે. આ ચોખા હાડકાના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ સાથે સોજો ઓછો થાય છે અને હૃદયના દર્દીઓને પણ ફાયદો થાય છે.












Click it and Unblock the Notifications
