Womens Day 2025 : નાનકડા ગામના મહિલા ખેડૂતે શહેરો સુધી નામના મેળવી, મહિલા દિવસે મળો સફળ મહિલા ખેડૂતને
Womens Day 2025 : આજે વિશ્વ મહિલા દિવસે દુનિયાભરમાં નામના કરનારી મહિલાઓને બિદરાવવામાં આવી રહી છે. આવી મહિલાઓને તેમના કામ અને સમાજમાં યોગદાન માટે સન્માનવામાં આવી રહી છે.
વન ઈન્ડિયા ગુજરાતી પણ તમને આવી અનોખી મહિલાઓનો પરિચય કરાવી રહી છે. આજે આપણે આવા જ એક અનોખા મહિલા ખેડૂત વિશે વાત કરવાના છીએ.

ભારત જેવા દેશોમાં ખેતીને સામાન્ય નજરે પુરૂષોનો વ્યવસાય માનવામાં આવે છે. આ ક્ષેત્રમાં પુરૂષોની સરખામણીએ મહિલાઓ બરાબરની મહેનત કરે છે પરંતુ તેમને શ્રેય મળતો નથી.
જો કે આજે આપણે જે મહિલા ખેડૂત વિશે વાત કરવાના છીએ તે મહિલા ખેડૂત આમ તો ગુજરાતના નાનકડા સામાન્ય ગામડામાંથી આવે છે પરંતુ તેમની મહેનતને કારણે આજે પરિવાર સાથે ખંભો મિલાવીને સફળતા મેળવી રહી છે.
નાનકડા ગામના સફળ મહિલા ખેડૂતની કહાની
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નાના એવા ઈશ્વરનગર ગામમાં રહેતા પ્રવિણભાઈ પટેલ અને તેમનો પરિવાર ખેતી સાથે જોડાયેલો છે. પ્રવિણભાઈ પાસે તેમની 40 વિધા જમીન છે. આ જમીનમાં તેમને દેશી અને ઈઝરાયેલી ખારેકનું વાવેતર કરેલુ છે.
પ્રવિણભાઈની આ ખેતી સામાન્ય નજરે નાની દેખાય પરંતુ તેમના ખેતરમાં થતી ખારેક અને બટાટાએ વિસ્તારમાં મોટુ નામ કર્યુ છે. પ્રવિણભાઈની આ ખેતીમાં તેમના ધર્મપત્ની નયનાબેનનો મોટો ફાળો છે.

પ્રવિણભાઈ સાથે સાથે તેમના ધર્મપત્ની નયનાબેન ખેતીના પુરા જાણકાર છે અને ખારેકના બગીચાના રખરખાવથી લઈને તેના માર્કેટિંગ સુધીના કામ પોતાની આવડત સાથે સંભાળે છે.
40 વિધાની ખેતીનું સફળ સંચાલન કરી શહેરો સુધી ઓળખ બનાવી
નયનાબેન જણાવે છે કે તેમને ખેતીમાં પહેલાથી જ એટલો રસ હતો. તેમની પાસે રહેલી જમીનમાં આ ખેતીના રસને કારણે ગુજરાતભરમાં ફરીને કચ્છી ખારેકનું વાવેતર કર્યુ. આજે 40 વિધા જમીનમાં વિવિધ વેરાયટીની ખારેકના ઝાડ છે.
નયનાબેન પ્રવિણભાઈ સાથે મળીને ખારેકને લોકો સુધી પહોંચાડે છે. તેમની ખારેક 1 કિલોથી લઈને 20 કિલો સુધીના બોક્સમાં પેક થઈને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ખાસ ઓર્ડર પર પહોંચે છે.
નયનાબેનના ખેતરના બટાટા શહેરો સુધી જાય છે
નયનાબેનના ખારેકના ખેતરમાં જ શિયાળામાં લાલ બટાટાનું વાવેતર કરાય છે. નયનાબેન જણાવે છે કે તેમના આ લાલ બટાટાનું તેમનું પોતાનું માર્કેટ છે. આસપાસના મોરબી અને સુરેન્દ્રનગર જેવા શહેરો સિવાય આ બટાટા અમદાવાદ સુધી મોકલે છે.

નયનાબેન અને પ્રવિણભાઈ સાથે મળીને આ બટાટાને પ્રોસેસ કરીને તેની વેફર બનાવવાનું પણ કામ કરે છે. તેમને આ કામ માટે તેમના ખેતરમાં જ એ નાનો પ્લાન્ટ વસાવ્યો છે. આ પ્લાન્ટમાં બટાટાનું ગ્રેડિંગ કરીને ચિપ્સ બનાવવાનું કામ થાય છે.
નયનાબેન તેમના પતિ પ્રવિણભાઈ સાથે મળીને તેમની નાની એવી ખેતીમાંથી લાખો રૂપિયાની કણાણી કરે છે. નયનાબેન આજે તેમના કામના કારણે વિસ્તારની મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.












Click it and Unblock the Notifications
