For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Amla Navami (23rd November 2020): આયુ, આરોગ્ય અને ધનની પ્રાપ્તિ માટે કરો આંબળા નવમી

કારતક મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ આંબળા નવમી મનાવવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

Amla Navami: કારતક મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ આંબળા નવમી મનાવવામાં આવે છે. આ દિવસે સ્વસ્થ રહેવાની કામના સાથે આંબળા વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને આંબળાના વૃક્ષ નીચે બેસીને ભોજન કરવામાં આવે છે. આની પાછળ માન્યતા છે કે આનાથી આયુ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે. આ દિવસે પૂજન કરીને આંબળાને પ્રસાદ રૂપે ગ્રહણ પણ કરવામાં આવે છે. આને અક્ષય નવમી પણ કહેવામાં આવે છે કારણકે આ દિવસે કરવામાં આવેલુ કોઈ પણ કાર્ય અક્ષય ફળ આપનાર હોય છે. અર્થાત તેના શુભ ફળમાં ક્યારેય કમી નથી આવતી. આંબળા નવમી 23 નવેમ્બર, 2020 સોમવારે આવી રહી છે.

મથુરા પ્રસ્થાન કર્યુ હતુ શ્રીકૃષ્ણએ

મથુરા પ્રસ્થાન કર્યુ હતુ શ્રીકૃષ્ણએ

પૌરાણિક માન્યતા અનુસાર કારતક મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ અર્થાત આંબળા કે અક્ષય નવમીના દિવસે જ દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો જેમાં શ્રીહરિ વિષ્ણુના આઠમાં અવતાર ભગવાન શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો. આંબળા નવમીના દિવસો ભગવાન શ્રીકૃષ્ણએ વૃંદાવન-ગોકુળની ગલીઓ છોડીને મથુરા પ્રસ્થાન કર્યુ હતુ. આ જ એ દિવસ હતો જ્યારે તેમણે પોતાની બાળ લીલાઓ ત્યાગીને ફરજના પથ પર પગ મૂક્યા હતા. માટે આંબળા નવમીના દિવસે વૃંદાવન પરિક્રમા પ્રારંભ થાય છે.

કેવી રીતે કરશો આંબળા નવમીની પૂજા

કેવી રીતે કરશો આંબળા નવમીની પૂજા

આંબળા નવમીના દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. વૃક્ષનુ પૂજન કરીને તેમાં જળ અને કાચુ દૂધ અર્પિત કરવામાં આવે છે. પછી તેની પરિક્રમા કરીને થડ પર કાચુ સૂતર કે મોલી આઠ વાર લપેટવામાં આવે છે. આંબળા નવમીની કથા સાંભળવા કે વાંચવામાં આવે છે. ત્યારબાદ પરિવારજનો, મિત્રો વગેરે સાથે વૃક્ષ નીચે બેસીને ભોજન કરવામાં આવે છે.

આંબળા નવમીની કથા

આંબળા નવમીની કથા

એક શેઠ આંબળા નવમીના દિવસે આંબળાના વૃક્ષ નીચે બ્રાહ્મણોને ભોજન કરાવતા હતા અને તેમને સોનાનુ દાન આપતા હતા. તેમના પુત્રોને આ બધુ જોઈને સારુ નહોતુ લાગતુ અને તે પિતા સાથે લડતા ઝઘડતા હતા. ઘરના રોજ રોજના કલેશથી કંટાળઈને શેઠ ઘર છોડીને બીજા ગામમાં રહેવા જતા રહ્યા. તેમણે ત્યાં જીવન નિર્વાહ માટે દુકાન ચાલુ કરી. તે દુકાનની આગળ આંબળા રોપ્યો. તેમની દુકાન ખૂબ જ ચાલવા લાગી. તે ત્યાં પણ આંબળા નવમીનુ વ્રત-પૂજા કરવા લાગ્યા તથા બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન આપવા લાગ્યા. આ તરફ, તેમના પુત્રોનો વેપાર ઠપ્પ થઈ ગયો. તેમને સમજાઈ ગયુ કે આપણે પિતાના ભાગ્યનુ ખાતા હતા. પુત્રો પોતાના પિતા પાસે ગયા અને પોતાની ભૂલની માફી માંગવા લાગ્યા. પિતાની આજ્ઞા અનુસાર તે પણ આંબળાના વૃક્ષની પૂજા અને દાન કરવા લાગ્યા. તેના પ્રભાવથી તેમના ઘરમાં પણ પહેલા જેવી ખુશીઓ આવી ગઈ.

ડિપ્રેશન સામે લડી રહેલી દીકરી ઈરા ખાન સાથે આમિર ખાનડિપ્રેશન સામે લડી રહેલી દીકરી ઈરા ખાન સાથે આમિર ખાન

English summary
Akshaya Navami or Amla Navami on 23 November. Know the pujavidhi, katha and importance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X