For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Akshaya Tritiya 2018: શુભ મુહૂર્ત અને રાશિ અનુસાર કરો આ વસ્તુની ખરીદી

કોઈ પણ શુભ કામ કરવા માટે શુભ મનારી અક્ષય તૃતિયાને હિંદુ શ્રદ્ધાળુઓ દાન કર્મ માટે અક્ષય માને છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

કોઈ પણ શુભ કામ કરવા માટે શુભ મનારી અક્ષય તૃતિયાને હિંદુ શ્રદ્ધાળુઓ દાન કર્મ માટે અક્ષય માને છે. એવી માન્યતા છે કે, ભગવાન વિષ્ણુ વૈશાખ માસની અક્ષય તૃતિયાએ અવતરિત થયા હતા. ભગવાન વિષ્ણને ગરીબોની મદદ કરવી ગમે છે. વર્તમાન સમયમાં અક્ષય તૃતિયાના દિવસે સોનું, ચાંદી અને આભૂષણ ખરીદવું એક ફેશન બની ગયુ છે. જેનો કોઈ શાસ્ત્રીય આધાર વર્ણિત નથી.

ખરમાસ સમાપ્તિ

ખરમાસ સમાપ્તિ

સૂર્યના મેષ રાશિમાં ગોચર કરતા ખરમાસ સમાપ્ત થશે અને સારા દિવસો શરૂ થઈ જશે. જેમકે, લગ્ન, બાબરી, ઉપનયન સંસ્કાર વગેરે. અક્ષય તૃતિયાના દિવસે કંઈ પણ ખરીદવું શુભ મનાય છે. હિંદુઓમાં આભૂષણોનો વધુ ક્રેઝ છે. જેથી આ દિવસે તેની સૌથી વધુ ખરીદી થાય છે. કદાચ એટલે જ આ દિવસે સોનું-ચાંદી ખરીદવાની પરંપરા બની ગઈ છે.

અક્ષય તૃતિયા શુભ મુહૂર્ત

અક્ષય તૃતિયા શુભ મુહૂર્ત

  • શરૂ- 18 એપ્રિલ, બુધવાર સવારે 03.46.
  • સમાપન- 19 એપ્રિલ ગુરુવાર મધ્યરાત્રી 01:25.
  • સોનું-ચાંદી ખરીદી મુહૂર્ત-17 એપ્રિલ, શુક્રવાર સાંજે 7.50 વાગ્યે અમૃત સિદ્ધિ યોગ ખરીદી માટે શુભ છે.
  • સર્વાર્થ સિદ્ધિયોગ-19 એપ્રિલથી 24 એપ્રિલ સુધી. જેમાં વાહન, ઈલેક્ટ્રોનિક્સ સામાન, વાસણ, જમીન-મકાન ખરીદવું શુભ રહેશે.
  • 19 એપ્રિલને રવિવારે સવારે 6.07 વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિ યોગ સાંજે 4.03 વાગ્યા સુધી રહેશે.
  • 21 એપ્રિલ, મંગળવારે સવારે 6.05 વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિ યોગ 2.25 વાગ્યા સુધી રહેશે.
  • 22 એપ્રિલ, બુધવાર સવારે 6.04 વાગ્યાથી આખો દિવસ આ યોગ રહેશે.
  • 24 એપ્રિલ, શુક્રવાર બપોર 12.05વાગ્યાથી આખો દિવસ આ યોગ રહેશે.
  • અક્ષય તૃતિયા પર રાશિ અનુસાર ખરીદી

    અક્ષય તૃતિયા પર રાશિ અનુસાર ખરીદી

    • મેષ-આ રાશિ અગ્નિ કારક છે, જેથી આ રાશિના જાતકો ઈલેક્ટ્રિક સામાનની ખરીદી કરી શકો છો તેમજ તમારી પ્રિય વ્યકિતને આપી શકો છો.
    • વૃષભ-આ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. જેથી તમે સૌદર્યને લગતી વસ્તુ ખરીદી કે ભેંટ આપી શકો છો.
    • મિથુન-આ રાશિના જાતકો નોટ, પેન, ચોપડી વગેરે ખરીદી શકે છે અને ગિફ્ટ આપી શકે છે.
    • કર્ક-આ રાશિનો સ્વામી ચંદ્ર છે. જેથી તમે ચાંદીથી બનેલી કોઈ વસ્તુ ખરીદી શકો છો.
    • રાશિ અનુસાર ખરીદી

      રાશિ અનુસાર ખરીદી

      • સિંહ-આ રાશિનો સ્વાની સૂર્ય છે, જેથી તમે તાંબાથી બનેલી કોઈ વસ્તુ કે કપડા ખરીદી શકો છો.
      • કન્યા-આ રાશિના જાતકો કોઈ લીલા રંગની વસ્તુ પોતાના અને પોતાના પ્રિય વ્યકિત માટે ખરીદી શકે છે.
      • તુલા-ચાંદી કે પીતળથી બનેલી વસ્તુઓની ખરીદી કરી શકો છો અથવા ઉપહારમાં આવી શકો છો.
      • વૃશ્ચિક-આ રાશિનો સ્વામી મંગળ છે, જેથી મકાન અને જમીન ખરીદી શકો છો અથવા તાંબાથી બનેલી વસ્તુ ખરીદી શકો છો.
      • રાશિ અનુસાર ખરીદી

        રાશિ અનુસાર ખરીદી

        • ધન-આ રાશિના લોકો માટે સોનાના આભૂષણોની ખરીદી કરો તથા માટીથી બનેલી વસ્તુ પણ ખરીદી કે ગિફ્ટ કરી શકો છો.
        • મકર-વાહન કે લોખંડની કોઈ વસ્તુ અથવા લાફિંગ બુદ્ધા ખરીદી કે ગિફ્ટ આપી શકો છો.
        • કુંભ-છત્રી, જૂતા, ચંપલ વગેરે ખરીદવું તમારા માટે શુભ રહેશે, સાથે જ કૃષ્ણની મૂર્તિ કે હનુમાન ચાલીસાનું પુસ્તક ભેંટ કરી શકો છો.
        • મીન-આ રાશિના લોકો મીઠા પાણીનું દાન કરે. સોનાની વસ્તુની ખરીદી કરે તેમજ તમારી પ્રિય વ્યકિતને લાકડાથી બનેલી વસ્તુ ગિફ્ટ કરી શકો છો.

English summary
Akshaya Tritiya, also known as Akha Teej, is a holy day for Hindus and Jains. It falls on the third Tithi of Bright Half of the pan-Indian month of Vaishakha and one of the four most important days for Hindus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X