પંજાબ વિધાનસભાનીચૂંટણીમાં જીત કોની? જાણો જ્યોતિષ શું કહે છે?

Posted By:
Subscribe to Oneindia News

આ વખતે પંજાબની ચૂંટણી રસપ્રદ રહેવાની છે, કારણકે પહેલા ભાજપ-અકાલી દળના ગઠબંધન અને કાંગ્રેસનો સીધો મુકાબલો થતો હતો. પણ આ વખતે દિલ્લીમાં શાસન કરનારી આમ આદમી પાર્ટી પણ પંજાબની ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવવા મેદાનમાં ઉતરી છે. બીજી બાજુ કાંગ્રેસથી નવજોત સિંહ સિધ્ધુ ચૂંટણી લડી રહ્યા છે. આવો જ્યોતિષ વિશ્લેષણને આધારે જાણીએ આ વખતે પંજાબની ચૂંટણીમાં કઈ પાર્ટીને શાસન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે.

badal sidhu

ભાજપ-અકાલી દળ ગઠબંધન
પંજાબના વર્તમાન મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનો જન્મ 8 ડિસેમ્બર 1927ની મધ્યાહને 12 વાગે થયો હતો. તમારો જન્મ કુંભ લગ્નમાં થયો છે. કુંભ રાશિનું સ્વરૂપ ઘડા જેવું હોય છે. જેને કારણે બાદલનો સ્વભાવ સમજવો મુશ્કેલ છે. બાદલ ક્યારે, કોના પર વરસે તે કંઈજ કહી શકાય તેમ નથી. તમારી કુંડળીમાં કેતુની મહાદશામાં બુધનું અંતર અને રાહુનું પ્રત્યન્તર ચાલી રહ્યું છે. કેતુ રાજ્યના કારક ભાવ દશમમાં ચાર ગ્રહો સાથે બેઠો છે અને બુધ પંચમેશ અને અષ્ટમેશ થઈ દશમ ભાવમાં ચાર ગ્રહો સાથે બેઠો છે. તમારી કુંડળીમાં કેતુ અને બુધનો પરસ્પર સંબંધ ઘણો સારો છે. જે બાદલ માટે શુભ સંકેત આપી રહ્યું છે. બાદલની કુંડળીમાં લગાતાર 12 વર્ષ સુધી મુખ્યમંત્રી બની રહેવાના યોગ છે.

બાદલ સરકાર
બાદલના જીવનમાં અંક 7નું મહત્વનું યોગદાન અંક જ્યોતિષ પ્રમાણે પ્રકાશ સિંહ બાદલના જીવનમાં અંક 7નું મહત્વનું યોગદાન રહ્યું છે. જેમકે, 27 માર્ચ 1970માં પહેલી વાર પંજાબના મુખ્યમંત્રી બન્યા. બીજીવાર 1977માં અને ત્રીજી વાર 1997માં, ચોથીવાર 2007માં ફરી પદ પર કાર્યરત થયા. આ તમામ વર્ષોમાં અંકોનો છેલ્લો અંક 07 રહ્યો છે. વર્ષ 2017માં પણ છેલ્લો અંક 07 જ છે. આ એક ખાસ સંયોગ ગણાય, જે પ્રકૃતિનો શુભ સંકેત છે. આ આધારે કહી શકાય કે ભાજપ-અકાલી દળ ગઠબંધનને પંજાબ ચૂંટણીમાં 60-65 સીટો મળવાની શક્યતા છે અને બાદલ ફરી પંજાબના મુખ્યમંત્રી બની શકે છે.

કોંગ્રેસ
પંજાબમાં કોંગ્રેસને ખેવનારા અને મુખ્યમંત્રી પદના દાવેદાર કેપ્ટન અમરિંદર સિંહનો જન્મ 11 માર્ચ 1942માં પટિયાલામાં થયો હતો. તમારો જન્મ ધન લગ્નમાં થયો છે. ધનનો સ્વામી અને લગ્નેશ ગુરુ છઠ્ઠા ભાવમાં શનિ અને મંગળ સાથે સ્થિત છે. ધનનો સ્વામી અને લગ્નેશ ગુરુ છઠ્ઠા ભાવમાં શનિ અને મંગળ સાથે સ્થિત છે. તમારા સ્વાભાવમાં પ્રગતિની ભાવના છે. પ્રગતિ ત્રણ દિશાએ થશે. ભૌતિક, બૌધ્ધિક અને આધ્યાત્મિક.

કેપ્ટન અમરિંદર સિંહ

કેપ્ટન અમરિંદર સિંહની દશા અનુકૂળતમારી કુંડળીમાં વર્તમાનમાં ગુરુની મહાદશામાં ચંદ્રનું અંતર અને બુધનું પ્રત્યન્તર ચાલી રહ્યુ છે. આમ તો ગુરુ અને ચંદ્રની દશાઓ શુભ ફળ કારક હોય છે છતાં આ કુંડળીમાં ગુરુ લગ્નેશ અને ચતુર્થેશ થઈ છઠ્ઠા ભાવમાં બેઠા છે. છઠ્ઠા ભાવમાં શુભ ગ્રહનું બેસવું સારુ મનાતુ નથી. ચંદ્ર અષ્ટમેશ થઈ ગુરુની રાશિ ધનમાં થઈ લગ્નમાં સ્થિત છે. પરિણામે કેપ્ટન અમરિંદર સિંહની દશા અનુકૂળ કહી શકાય અને તમારા નેતૃત્વમાં પંજાબમાં કાંગ્રેસને 40-47 સીટો મળવાની શક્યતા છે.

આમ આદમી પાર્ટી
દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલનો જન્મ 16 ઓગસ્ટ ઈસ. 1968ની રાત્રે 11 વાગ્યે 46 મિ. હરિયાણામાં થયો છે. તમારો જન્મ વૃષ લગ્નમાં થયો હતો. વર્તમાન કુંડળીમાં ગુરુની મહાદશામાં ચંદ્રનું અંતર અને શુક્રનું પ્રત્યુન્તર શરૂ થવાનું છે, જે 24 માર્ચ સુધી ચાલશે. ગુરુ અષ્ટમેશ અને લગ્નેશ થઈ ત્રણ ગ્રહોની સાથે ચોથા સ્થાનમાં બેઠો છે. ચંદ્ર પરાક્રમેશ થઈ લગ્નમાં ઉચ્ચ બેઠો છે. ગુરુ અને ચંદ્રની આ સ્થિતિ કેજરીવાલ માટે લાભકારી જણાઈ રહી છે.


આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટીની સરકાર બનવું મુશ્કેલ છે. પંજાબની નામ રાશિ કન્યા છે, જે કેજરીવાલની કુંડળીમાં પંચમ સ્થાનમાં પડી છે. પંચમ સ્થાનનો માલિક બુધ ચોથા ભાવમાં છે, જેની સપ્તમ દ્રષ્ટિ રાજ્યના સંકેતક દશમ ભાવમાં પડી રહી છે. આ સમયે કેજરીવાલના ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે, જેને કારણે પંજાબ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 10-15 સીટો પ્રાપ્ત કરી સારું પ્રદર્શન કરશે. આમ આદમી પાર્ટીને સરકાર બનાવવામાં મુશ્કેલી છે, પરંતુ આજે કે કાલે તેન શક્યતાઓ જરૂર જણાઈ રહી છે.

English summary
Here is Astrological predictions of Punjab Assembly Elections 2017, According Stars, this Fight t will be very Interesting.
Please Wait while comments are loading...