વાસ્તુ ટિપ્સ: સમૃદ્ધિના કારક આ વૃક્ષો આપશે અનેક શુભ ફળ!
ઘરમાં લગાવો કેટલાક શુભ વૃક્ષ શુભ દિશામાં અને મેળવો સુખ અને સમૃદ્ધિ. ઘરમાં લગાવામાં આવતા વૃક્ષોની પૂજા કરવી જરૂરી. આ અંગે વધુ વાંચો અહીં.
ઘરમાં કયા વૃક્ષો વાવવા અને કયા નહિં તે સૌથી મોટો સવાલ છે, એવું કહેવાય છે કે જો ઘરમાં યોગ્ય વૃક્ષો લગાવવામાં આવે તો તમારી કિસ્મતના દ્વાર ખોલે છે. શુભ વૃક્ષની સાથે શુભ સ્થાન પણ તેટલું જ જરૂરી છે. જો વૃક્ષ કે છોડ યોગ્ય સ્થાને ન હોય તો તે અશુભ પરિણામ આપવા લાગે છે. જેથી આજે અમે તમને વૃક્ષોની કેટલીક યાદી આપીશું જેને યોગ્ય દિશમાં લગાવવાથી તમે અનેક લાભ મેળવી શકો છો. શાસ્ત્રોમાં તુલસી, દાડમ, બીલીપત્ર, કેળાનું ઝાડ, અશોક વૃક્ષ, શમી, લીંબુ, આમળો કે લીમડો વગેરે શુભ વૃક્ષોની યાદીમાં આવે છે. સામાન્ય રીતે દૂધ કે ફળ આપનારા વૃક્ષો ઘરમાં લગાવવા નહિં પણ નારંગી કે દાડમ તેમાં અપવાદ છે. આ બંને સુખ-સમૃદ્ધિના કારક છે. આવો જાણીએ શુભ વૃક્ષો લગાવાવથી કયા લાભ થાય છે.

તુલસી
ઘરમાં તુલસીનો છોડ વાવવો શુભ મનાય છે. શાસ્ત્રોમાં તુલસીને લક્ષ્મીનું સ્થાન આપવામાં આવ્યુ છે. એવું કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય, તેઓ નિયમિત તેની પૂજા-અર્ચના કરતા હોય તો તેનાથી ઘરમાં હંમેશા ધન-વૈભવમાં વધારો થાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તુલસીનો છોડ ઘરના દક્ષિણ સ્થાનમાં ન લગાવો. તે કષ્ટકારી હોય છે. તુલસીના છોડને ઈશાન કોણ અથવા પૂર્ણ દિશામાં લાગવો.

આમળો
ઘરની મુશ્કેલીઓને દૂર કરવા માટે આમળાનું વૃક્ષ વાવવાની સલાહ આપવામાં આવે છે. આમળાની નિયમિત પૂજા કરવી જોઈએ, તેનાથી જીવનના તમામ પાપ ખતમ થઈ જાય છે. એવું કહેવાય છે કે આમળાના વૃક્ષ પર તમામ દેવોનો વાસ હોય છે. ઘરમાં આમળો ઉત્તર અથવા પૂર્વ દિશમાં લગાવવો હિતકારી રહે છે.

આંકડો
આંકડાનો છોડ ભગવાન ગણેશનો છોડ મનાય છે. તેનું સ્થાન શુભ વૃક્ષોમાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દૂધ વાળા છોડ ઘરની સીમામાં રાખવા અશુભ મનાય છે, પણ તેમાં આંકડો અપવાદ છે. આ છોડને હળદર, ચોખા અને જળથી પૂજા કરશો તો ઘરમાં હમેશા સુખ-શાંતિ જળવાઈ રહે છે. ગૃહ સ્વામીને તેનાથી અચાનક ધનલાભ થાય છે. ભગવાન શંકરની આરાધના માટે તેના ફૂલોનો ઉપયાગ થાય છે. ઉપરાંત સૂર્ય દેવને ખુશ કરવા માટે આ છોડની પૂજા થાય છે

શમી
જ્યોતિષ શાસ્ત્રમાં શમીનું વૃક્ષ શનિ ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. શનિ દેવની કૃપા દ્રષ્ટિ મેળવા માટે આ વૃક્ષની ઉપાસના કરવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર શમીનું વૃક્ષ ઘરના મુખ્ય દરવાજે ડાબી બાજુ અને થોડી દૂર લગાવવો જોઈએ. જેથી તેની છાયા ઘર પર ન પડે.

અશ્વગંધા
આયુર્વેદમાં અશ્વગંધા એક ઉત્તમ ઔષધિ છે. ઘરમાં લગાવવા માટે તે અત્યંત શુભ છોડ છે. જેને ઘરમાં લગાવવાથી ઘરનો તમામ વાસ્તુદોષ ખતમ થઈ જાય છે. કેતુ ગ્રહની શાંતિના ઉપાય માટે અશ્વગંધાના મૂળ ખૂબ જ કારગર છે.

અશોક
અશોકનું વૃક્ષ લગાવવાથી ઘરમાં લગાવેલા અશુભ છોડોનો દોષ સમાપ્ત થઈ જાય છે. હિંદુ ધર્મમાં અશોકનું વૃક્ષ અત્યંત શુભ મનાય છે. એવું કહેવાય છે તે જે ઘરમાં આ છોડ લગાવાવમાં આવે તે ઘરના લોકોમાં પરસ્પર સૌહાર્દ જળવાઈ રહે છે.

કેળાનું વૃક્ષ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેળાનો છોડ ઈશાન કોણમાં લગાવવો જોઈએ. એવું મનાય છે કે કેળાના છોડ નીચે બેસી ભણવામાં આવે તો તમને બધુ જલ્દી-જલ્દી યાદ રહી જાય છે. કેળાનો છોડ ધાર્મિક કારણોએ પણ ઘણું મહત્વ ધરાવે છે. ગુરુવારના દિવસે કેળાની પૂજા કરવામાં આવે છે.

કેરીનું ઝાડ
ઘરની આસપાસ કેરીનું ઝાડ રાખવાથી તમને હાની થઈ શકે છે. ઘરની પાસે કેરીનું ઝાડ બાળકો પર ખરાબ અસર કરે છે. જેથી તેને ઘરમાં લગાવવું નહિં. તેમ છતાં કેરીનું ઝાડ લગાવવું હોય તો અન્ય શુભ વૃક્ષોની પાસે તેને લગાવો જેથી તેની અશુભ અસર થાય નહિં. ઉપરાંત નારિયેળ, લીમડો પણ ઘરમાં વાવી શકો છો.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
