For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Astro Tips: પીપળાની પૂજા અપાવશે અનેક મુશ્કેલીઓમાંથી છૂટકારો

હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર, પૂજનીય, સુલભ અને વિશાળકાય વૃક્ષ એ પીપળો છે. લોકવાયકા પ્રમાણે તેની પોતાની ખુબીઓ અનેકગણી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર, પૂજનીય, સુલભ અને વિશાળકાય વૃક્ષ એ પીપળો છે. લોકવાયકા પ્રમાણે તેની પોતાની ખુબીઓ અનેકગણી છે. માન્યતા અનુસાર આ ઝાડ પર પ્રેતવાસ હોય છે, જેથી કોઈ વ્યકિત તેની નીચે સુતુ નથી કે પેશાબ કરતુ નથી. સ્કન્દ પુરાણમાં વર્ણિત છે કે પીપળાના મૂળમાં વિષ્ણુ, મૂળમાં કેશવ, શાખામાં નારાયણ, પાંદડામાં શ્રી હરિ તથા ફળમાં તમામ દેવ વિધ્યમાન હોય છે. પીપળો ભગવાન વિષ્ણુના જીવન અને પૂર્ણતઃ મૂર્તિમાન સ્વરૂપ છે તો આવો જાણીએ પીપળાના જ્યોતિષ લાભ વિશે..

શીધ્ર સિદ્ધિ હેતુ

શીધ્ર સિદ્ધિ હેતુ

  • શીધ્ર સિદ્ધિ હેતુ- તામસિક સાધનામાં પીપળા નીચે બેસીને સાધના કરવાથી શીઘ્ર સફળતા મળે છે. તેની પૂજા કરવા માત્રથી તમામ મનોકામના પૂરીં થાય છે.
  • આર્થિક સમૃદ્ધિ- જે લોકો આર્થિક મુશ્કેલીથી પિડાઈ રહ્યા છે તે શનિવારે પીપળાના વૃક્ષને જળમાં ગોળ અને દૂધ મિશ્રિત કરી ચઢાવવું અને સરસિયાના તેલનો દિવો કરવો. આમ નિયમિત પૂજા કરવાથી ધીમે ધીમે આર્થિક સમૃદ્ધિ આવવા લાગે છે.
  • ઓમ નમઃ શિવાય મંત્રનો નિત્ય જાપ

    ઓમ નમઃ શિવાય મંત્રનો નિત્ય જાપ

    • દરિદ્રતા નાશક-પીપળાના ઝાડ નીચે શંકરને સ્થાપિત કરી ઓમ નમઃ શિવાય મંત્રનો નિત્ય જાપ કરવાથી ઘરની દરિદ્રતા ખતમ થાય છે.
    • કાર્ય સિદ્ધિ હેતુ-પીપળાના પાંચ પાન, પનીર, દૂધથી બનેલ કોઈ મિષ્ઠાન દિવાળીની રાત્રે પીપળાની નીચે દબાવી દેવાથી ઈચ્છિત મનોકામના પૂરીં થાય છે.
    • ઉન્નતિ માટે

      ઉન્નતિ માટે

      • વેપારમાં ઉન્નતિ માટે- દરેક શનિવારે એક પીપળાનું પાન લઈ તેના પર સ્વસ્તિક બનાવી તમારા ગાદલા નીચે મુકી લો. આ ઉપાય સતત 7 શનિવાર કરતા 8માં શનિવારે બધા પાન કોઈ સુનસાન જગ્યાએ નાખી દો. આમ કરવાથી વેપારમાં વૃદ્ધિ થવા લાગશે.
      • દેવામાંથી મુક્તિ- જેઓ દેવામાં ફસાયેલા છે તેઓ શ્મશાનના કુવાનું જળ લાવી કોઈ પીપળાના વૃક્ષને ચઢાવો. સતત 6 શનિવાર સુધી આ ઉપાય કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે.
      • માનસિક તાણ દૂર થાય

        માનસિક તાણ દૂર થાય

        • માનસિક તાણ દૂર કરવા- પીપળાની લાકડી ચંદનની જેમ ઘસી રાત્રે સુતી વખતે લગાવાથી માનસિક તાણ દૂર થાય છે.
        • સંતાન પ્રાપ્તિ-જે દંપતિને સંતાન નથી તેઓ પીપળાના પાન લગભગ 1 કલાક સુધી જળમાં રાખી, ત્યારબાદ પાન ફેંકી દો. આ જળનું સેવન કરી લો. આ પ્રયોગ સતત 3 મહિના કરવાથી લાભ થાય છે.
        • શનિની સાડાસાતી

          શનિની સાડાસાતી

          • પિતૃદોષ મુક્તિ- પિતૃ દોષથી પિડિત વ્યકિતને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પિતૃદોષથી પિડિત વ્યકિતને પીપળાના ઝાડ નીચે શ્રાદ્ધ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.
          • શનિની સાડાસાતી- શનિની સાડાસાતી અને ઢૈય્યાનું સમન થાય તે માટે શનિવારે 19 હાથના કાળા દોરાને 19 વાર પીપળાની પરિક્રમા કરીને લપેટી દો. ત્યારબાદ તલના તેલથી દીવો કરો. શનિવારે નિયમિત પીપળાની સેવા કરવાથી શનિનો પ્રકોપ એકાન્ત થઈ શુભફળ આપવા લાગે છે.

English summary
Peepal is a tree that has been worshipped since the dawn of civilization and has great medicinal value apart from its religious significance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X