For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુક્રના ખરાબ પ્રભાવથી બચાવશે અંગૂઠામાં પહેરેલી ચાંદીની રીંગ

વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહનો સંબંધ ભૌતિક સુખ-સુવિધાઓ, ભોગ-વિલાસપૂર્ણ જીવન, એશો આરામ, પ્રેમ, યૌન સુખ અને લક્ઝરી જીવન સાથે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહનો સંબંધ ભૌતિક સુખ-સુવિધાઓ, ભોગ-વિલાસપૂર્ણ જીવન, એશો આરામ, પ્રેમ, યૌન સુખ અને લક્ઝરી જીવન સાથે છે. જે વ્યક્તિની જન્મ કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત હોય તેને આ બધુ સરળતાથી મળી રહેશે પણ જેની કુંડળીમાં શુક્ર ખરાબ અવસ્થામાં હોય તો તે વ્યકિત આ સુખોથી વંચિત રહે છે.

હસ્તરેખાની વાત કરીએ તો તેમાં દરેક આંગળી અને અંગૂઠો કોઈને કોઈ ગ્રહ સાથે જોડાયેલ છે. જેમાં અંગૂઠો શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે. અંગૂઠાની નીચેનો આખો ભાગ શુક્ર પર્વત કહેવાય છે. જેથી વિશેષ ગ્રહની અનુકૂળતા મેળવવા માટે તેને અનુરૂપ રીંગ ધારણ કરવામાં આવે છે. અહીં આપણે વાત કરીશું માત્ર શુક્ર ગ્રહની, કારણ કે આ ગ્રહ અનુકૂળ હોય તો વ્યકિતને જીવનમાં કોઈ જ વસ્તુનો અભાવ રહેતો નથી.

અંગૂઠો અને શુક્રને સંબંધ

અંગૂઠો અને શુક્રને સંબંધ

હસ્તરેખા શાસ્ત્રમાં અંગૂઠાને શુક્રને સંબંધિત ગણવામાં આવે છે. તેની અસર વ્યકિતના જીવન પર ભૌતિક રીતે દેખાય છે. જેથી અંગૂઠા સાથે જોડાયેલા જ્યોતિષ ઉપાય સરળતાથી તમામ પ્રકારની ભૌતિક સુખ-સુવિધા પ્રદાન કરે છે. જો કે આ વિશે ઘણા ઓછા લોકો જાણે છે કે શુક્રનું સારુ કે ખરાબ ફળ અનેક હદ સુધી કુંડળીમાં મિત્ર અને શત્રુ ગ્રહોની સ્થિતિ પર આધાર રાખે છે. શનિ, બુધ અને રાહુ તેના મિત્ર ગ્રહો છે.

શુક્રનું ખરાબ ફળ

શુક્રનું ખરાબ ફળ

જો શનિ, બુધ અને રાહુ આ ત્રણ ખરાબ સ્થિતિમાં છે તો શુક્ર ખરાબ ફળ આપી શકે છે. તથા વ્યકિતને ધન, બુદ્ધિ અને આરોગ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓ આવે છે. આ ઉપરાંત મંગળ અને બૃહસ્પતિની સ્થિતિ પણ શુક્રના આ સારા અને ખરાબ પ્રભાવ માટે જવાબદાર છે. શુક્ર જો કુંડળીમાં નીચનો છે તો ખરાબ પ્રભાવ પાડે છે અને જો ઉચ્ચનો છે તો વ્યકિતને વ્યભિચારી બનાવી શકે છે. શુક્રનો પ્રભાવ અંગત જીવન અને સંબંધો પર પણ પડે છે. જો શુક્ર ખરાબ હોય તો તમારા કૌટુંબિક જીવનમાં હંમેશા કોઈને કોઈ મુશ્કેલી આવે છે. જો તમારુ લગ્ન જીવન કે પ્રેમ જીવન ખરાબ ચાલે છે તો માની લેવું કે શુક્ર ખરાબ છે.

શુક્રને અનુકૂળ કરવાના ઉપાય

શુક્રને અનુકૂળ કરવાના ઉપાય

શુક્ર ગ્રહની પસંદગી યુક્ત ધાતુ ચાંદી અને પ્લેન્ટિનમ છે. શુક્રની અનુકૂળતા માટે જ્યોતિષ ઉપચારોમાં ચાંદી કે પ્લેન્ટિનમની રીંગ પહેરવી જોઈએ. હથેળીમાં શુક્રનું સ્થાન અંગૂઠામાં છે. જેથી ચાંદી કે પ્લેન્ટિનમથી બનેલી રીંગ ધારણ કરવી જોઈએ. તેનાથી શુક્રનો ખરાબ પ્રભાવ ખતમ થાય છે.

નકારાત્મક પ્રભાવ

નકારાત્મક પ્રભાવ

શુક્ર નીચ સ્થિતિમાં છે અને ખરાબ પ્રભાવ પાડી રહ્યો છે તો તેનાથી આ ધાતુને ધારણ કરવાથી માત્ર શુભ ફળ જ નથી મળતુ, પણ તેનાથી તમારા જીવનમાં શુક્ર દ્વારા આવતો નકારાત્મક પ્રભાવ પણ ઓછો થાય છે. જ્યારે પણ લાગે કે જીવનમાં મોટી મુશ્કેલી આવવાની છે તો શુક્ર મંત્રથી અભિમંત્રિત કરેલી ચાંદી કે પ્લેન્ટિનમની રીંગ ધારણ કરો.

English summary
do you know why people wear silver rings in their thumbs, which are commonly known as thumb rings. What are the benefits of wearing silver thumb rings, which person who should wear
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X