રાશિ પ્રમાણે સુધારો તમારી ફ્લર્ટિંગ સ્કીલ્સ
જ્યોતિષ શાસ્ત્રમાં એવી અનેક રીત અને ટિપ્સ બતાવાઈ છે, જેની મદદથી તમે લવલાઈફ સુધારી શકો છો. રાશિ ચક્ર પ્રમાણે તમે તમારી રાશિના આધારે તમારી ડેટિંગ અને ફ્લર્ટિંગ સ્કીલ્સ સુધારી શકો છો.
જ્યોતિષ શાસ્ત્રમાં એવી અનેક રીત અને ટિપ્સ બતાવાઈ છે, જેની મદદથી તમે લવલાઈફ સુધારી શકો છો. રાશિ ચક્ર પ્રમાણે તમે તમારી રાશિના આધારે તમારી ડેટિંગ અને ફ્લર્ટિંગ સ્કીલ્સ સુધારી શકો છો. આ પોસ્ટમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ, રાશિ પ્રમાણે ડેટિંગ ટિપ્સ. આ ટિપ્સ પ્રમાણે તમે તમારી ફ્લર્ટિંગ સ્કીલ્સ સુધારી શકો છો.

મેષ (21 માર્ચ - 19 એપ્રિલ )
મેષ રાશિના જાતકો સીધા ફ્લર્ટ કરવા માટે જાણીતા છે. તેઓ જેને પ્રેમ કરે છે, તેની પાછળ પડી જાય છે. તેમ છતાંય તમારે એ નક્કી કરવાની જરૂર છે કે તમને ખરેખર શું જોઈએ છે. કારણ કે દરેક વ્યક્તિને તમે નથી મેળવી શક્તા. તમને જે વ્યક્તિ પસંદ છે તેને ઈમ્પ્રેસ કરવાની તૈયારી કરો. બાકી પર ધ્યાન ન આપો. જો તમે ફ્લર્ટિંગ સ્કીલ સુધારવા ઈચ્છો છો તો આંખોમાં આંખો નાખીને વાત કરો.

વૃષભ (21 એપ્રિલ-20 મે)
પૃથ્વી તત્વની રાશિ હોવાને કારણે આ રાશિના જાતકો જમીન સાથે જોડાયેલા હોય છે. આ રાશિના લોકોએ પોતાની પસંદ જાહેર કરવા માટે બોડી લેન્ગ્વેજનો ઉપયોગ કરવો જોઈએ. તમારે સ્પર્શનો ઉપયોગ કરવાની જરૂર છે. કારણ કે મહિલાઓ સ્પર્શથી જ આકર્ષાય છે. જો કે, તમારે મર્યાદા પાર નથી કરવાની

મિથુન (21 મે - 20 જૂન)
આ રાશિના લોકો પોતાની વાતોથી બીજાને પ્રભાવિત કરે છે. જો તમે તમારી વાતોને થોડી સેક્સી રીતે રજૂ કરશો, તો સામેના પાત્ર પર તેની ચોક્કસ અસર પડશે. બુલંદ અવાજ વાળા પુરુષો મહિલાઓે પસંદ નથી, જો કે ગંભીર અને કર્કશ અવાજ ધરાવતા પુરુષોથી મહિલાઓ આકર્ષિત થાય છે. યુવતીઓ સાથે વાત કરવા દરમિયાન તમારે અવાજ અને વાતો પર ધ્યાન આપવું જોઈએ.

કર્ક (21 જૂન- 22 જુલાઈ)
આ રાશિના લોકોને તમે ચિપકૂ પણ કહી શકો છો. સાથે જ આ રાશિના જાતકો વધુ લાગણી મહેસૂસ કરે છે, અને ક્યારેક ક્યારેક આ ભૂત તેમને માથા પર ચડી જાય છે. આ રાશિના લોકોએ પોતાના પ્રેમને મેળવવા ભરચક કોશિશ કરવી જોઈએ.

સિંહ (23 ઓગસ્ટ - 23 સપ્ટેમ્બર)
આ રાશિના લોકો પોતાનું અટેન્શન આપીને કોઈને પણ ઈમ્પ્રેસ કરી શકે છે. જો તમે તમારા પાર્ટનરને સંતુષ્ટ કરવા ઈચ્છો છો તો તેમને એ અહેસાસ કરાવવો પડશે કે તમારું બધું ધ્યાન ફક્ત તેના પર જ છે. તમારે આ માટે વધુ મહેનત નથી કરવાની.

કન્યા (24 ઓગસ્ટ-23 સપ્ટેમ્બર)
તમે તમારા નરમ અને શિષ્ટ વ્યવહાર માટે જાણીતા છો. તેઓ થોડા શર્મીલા સ્વભાવના હોય છે. તમે કશું ખાસ કર્યા વગર લોકોના આકર્ષણનું કેન્દ્ર બનો છો. જો તમારે ફ્લર્ટિંગ સ્કીલ્સ સુધારવી હોય તો સફેદ, ગ્રે અને બેઝ કલરની જગ્યાએ બોલ્ડ કલર્સનો ઉપયોગ કરો. પછી તે લાલ રંગના ડ્રેસ હોય કે લાલ લિપસ્ટિક

તુલા (24 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર)
તુલા રાશિના લોકો ફ્લર્ટ કરવામાં માહેર હોય છે. એટલે સુધી કે સામે વાળાને આ ફ્લર્ટિંગનો ખ્યાલ પણ નથી આવતો. તમને ખરેખર કોણ પસંદ છે અને કોનો સાથ જોઈએ છે, તે નક્કી કરવું તમારા માટે મુશ્કેલ છે. તમામ લોકોને ખુશ કરવાના ચક્કરમાં તમે ઉર્જા અને સમય બંને બર્બાદ ન કરો. જો તમે એક વ્યક્તિ પર ધ્યાન આપસો, તો કંઈ પણ થાય તે તમારા પ્રેમમાં જરૂર પડશે.

વૃશ્વિક (24 ઓક્ટોબર-22 નવેમ્બર)
ફ્લર્ટ કરવાની જુદી જુદી રીત હોય છે. કેટલાક લોકો રસપ્રદ રીતે ફ્લર્ટ કરે છે તો કેટલાક સેક્સી અંદાજમાં. પહેલીવારમાં આ લોકો લાઉડ લાગી શકે છે. તમારે બસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે કોઈની સાથે વાત કરો ત્યારે વાતાવરણ લાઈટ અને મજાકિયું રાખો

ધનુ (23 નવેમ્બર-22 ડિસેમ્બર)
આ રાશિના લોકોને ખ્યાલ હોય છે કે તેઓ કેવી રીતે હાસ્યથી બીજાને પ્રભાવિત કરી શકે છે. તેમની સેન્સ ઓફ હ્યુમર ગજબની હોય છે. અને સ્વભાવથી તેઓ ચંચળ હોય છે. ફ્લર્ટ કરવા દરમિયાન તમારે જોક્સ પર લગામ રાખવી જોઈએ અને ચીઝી પીકઅપ લાઈન્સનો ઉપયોગ ન કરો.

મકર (23 ડિસેમ્બર-20 જાન્યુઆરી)
જાણી જોઈને ફ્લર્ટ કરવાનો આઈડિયા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. પ્રેમના મામલે તમારે ખૂબ સાવધાન રહેવું પડશે. બીજી તરફ તમારે કોઈની સાથે હળવાભળવામાં સમય લો છો. તમે આઈ કોન્ટેક્ટ અને સ્માઈલ દ્વારા કોઈને ઈમ્પ્રેસ કરી શકો છો.

કુંભ (21 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી)
આ રાશિના લોકો કશુંક નવું ટ્રાય કરતા બિલકુલ નથી અચકાતા. તમે પ્લેબોય તો છો જ પરંતુ સાચા પાર્ટનરને ખુશ પણ રાખી શકો છો. તમે પોતાની રીતે પ્રેમ વ્યક્ત કરો છો.

મીન (19 ફેબ્રુઆરી-20 માર્ચ)
આ રાશિના જાતકો વિચારશીલ હોય છે. તમે બીજા સાથે વાતો કરતા આંખોનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે કોઈ બીજા વ્યક્તિ સાથે આંખોમાં આંખો નાખીને વાત કરો છો, તો વધુ આકર્ષિત લાગો છો.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
