તમારી રાશિ જણાવશે ક્યારે કરવું જોઈએ વર્કઆઉટ?
સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે કસરત સૌથી સારો ઓપ્શન છે. જો આપણે સારા ભોજનની સાથે સાથે રોજ થોડી કસરત પણ કરીએ તો એક સારુ જીવન વ્યતિત કરી શકીએ છીએ.
સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે કસરત સૌથી સારો ઓપ્શન છે. જો આપણે સારા ભોજનની સાથે સાથે રોજ થોડી કસરત પણ કરીએ તો એક સારુ જીવન વ્યતિત કરી શકીએ છીએ.
જ્યાં એક તરફ લોકો પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય કાઢીને રોજ થોડી કસરત કરે છે, તો બીજી તરફ કેટલાક લોકોને ફિટ રહેવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. તો કેટલાક લોકો સ્વસ્થ રહેવા માટે કસરત કેવી રીતે કરવી તે વિચારવામાં જ રહી જાય છે.
કેટલીક વાર વર્કઆઉટમાં પરસેવો વહાવ્યા બાદ પણ તમને સંતોષ નથી થતો, અને તમે એક્ટિવ ફીલ નથી કરતા. શું તમે જાણો છો કે તેનું કારણ શું છે ? તેનું એક કારણ તમારા શરીરનું મેટાબોલિઝમ હોઈ શકે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમારા મેટાબોલિઝમમાં તમારી રાશિ પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
આજે અમે તમને તમારી રાશિ અનુસાર વર્કઆઉટનો સાચો સમય જણાવીશું. ચાલો જાણીએ કઈ રાશિને વર્ક આઉટ માટે કયો સમય શ્રેષ્ઠ છે ?

મેષ
તમે સૌથી વધુ સવારે સવારે એક્ટિવ મહેસૂસ કરો છો. એટલે સવારનો સમય વર્કઆઉટ માટે બેસ્ટ છે. આ ઉપરાંત સાંજે પણ તમે કસરત કરી શકો છો. તમારા રાશિ ચિહ્ન અનુસાર તમે સવારે વધુ સ્ફૂર્તિ મહેસૂસ કરો છો.

વ્રુષભ
વ્રુષભ રાશિનું ચિહ્ન છે, બળદ. તે આકરી મહેનત અને સ્ફૂર્તિ માટે જાણીતું છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે તમને દિવસના કોઈ પણ સમયે વર્કઆઉટ કરવાની સલાહ આપીએ છીએ. જો શક્ય હોય તો બપોરે ઓફિસમાં થોડો સમય કાઢીને મિની વર્કઆઉટ કરી શકો છો. જો તમે લંચ ટાઈમ દરમિયાન કરશો તે તે શ્રેષ્ટ રહેશે.

મિથુન
મિથુન રાશિના લોકો સહેલાઈથી ઓફિસ અવર્સમાં પણ વર્કઆઉટ કરી શકે છે. મિની વર્કઆઉટ કે પછી લંચ સમયે નાનું વૉક પણ તમારા માટે ફાયદાકારક છે.

કર્ક
તમારી રાશિનો સ્વામી ચંદ્ર છે, એટલે તમારે સાંજે જ વર્કઆઉટ કરવું જોઈએ. જ્યારે ચંદ્રદેવ પોતે તમને ઉર્જા આપે છે. સાંજનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે.

સિંહ
તમારી રાશિનો સ્વામી સૂર્ય છે, એટલે સૂર્યપ્રકાશમાં તમે ઉર્જાવાન મહેસૂસ કરો છો. એટલે સવારના સમયે વર્કઆઉટ કરવું લાભકારક છે. જો કે તમે પ્રાત:કાળે સૂર્યોદય થયા પહેલા પણ કસરત કરી શકો છો.

કન્યા
જ્યારે તમને જાણ થાય છે કે તમારે ઘણા કામ કરવાના છે, તો તમે ઉર્જાવાન મહેસૂસ કરો છો. એટલે કે તમે જેટલા વ્યસ્ત રહો છો તેટલો સમય તમારા વર્કઆઉટ માટે યોગ્ય છે.

તુલા
આ રાશિના જાતકો વધુ કામના દબાણમાં ઝડપથી સ્ટ્રેસ મહેસૂસ કરે છે. એટલે થોડી કસરત પણ તમારા માટે રાહત છે. સાથે જ તમારા સ્ટ્રેસને પણ ઓછો ખરે છે. એટલે જ્યારે જ્યારે તમને વધુ સ્ટ્રેસ મહેસૂસ થાય ત્યારે ત્યારે કસરત તમને રાહત પહોંચાડી શકે છે.

વ્રુશ્વિક
વ્રુશ્વિક રાશિના લોકો રાત્રે સૌથી વધુ ઉર્જાવાન મહેસૂસ કરે છે. એટલે સાંજનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. આ રાશિના જાતકોને અંધારુ પસંદ છે. સૂતા પહેલા થકવાડી દે તેટલી કસરત તમારા માટે ફાયદાકારક છે.

ધન
તમારા માટે દિવસની શરૂઆતમાં જીમ કરવું ફાયદાકારક છે. સવારે વહેલા ઉઠનારા લોકો આ વાત સમજે છે. દિવસભર ઉર્જા જાળવી રાખવા માટે અમે તમને વહેલી સવારે વર્કઆઉટ કરવાની સલાહ આપીએ છે.

મકર
આ રાશિના લોકો સ્પષ્ટવક્તા હોય છે, અને તેમના માટે કામ જ પહેલી પ્રાથમિક્તા હોય છે. કેટલીકવાર પોતાનું કામ પુરુ કરવા માટે તમે સમર્પિત થઈ જાવ છો. પોતાને ઉર્જાવાન રાખવા માટે અમે તમને કામ દરમિયાન વર્કઆઉટ કરવાની સલાહ આપીએ છીએ, નહીં તો તમને વ્યસ્ત દિનચર્યાને કારણે તમને વર્કઆઉટ માટે સમય નહીં મળે.

કુંભ
તમારી રાશિનું ચિહ્ન કહે છે કે બપોરના સમયે નાનું અને સારુ વર્કઆઉટ કરવાથી તમે વધુ ઉર્જાવાન મહેસૂસ કરશો. તમારા માટે બપોરના નક્કી સમયે કસરત કરવી યોગ્ય છે.

મીન
સૂરજ આથમ્યા પછી વર્કઆઉટ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. તમારી રાશિનું ચિહ્ન માછલી છે, સાંજના સમયે લાલ આકાશનો રંગ તમને ઉર્જા આપશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
