Business Horoscope 2017: કર્ક રાશિ માટે સમય સારો
કર્ક રાશિના જાતકો માટે વર્ષની શરૂઆતના ત્રણ મહિના પરિસ્થિતિ ઠીક રહેશે. વેપારમાં તેજી રહેશે અને ધનલાભ થશે.
કર્ક રાશિના જાતકો માટે વર્ષની શરૂઆતના ત્રણ મહિના પરિસ્થિતિ ઠીક રહેશે. વેપારમાં તેજી રહેશે, પરંતુ એપ્રિલથી થોડો કષ્ટદાયક સમય શરૂ થશે. બિઝનેસમાં સળંગ મંદી જ રહે એવું બને. ભાગીદારો અને નજીકના મિત્રો સાથે મતભેદ રહે. ભાગીદાર સાથે ધન સંબંધી વિવાદ થવાની શક્યતા છે. સફેદ વસ્તુઓ અને ખાણીપીણીના બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે સમય સારો છે, પરંતુ અનય વસ્તુઓ ખાસ કરીને કપડાના વ્યવસાયમાં ખોટ જવાની શક્યતા છે. રેડીમેડ ગારમેન્ટના વેપારીઓને નિરાશા હાથ લાગશે.

13 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધીના એક માસમાં નવા કાર્યોનું જોખમ લેવાથી બચવું. કોઇ એવા બિઝનેસમાં રોકાણ ન કરવું, જે કોઇએ પહેલા શરૂ કરીને બંધ કરી દીધો હોય. જૂની ફેક્ટરી કે દુકાન બિલકુલ ન ખરીદવી. વેપારના વિસ્તાર માટે જો ઉધઆર લેવું પડે તો બને એટલું ઉધાર ઓછું લેવું, મોટા રકમ ઉધારમાં લેશો તો મુસીબત ઊભી થશે.
તમારી આર્થિક સ્થિતિ એકદમ મજબૂત બનશે
વર્ષ 2017માં ખાણીપીણી, હોટલ વ્યવસાય, આઇસ્ક્રીમ, ડેરી પ્રોડક્ટ્સના બિઝનેસ સાથે જોડાયેલા લોકો કાર્ય વિસ્તારની સાથે પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં પણ સફળ રહેશે. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના વેપારમાં લાભ થશે.
- લાભઃ ડેરી પ્રોડક્ટ્સ, ખાણીપીણીની વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ
- નુકસાનઃ જૂની દુકાન કે ફેક્ટરીની ખરીદી
- ઉપાયઃ આ વર્ષના આરાધ્ય દેવ છે શિવજી અને હનુમાનજી. શનિવારે નજીકના સંબંધીઓને તળેલી વસ્તુઓ દાન કરવી.












Click it and Unblock the Notifications
