For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Holi 2018: હોળી પર રાશિ પ્રમાણે કરો રંગોનો ઉપયોગ

આજે અમે તમને જણાવિશું કે રાશિ પ્રમાણે તમારે કયા રંગના ગુલાલનો ઉપયોગ કરવો વધુ યોગ્ય રહેશે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

હોળી એટલે હર્ષોલ્લાસનો તહેવાર. વિના રંગોએ હોળી ફિક્કી છે. પહેલા એકબીજાને રંગ લાગાવામાં આવતો હતો પણ સમયની સાથે આ રંગોનું સ્થાન ગુલાલે લીધું. રંગો કરતા ગુલાલ વધુ યોગ્ય છે. કારણ કે તેનાથી ન તો કપડા ખરાબ થાય છે અને ન તો ચામડીને કોઈ નુકશાન થાય છે. આમ તો હોળીમાં આપણે તમામ રંગોનો ઉપયોગ કરીએ છીએ પણ તેમ છતાં આજે અમે તમને જણાવિશું કે રાશિ પ્રમાણે તમારે કયા રંગના ગુલાલનો ઉપયોગ કરવો વધુ યોગ્ય રહેશે.

મેષ

મેષ

ભત્રીજા અને ભત્રીજી સાથે લાલ ગુલાલ લગાવી હોળી રમો. હનુમાનજીને 11 ગુલાબના ફૂલ ચઢાવો અને તેમાંથી ફૂલ લઈ લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખી દો. આમ કરવાથી આખુ વર્ષ તમારા પર માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહેશે.

વૃષભ

વૃષભ

સાસરી પક્ષના લોકો સાથે ચળકાટવાળા ગુલાલથી હોળી રમો. જેનાથી સંબંધોમાં પ્રેમ વધશે. હોળીના દિવસે શંકર ભગવાનને લાલ ગુલાબનો લેપ કરવાથી તમારા પર આવનારી તમામ મુશ્કેલીઓનું શમન થશે અને તમારી મનોકામના પૂરીં થશે.

મિથુન

મિથુન

મિત્રો સાથે લીલો રંગ કે ગુલાલ લગાવી મજા કરો. ગણપતિને પણ લીલો ગુલાલ ચઢાવો તેની સાથે જ ગણેશ સ્ત્રોતનો પાઠ કરો.

કર્ક

કર્ક

આ દિવસે તમારી માતાને ગુલાલ લગાવી આશિર્વાદ લેવાથી તમામ મુશ્કેલીઓથી તમે ઉગરી જશો. હોળીના દિવસે શિવ-પાર્વતીને ગુલાલ ચઢાવો અને મિશ્રીનો ભોગ લગાવી વિધિવત પૂજન કરો.

સિંહ

સિંહ

તમારા પિતાને ગુલાલનું તિલક લગાવી તેમના આશિર્વાદ લો. હોળીના દિવસે સવારે જળમાં ગુલાલ અને ગુલાબના ફૂલ ચઢાવી સૂર્ય દેવને અર્પિત કરો.

કન્યા

કન્યા

શનિદેવની સ્તુતિ કરો અને તેમને વાદળી ગુલાલ અને કાળા તલ ચઢાવો. તમારી બહેન અને ફોઈને વાદળી ગુલાલ જરૂર લગાવો.

તુલા

તુલા

હોળીના દિવસે તમારી પત્નીને બ્રાઈટ કલરના ગુલાલ લગાવો, જેનાથી તમારી વચ્ચે પ્રેમ વધશે. લક્ષ્મી સ્ત્રોત પાઠ કરવો.

વૃશ્ચિક

વૃશ્ચિક

હોળીના દિવસે તમારા ભાઈઓને લાલ ગુલાલ લગાવો જેનાથી તમારી વચ્ચે સૌહાર્દમાં વૃદ્ધિ આવશે. હનુમાનના જમણા હાથ પર લાલ ગુલાલ લગાવો.

ધન

ધન

તમારા સંતાનને પીળા રંગનો ગુલાલ લગાવો, તેનાથી એકબીજાના મનની કડવાશ દૂર થઈ એકબીજા માટે પ્રેમ વધે છે. કેળા પર કાચૂ દૂધ ચઢાવો તેનાથી તમારા ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે.

મકર

મકર

આ રાશિના જાતકો પોતાના કર્મચારીઓ, નોકરો અને સેવકો સાથે વાદળી ગુલાલથી હોળી જરૂર રમો. આમ કરવાથી આ લોકો સાથે તમારો સંબંધ મધુર બને છે. શનિદેવની સ્તુતિ કરો.

કુંભ

કુંભ

તમે વૃદ્ધો સાથે વાદળી અને ગુલાબી રંગથી હોળી રમો, જેનાથી શનિદેવની કૃપા તમારા પર હંમેશા જળવાયેલી રહેશે. કાલભૈરવનું પૂજન કરવાથી આર્થિક સ્થિતિ સુદ્રઢ થશે.

મીન

મીન

આ રાશિના જાતકો પોતાના ગુરુને પીળો રંગ લગાવે. આમ કરવાથી ગુરુની કૃપાથી તમે દિવસ-રાત ઉન્નતિ કરશો. હોળિકા દહનના સમયે સુકા છાણા અગ્નિમાં નાખવાથી તમારી તમામ મુશ્કેલીઓ દૂર થશે.

English summary
Holi, the festival of colors is celebrated every year a day after the Full Moon (Purnima). Celebration of Holi by different Zodiac Signs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X