દિવાળીની તારીખ અંગે છો કન્ફ્યુઝ? જાણો દિવાળી કેલેન્ડર

Diwali 2024 date: હિન્દુ ધર્મમાં દિવાળીનું ઘણુ મહત્વ છે. ગુજરાતીઓના વર્ષનો અંતિમ દિવસ દિવાળી હોય છે. દિવાળીનો તહેવાર પાંચ દિવસ ઉજવવામાં આવે છે. જેના ચોથા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે ગુજરાતીઓનું નવું વર્ષ શરુ થાય છે.

ગુજરાતીઓ દર વર્ષે દિવાળીનો તહેવાર આસો માસની અમાસના દિવસે ઉજવે છે. દિવાળીના તહેવાર દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ, માતા સરસ્વતી અને કુબેર જીની પૂજા કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે, દિવાળીના દિવસે દેવી લક્ષ્મી ધરતી પર ભ્રમણ કરવા માટે આવે છે.

આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘણા ઉપાયો કરતા હોય છે. દેવી લક્ષ્મીના પગ જ્યાં પર પડે છે, ત્યાં ધન, સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

ધનની દેવી માતા લક્ષ્મીની કૃપાથી તે ઘરમાં ક્યારેય પૈસા કે અન્ય વસ્તુઓની કમી નથી રહેતી. દિવાળીને લક્ષ્મી પૂજા તરીકે ઓળખવામાં આવે છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, આ વર્ષે દિવાળીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે.

Diwali 2024 date

દિવાળી 2024ની તારીખ અને મુહૂર્ત - ચાલુ વર્ષે દિવાળીની તારીખને લઈને લોકોમાં કન્ફ્યુઝન છે. વાસ્તવમાં લોકો 31 ઓક્ટોબર કે 1 નવેમ્બરને લઈને મૂંઝવણ છે. હવે સવાલ એ છે કે, આ બે તારીખોમાંથી દિવાળી કઈ તારીખે ઉજવવામાં આવશે.

હિન્દુ કેલેન્ડર મુજબ આસો મહિનાની અમાસ તિથિ 31 ઓક્ટોબરના રોજ બપોરે 3.52 કલાકે શરૂ થશે. અમાસની તિથિ 1 નવેમ્બરના રોજ સાંજે 6.18 કલાકે સમાપ્ત થશે. આ વર્ષે દિવાળી 1 નવેમ્બર, 2024 ના રોજ ઉજવવામાં આવશે. લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત સમય 1 નવેમ્બરની સાંજે 5:36 થી 6:16 સુધીનો રહેશે.

દિવાળી 2024 કેલેન્ડર

  • ધનતેરસ - 29 ઓક્ટોબર, 2024
  • કાળી ચૌદશ - 31 ઓક્ટોબર 2024
  • દિવાળી - 1 નવેમ્બર 2024
  • નવુ વર્ષ - 2 નવેમ્બર 2024
  • ભાઈ બીજ- 3 નવેમ્બર 2024

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X