For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Debilitated Planets: નીચ ગ્રહોના અશુભ પ્રભાવને દૂર કેવી રીતે કરશો?

ચાલો જાણીએ કે નીચ ગ્રહોના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે લાલ કિતાબ શું કહે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

Debilitated Planets: કુંડળીમાં કોઈને કોઈ ગ્રહ હંમેશા નીચનો હોય જ છે. નીચ ગ્રહો ઘણીવાર ખરાબ અસર આપે છે. તેમની અશુભ અસરને જ્યાં સુધી અમુક ઉપાય કરીને દૂર ન કરવામાં આવે ત્યાં સુધી જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી આવતી જ રહે છે. ચાલો જાણીએ કે નીચ ગ્રહોના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે લાલ કિતાબ શું કહે છે. જાણો દિવસના હિસાબે નીચ ગ્રહોને શુભ બનાવવાના ઉપાય-

planets

ચંદ્રઃ કુંડળીમાં ચંદ્ર નીચનો હોય તો સોમવારે માત્ર દૂધ અને ચોખાનુ જ ભોજન લો. સફેદ મીઠાઈ પર ચાંદીનુ વરખ લગાવીને ગ્રહણ કરો. સફેદ વસ્ત્રો પહેરો અને સફેદ ચંદન લગાવીને મોતી ધારણ કરો.

મંગળઃ મંગળવારના દિવસે નીચના મંગળવાળા લોકોએ ભૂલથી પણ મસૂરની દાળ ન ખાવી જોઈએ. મંગળવારે રેવડીઓને પાણીમાં પ્રવાહિત કરો. બાળકોને રેવડીના પ્રસાદનુ વિતરણ કરો. હનુમાનજીને લાડુ ચઢાવો અને પોતે પણ પ્રસાદ ગ્રહણ કરો. ખિસ્સામાં હંમેશા લાલ રંગનો રૂમાલ રાખો.

બુધઃ જો કોઈ વ્યક્તિનો બુધ નીચનો હોય તો તેણે ઘરની છત પર પહોળા પાંદડાવાળા છોડ, વાંસ કે ચક્કી ન રાખવી જોઈએ. મહિલાઓએ બુધવારે નાક વીંધીને સો દિવસ સુધી ચાંદી પહેરવી જોઈએ. મંગળવારે રાત્રે મગને પાણીમાં પલાળી રાખો અને બુધવારે સવારે તે મગ પશુ-પક્ષીઓને ખવડાવો.

ગુરુઃ જો ગુરુ નીચનો હોય તો ગુરુવારે બ્રાહ્મણોને પીળા વસ્ત્રોનુ દાન કરો. ચણાની દાળ અને હળદરની ચાર ગાંઠ પાણીમાં વહાવી દો.

શુક્રઃ શુક્ર નીચનો હોય તો વ્યક્તિએ શુક્રવારે મંદિરમાં દહીં અને લાલ જુવાર અર્પણ કરવી જોઈએ. સફેદ રેશમી વસ્ત્રોનુ દાન કરો. શુક્રને ઉચ્ચ બનાવવા માટે વ્યક્તિએ શનિની વસ્તુઓ અને બદામ ખાવી જોઈએ.

શનિઃ શનિ નીચનો હોય તો વ્યક્તિએ શનિવારે તેલ, દારૂ, અડદ, માંસ અને ઈંડા વગેરેનું સેવન ન કરવુ જોઈએ. શનિવારે લોખંડ, તેલ, અડદ અને કાળા કપડાનુ દાન કરો. વહેતા પાણીમાં તેલ અથવા આલ્કોહોલ પ્રવાહિત કરો.

સૂર્ય: સૂર્ય નીચનો હોય તો રવિવારે જાતકે ગોળમાં રાંધેલા ચોખાનુ સેવન કરવુ જોઈએ. આ સાથે શેકેલા ઘઉંમાં ગોળ મિક્સ કરીને બાળકોને વહેંચો. ગળામાં તાંબાના પૈસા ધારણ કરો અને ઘઉં, ગોળ, સોનુ વગેરે લાલ કપડામાં બાંધીને કોઈને દાન કરો.

રાહુઃ જો રાહુ નીચનો હોય તો શનિવારે કાળા વસ્ત્રોનો ત્યાગ કરો. વાદળી કાળી પાઘડી કે ટોપી ન પહેરો. ચાંદીનો ચોરસ ટુકડો તમારા ખિસ્સામાં રાખો. રાહુની વસ્તુઓ જેવી કે બદામ, સિક્કા, જવ અને સરસવનુ દાન કરો.

કેતુઃ કેતુ નીચનો હોય તો વ્યક્તિએ સોનાની ભસ્મ અને કેસરનુ સેવન કરવું જોઈએ. સોનુ પહેરો અને સફેદ-કાળો કૂતરો પાળો. ઘઉં, કેળા, ગોળ, સોનુ અને કાળો-સફેદ ધાબળો મંદિરના પૂજારી અથવા તમારા કુળના પૂજારીને દાન કરો.

English summary
Debilitated planets: How to remove the inauspicious effects of Your Debilitated planets in Kundali.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X