Holi 2023 : હોળી પર કરો આ ઉપાય, રંગોની જગ્યાએ થશે ધન-વર્ષા
Holi 2023 : હોળીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લોકો આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. હોલિકા દહન ફાગણ પૂમનની રાત્રે કરવામાં આવે છે. આ દિવસે ઘણા જ્યોતિષ ઉપાય કરવા માટે જણાવવામાં આવ્યું છે.
Holi 2023 : હોળીનો તહેવાર રંગો અને આનંદ-ઉલ્લાસનો તહેવાર છે. આ સાથે સાથે તંત્ર-મંત્ર, ઉપાય અને ટોટકા કરવા માટે ખાસ રહે છે. પૂનમની રાત્રે હોલિકા દહનની રાત્રે કરવામાં આવેસા ખાસ ટોટકા કે ઉપાયની મનોકામના પુરી કરી દે છે. જો તમે અમીર બનવા ઇચ્છો છો, તો ઉપાય કરીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. આ સાથે તેનાથી જીવનમાં અપાર સુખ-સમૃદ્ધિ લાવી શકે છે.

ચાંદીની વીંટીનો ઉપાય
જ્યાં હોળી પ્રગટાવવાની હોય, તે જગ્યા સાફ કરો અને નાનો ખાડો ખોદો. પછી તેમાં થોડું ચાંદી, પિત્તળ અને લોખંડ દબાવો. પછી નિયમો અનુસાર હોલિકાનું દહન કરો અને જ્યારે રાખ ઠંડી થઈ જાય, ત્યારે ધાતુનું પોટલું લઈને તેમાંથી એક વીંટી બનાવીને શુક્રવારના રોજતેને તમારી વચ્ચેની આંગળીમાં પહેરો. માતા લક્ષ્મી અપાર સંપત્તિ આપશે.

પાનના ઉપાય
હોલિકા દહનના સમયે 7 વાર પ્રદક્ષિણા કરો અને દરેક વખતે હોલિકાને સોપારી ચઢાવો. આ રીતે 7 સોપારી ચઢાવો. આ ઉપાય કરવાથીદેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમને સુખ અને સમૃદ્ધિ લાવશે.

નાળિયેરના ઉપાય
હોલિકા દહનની અગ્નિમાં નારિયેળ અર્પણ કરો. સોપારી પણ ચઢાવો. આ પછી 11 વાર પરિક્રમા કરો. પરિક્રમા કરતી વખતે મનમાં મા લક્ષ્મીનું ધ્યાન કરતા રહો. આમ કરવાથી માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં હંમેશા રહેશે.

હોળીની રાખના ઉપાય
હોલિકા દહનના બીજા દિવસે સવારે હોળીની રાખને લાલ કપડામાં બાંધો, તેની સાથે એક સ્ફટિક શ્રીયંત્ર, કેટલાક ચાંદીના સિક્કા અને 5પીળા રંગના સિક્કા રાખો. જે બાદ આ પોટલીને તમારા ઘરની તિજોરી અથવા પૈસાની જગ્યાએ રાખો. જેના કારણે નોકરી-ધંધામાં ઝડપથી પ્રગતિ થાય છે અને ધનમાં વૃદ્ધિ થાય છે.

ખીરની રેસીપી
હોલિકા દહન પૂર્ણિમાની રાત્રે થાય છે. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પૂર્ણિમાની રાત ખાસ હોય છે. આ દિવસે કેસર ચોખાની ખીર બનાવીદેવી લક્ષ્મીને અર્પણ કરો. જે બાદ બીજા દિવસે સવારે સ્નાન કર્યા બાદ, એક ભાગ ખીર છોકરીને ખવડાવો અને એક ભાગમાં પરિવારનાતમામ સભ્યોએ પ્રસાદ લઈ એક ભાગ જરૂરિયાતમંદોને દાનમાં આપો. આ પછી દર શુક્રવારે આમ કરો. માતા લક્ષ્મી તમારા પર ખૂબ કૃપા કરશે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
