Mangalavar Upay:મંગળવારે કરો આ ઉપાય, કિસ્મત આપશે સાથ, થવા લાગશે કામ
હિન્દુ પંચાગ હિસાબથી મંગળવારના દિવસને સકટમોચન હનુમાનજીને સમર્પિત કરવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં જણાવામાં આવ્યુ છે કે, શિવ જીએ હનુમાન જી ના રૂપમાં અવતાર લીધો હતો. મંગળવારના દિવસે પૂજા પાઠ કરવાથી હનુમાન જીનું ધ્યાન કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે. જેનાથી તમામ મનો કામના પુરી થાય છે. અને સકટ અને કષ્ટનું નિવારણ થાય છે.

જ્યોતિશ શાસ્ત્રમાં પણ આ દિવસને ખાસ માનવામાં આવ્યો છે. મગળવારે હનુમાનજીની પુજા કરવાનું વિશેષ પ્રાવધાન છે. મંગળવારના દિવસે હનુમાનજીની પુજા સાથે અમુક ઉપાયોને કરવાથી મુક્તિ મળે છે. અને તમામ બગડેલા કામ સારી રીતે થઇ જાય છે. આ ખાસ ઉપયોથી તમે હનુમાનજીને પ્રસન્ન કરી શકો છો.
મંગળવારના ઉપાય
મંગળવારના દિવસે સવારે સ્નાન કરીને હનુમાનજીના મંદિર જઇને ભગવાનની સામે ધી નો દિવો કરવો. સાથે જ હનુમાનજીો ચોલા ચઢાવો. માળા પહેરાવો અને લાડવાનો ભોગ ધરાવો. ત્યાર બાદ હનુમાન ચાલિસાનો પાઠ કરો આ ઉપાય કરવાથી બજરગબલી પ્રસન્ન થાય છે. અને રાહવામા આવનાર તમામ બાધા દુર થાય છે.
આર્થિક સકટથી છુટકારો મેળવા માટે મંગળવારના દિવસે વાંદરાને ગોળ, ચણા મગફળી અથવા કેળા ખવડાવો. આ શક્ય ના હોય તો કોઇ ગરીબ કે જરુરિયાત મંદને આ વસ્તુનુ દાન કરો. આ ઉપાયને 11 મંગળવાર સુધી કરવાથી આર્થિક તગી દુર થાય છે.
મંગળવારના દિવસે રામ રક્ષા સ્ત્રોતનું પઠન કરો. આનાથી હનુમાનજીની કૃપાથી તમામ સમસ્યા દુર થાય છે.
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારે સાંજે હનુમાનજી કેવડાના ઇત્ર અે ગુલાબની માળા ચઢાવો.
મંગળવારના દિવસે જવના લોટ કાળા તલ અને તેલ મેળવીને એક રોટલી બનાવીને આ રોટલીને તેલ અને ગોળમાં ચોપડીને નજર લાગનાર વ્યક્તિ કે બાળક પરથી સાત વાર ઉતારીને ભેસને ખવડાવી દો તેનાથી ખરાબ નજર ઉતરી જાય છે.












Click it and Unblock the Notifications
