Dream Catcher : ભયાનક સપનાથી મળશે છૂટકારો, ઘરમાં લગાવો ડ્રીન કેચર
Dream Catcher : ડ્રીમ કેચર એક લાડકીનું ગોળ બંગડી જેવું હોય છે, જેમાં જાળ વણેલી હોય છે. જેને પીંછા, મોતી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ડ્રીમ કેચર ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે.
Dream Catcher : ડ્રીમ કેચર મુળરૂપથી અમેરિકન પરંપરાનો એક ભાગ છે. વર્તમાન સમયમાં સમગ્ર દુનિયામાં આ પરંપરા અપનાવામાં આવે છે. ઘણા દેશોમાં આ પરંપરા પોતાની રીતે અપનાવવામાં આવી છે. આ ડ્રીમ કેચર ઘણું લોકપ્રિય થઇ ગયું છે. શું તમે જાણો છો કે આ ડ્રીમ કેચર શું છે? આજે આપણે આ ડ્રીમ કેચર વિશે જાણીશું.

ડ્રીમ કેચર શું છે?
ડ્રીમ કેચર ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. દુઃસ્વપ્નોથી બચવા માટે ફેંગ શુઇમાં ડ્રીમ કેચરનેવિગતવાર સમજાવવામાં આવ્યું છે.
ડ્રીમ કેચર એક લાડકીનું ગોળ બંગડી જેવું હોય છે, જેમાં જાળ વણેલી હોય છે. જેને પીંછા, મોતી અનેકિંમતી પથ્થરોથી સજાવવામાં આવે છે.

ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે
ફેંગશુઈ અનુસાર, જે લોકો પોતાના ઘરમાં ડ્રીમ કેચર લગાવે છે, તેમના ઘરની અને પરિવારની નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. આસાથે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
ફેંગશુઈ અનુસાર, જે લોકોને વારંવાર ખરાબ અને ડરામણા સપના આવે છે, તેઓએપોતાના ઘરમાં ડ્રીમ કેચર લગાવવા જોઈએ. આમ કરવાથી તે વ્યક્તિ ખરાબ સપનાથી છૂટકારો મેળવી શકે છે.

ડ્રીમ કેચરને ક્યાં લટકાવવું
ફેંગશુઈ અનુસાર, ડ્રીમ કેચરને બાલ્કની, આંગણા અથવા બારીમાં લટકાવવું જોઈએ. કારણ કે, તે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અનેતમને નકારાત્મક વિચારો અને ઊર્જાથી બચાવે છે.

ડ્રીમ કેચર લગાવતી વખતે રાખો આ વાતનું ધ્યાન
ડ્રીમ કેચરને એવી રીતે મૂકવું જોઈએ કે, તેની નીચેથી કોઈ બેસે નહીં કે પસાર ન થાય, નહીં તો તે પ્રતિકૂળ અસર લાવી શકે છે અથવા તેતમારા આર્થિક વિકાસમાં અવરોધ લાવી શકે છે.

બેડરૂમ :
ડ્રીમ કેચરને બેડરૂમની બારી અથવા પલંગની નજીક મૂકી શકાય છે, જેથી તે તમને ખરાબ સપનાઓથી બચાવી શકે અને તમેસુરક્ષિત અનુભવી શકો.

લિવિંગ રૂમ :
ડ્રીમ કેચર તમારા લિવિંગ રૂમના મુખ્ય દરવાજા પર મૂકી શકાય છે. તેની સકારાત્મક ઉર્જા લોકોમાં સંવાદિતા વધારવામાં મદદકરશે.

કાર્યસ્થળ :
જો તમે તમારા કાર્યસ્થળ પર તમારી સીટ પર ડ્રીમ કેચર રાખો છો, તો તે તમને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદકરશે. આ તમને વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરશે.

કાર :
તમે તમારી કારમાં બેક વ્યુ મિરરમાં ડ્રીમ કેચર પણ મૂકી શકો છો, જેથી ડ્રાઇવિંગ કરતી વખતે તમે સકારાત્મક વિચારોથી ભરાઈ જશોઅને સુરક્ષિત રીતે તમારા ગંતવ્ય સુધી પહોંચી શકશો.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
