Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શું થાય છે, જ્યારે સ્વપ્નમાં દેખાય છે છોકરી

ઉંઘતી વખતે દરરોજ કોઇને કોઇ સ્વપ્ન તમે જરૂરથી દેખતા હશો. મોટાભાગના સ્વપ્ન તમને યાદ રહેતા હશે, પરંતુ શું તમને ખબર છે કે આ સ્વપ્ન તમારા જીવન માટે ઘણા મહત્વના હોય છે. સ્વપ્ન અથવા ઉંઘતી વખતે ઘટેલી ચેતનાની અનૂભૂતિનું તમારા જીવનમાં એક ઘણું જ મહત્વપૂર્ણ સ્થાન છે. અગાઉના લેખમાં અમે સ્વપ્નના પ્રભાવ અંગે જણાવ્યા બાદ આ જ શ્રેણીમાં વધું જણાવી રહ્યાં છે.

મોટાભાગે આપણે એ સ્વપ્ન જોઇએ છીએ, જે વિષયોની કલ્પનાઓ અને તેના પર વિચાર કરીએ છીએ, પરંતુ કેટલાક સ્વપ્ન એવા પણ હોય છે, જે અંગે આપણે ક્યારેય વિચાર્યું કે જોયું નહીં હોય અને ના તો કલ્પના કરી હશે. આ વખતે અમે સ્વપ્નમા સ્ત્રી દેખાય તો શું થાય, તે અંગે જણાવી રહ્યાં છીએ. ખરા અર્થમાં માત્ર સ્ત્રીને સ્વપ્નમાં જોવાતી કંઇ ખાસ થતું નથી. શું થશે, શું નહી, તે નિર્ભર કરે છે સ્ત્રી સ્વપ્નમાં શું કરી રહી છે, તેના પર. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ સ્વપ્નમાં છોકરી દેખાય તો શું થાય.આ પણ વાંચો ભાગ-1, ભાગ-2, ભાગ-3.

 સ્ત્રી વસ્ત્ર ઉતારતી દેખાય

સ્ત્રી વસ્ત્ર ઉતારતી દેખાય

જો કોઇ સ્ત્રી સ્વપ્નમાં પોતાના વસ્ત્ર ઉતારતી જોવા મળે તો તે સ્ત્રીએ અપમાનનો સામનો કરવો પડી શકે છે.

સ્ત્રીના ઉપવસ્ત્ર ખુલ્લા હોય

સ્ત્રીના ઉપવસ્ત્ર ખુલ્લા હોય

જો કોઇ સ્ત્રીના ઉપવસ્ત્ર ખુલ્લા દેખાય તો, તેમને ટૂંક સમયમાં સ્ત્રી સુખ પ્રાપ્ત થશે. એટલે કે તમારા લગ્ન નક્કી થશે અથવા કોઇ નવી સ્ત્રી સાથે સંબંધો બનશે.

સુંદર યુવતિ દેખાય તો

સુંદર યુવતિ દેખાય તો

જો સ્વપ્નમાં કોઇ સુંદર પરી અથવા તો સુંદર યુવતિ દેખાય તો વ્યક્તિને તેનાતી કોઇ શુભ સંકેત પ્રાપ્ત થાય છે. આવા વ્યક્તિને નિકટના ભવિષ્યમાં કોઇ સફળતાં થાય છે. તેના રોકાયેલા કાર્યો પૂર્ણ થાય છે. બીમારી દૂર થવાની સંભાવનાઓ વધે છે.

પોતાને દફનાવેલા જુએ તો

પોતાને દફનાવેલા જુએ તો

જો તમને સ્વપ્નમાં પોતે દફનાવેલા દેખાય તો આર્થિક લાભ થવાની સંભાવનાઓ છે.

અળસિયું દેખાય તો સાવધાન

અળસિયું દેખાય તો સાવધાન

જો તમને સ્વપ્નમાં અળસિયું દેખાય તો સાવધાન થઇ જાઓ કારણ કે, તમારા ગુપ્ત શત્રુઓ સક્રિય થઇને હાની પહોંચાડશે.

સ્વેટર બનાવતી સ્ત્રી

સ્વેટર બનાવતી સ્ત્રી

જો કોઇ વિવાહિત સ્ત્રીને સ્વપ્નમાં એવું દેખાય કે તે કોઇ નાના બાળકનું સ્વેટર બનાવી રહી છે, તો તેના દ્વારા જોવામાં આવેલું સ્વપ્ન જણાવે છે કે ટૂંક સમયમાં તેને સંતાન સુખ મળવાનું છે.

કોઇ મુગટ પહેરેલું દેખાય

કોઇ મુગટ પહેરેલું દેખાય

સ્વપ્નમાં કોઇ મુગટ પહેરેલું દેખાય તો ભવિષ્યમાં તમને સન્માન મળવાનું છે.

ભેંસ દેખાય તો

ભેંસ દેખાય તો

જો કોઇ બીમાર વ્યક્તિને સ્વપ્નમાં ભેંસ દેખાય અથવા કાળા લોકોને જુએ તો તેનું મૃત્યું થવાની આશંકા હોય છે.

મુર્ખતાપૂર્ણ કાર્ય

મુર્ખતાપૂર્ણ કાર્ય

જો સ્વપ્નમાં તમે કોઇ મૂર્ખતાપૂર્ણ કામ કરતા દેખાઓ તો તેનાથી કોઇ લાભ અથવા સન્માન થવાનું છે.

હત્યા કરી હોય

હત્યા કરી હોય

જો કોઇ વ્યાપારી સ્વપ્નમાં કોઇની હત્યા કરતો જોવા મળે તો, તેનાથી વ્યાવસાયિક ઉન્નતિ અને લાભ થશે.

હત્યા

હત્યા

સામાન્ય વ્યક્તિ સ્વપ્નમાં કોઇની હત્યા હત્યા કરી દે તો તેને પણ ઘનનો લાભ થશે.

સીડી ચઢતા હોવ

સીડી ચઢતા હોવ

જો સ્વપ્નમાં તમે સીડી ચઢી રહ્યા છો તો ઉન્નતિ કરશો અને સીડી ઉતરતા હોવ તો તેનો અર્થ કે તમારા વિકાસનો ગ્રાફ નીચે જશે.

મૃત સંતાનને જન્મ

મૃત સંતાનને જન્મ

જો કોઇ સ્ત્રી સ્વપ્નમાં જુએ કે અસહ્ય પીડા બાદ તેણે મૃત સંતાનને જન્મ આપ્યો છે, તો તેને ભવિષ્યમાં કષ્ટ થવાની સંભાવના છે.

મોટી ઉમરની વ્યક્તિ સાથે પ્રેમ

મોટી ઉમરની વ્યક્તિ સાથે પ્રેમ

જો સ્વપ્નમાં કોઇ પોતાની ઉમર કરતા મોટી ઉમરની વ્યક્તિને પ્રેમ કરતો દેખાય તો તેને અપમાન સહન કરવું પડી શકે છે.

ભુલભુલૈયામાં ફસાવું

ભુલભુલૈયામાં ફસાવું

જો તમે પોતાને ભુલભુલૈયામાં ફસાયેલા જુઓ તો તમને ધન સંબંધી કોઇ સંકટ આવવાનું છે.

 સફેદ રંગનો કુતરો

સફેદ રંગનો કુતરો

જો તમે તમારી જાતને કોઇ સફેદ કુતરાં પર બેસેલા જુઓ તો તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

કષ્ટ વગર પ્રસૃતિ

કષ્ટ વગર પ્રસૃતિ

જો કોઇ ગર્ભવતી સ્ત્રી સ્વપ્નમાં જુએ કે તેને કોઇપણ કષ્ટ વગર પ્રસૃતિ થઇ છે, તેનો ગર્ભપાત થઇ શકે છે, અથવા તેનું સંતાન મૃત પેદા થઇ શકે છે.

કેળાં તોડીને ખાવા

કેળાં તોડીને ખાવા

જો સ્વપ્નમાં તમે કેળાં તોડીને ખાતા દેખાઓ તો તેનાથી તમને દરેક કામમાં વિલંબ અને અવરોધનો સામનો કરવો પડશે.

હીરો અથવા હીરાનું આભૂષણ

હીરો અથવા હીરાનું આભૂષણ

જો કોઇ અવિવાહિત કન્યા સ્વપ્નમાં હીરો અથવા હીરાના આભૂષણ જુએ તો ટૂંક સમયમાં તેના લગ્ન કોઇ સારા ઘરમાં થશે.

પતિનુ પ્રતિબિંબ

પતિનુ પ્રતિબિંબ

જો કોઇ વિવાહિત સ્ત્રી દર્પણમાં પોતાના પતિનું પ્રતિબિંબ જુએ તો તેનો પતિ તેને દગો આપી શકે છે.

રાક્ષસનો સ્વાંગ

રાક્ષસનો સ્વાંગ

જો કોઇ સ્ત્રી અથવા પુરુષ કોઇ રાક્ષસનો સ્વાંગ રચતો દેખાય તો તેનો જીવનસાથી વિશ્વાસ કરવા યોગ્ય નથી હોતો.

મંદિરના પુજારી

મંદિરના પુજારી

જો સ્વપ્નમાં કોઇ મંદિરના પુજારી તમને મંદિરમાં પ્રવેશ કરતા રોકી રહ્યાં છે, તો સમજી લો કે તમને શત્રુ તમને હાનિ પહોંચાડવા પ્રયાસો કરી રહ્યાં છે પરંતુ ભગવાનની કૃપાથી તેને સફળતાં મળશે નહીં.

સાધુને જુઓ તો

સાધુને જુઓ તો

જો તમને કોઇ વૃદ્ધ વ્યક્તિ અથવા સાધુ જોવા મળે તો, તેમને કોઇ વૃદ્ધ વ્યક્તિના માધ્યમથી કોઇ મોટો લાભ થઇ શકે છે.

વાદ્ય યંત્ર

વાદ્ય યંત્ર

જો તમે સ્વપ્નમાં કોઇ વાદ્ય યંત્ર પર ધુન સાંભળી રહ્યા છો તો તમને આર્થિક લાભની સાથે કોઇ શુભ સમાચાર પણ પ્રાપ્ત થશે.

ચમકતાં બટન

ચમકતાં બટન

જો તમને સ્વપ્નમાં પોતાના વસ્ત્ર પર ચમકતું બટન દેખાય તો તેને પોતાના કર્મ ક્ષેત્રમાં સફળતાં મળશે.

સ્મશાન અથવા કબ્રસ્તાન

સ્મશાન અથવા કબ્રસ્તાન

જો સ્વપ્નમાં સાફ-સ્વચ્છ સ્મશાન અથવા કબ્રસ્તાન દેખાય તો તમારા જીવનમાં ઘરેલુ તથા વ્યવસાયિક સમસ્યાથી મુક્તિ મળવાની છે.

સિગારેટ સળગતી દેખાય

સિગારેટ સળગતી દેખાય

જો તમને સ્વપ્નમાં પોતે અથવા કોઇ અન્ય વ્યક્તિને સિગારેટથી બીજી સિગારેટ સળગાવતા જુઓ તો, ભવિષ્યમાં તમારી આર્થિક સ્થિતિ સારી થશે.

મોજા પહેરવા

મોજા પહેરવા

જો તમે સ્વપ્નમાં કોઇપણ પ્રકારના મોજા પહેરતા દેખો તો, તમને ભવિષ્યમાં સુખ-સુવિધા પ્રાપ્ત થશે.

રસાળ ફળ

રસાળ ફળ

જો તમે સ્વપ્નમાં કોઇ રસાળ ફળ ખાઇ રહ્યાં છો તો તમારા માટે કોઇ શુભ સમાચાર મળવાના છે.

સ્પર્ધામાં સફળ થવું

સ્પર્ધામાં સફળ થવું

જો તમે કોઇ લડાઇ અથવા સ્પર્ધામાં સફળ થયા છો તો, લગભગ સમસ્યાઓમાંથી તમે મુક્ત થઇ જશો.

જગથી દારૂ પીવો

જગથી દારૂ પીવો

જો તમે જગથી દારૂ પી રહ્યા છો તો અચાનક ધન લાભ થઇ શકે છે.

મિત્રતા કોઇ પ્રેતાત્મા સાથે

મિત્રતા કોઇ પ્રેતાત્મા સાથે

જો કોઇ વ્યવસાયી સ્વપ્નમાં પોતાની મિત્રતા કોઇ પ્રેતાત્મા સાથે જુએ તો તેને વ્યવસાયમાં લાભ થશે.

જાદૂગર

જાદૂગર

જો સ્વપ્નમાં કોઇ જાદૂગરને કોઇ વસ્તુ હવામા ઉડાડતા જુઓ તો આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે.

રેલવે જુઓ તો

રેલવે જુઓ તો

જો કોઇ સ્વપ્નમાં રેલવે જુએ તો તે કોઇ યાત્રા કરવાનો છે અને આ યાત્રાથી તેને લાભ પણ થશે.

મચ્છર

મચ્છર

જો કોઇ વ્યક્તિને સ્વપ્નમાં મચ્છર દેખાય તો તેને ઘણું જ શુભ માનવામાં આવે છે.

નાવડી

નાવડી

જો તમે સ્વપ્નમાં નાવડી ચલાવી રહ્યા છો તો, તમને પરિશ્રમ બાદ સફળતાં મળશે.

ડબલ ડેકર બસ

ડબલ ડેકર બસ

જો તમે સ્વપ્નમાં બે માળની બસ એટલે કે ડબલ ડેકર બસમાં મુસાફરી કરી રહ્યા છો તો તમને સન્માન મળવાનું છે.

બાળકનો જન્મ

બાળકનો જન્મ

જો તમને સ્વપ્નમાં બાળકનો જન્મ દેખાય તો વાહન ચલાવતી વખતે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X