તમારા મનોરથ સિદ્ધ કરવા રાશિ અનુસાર કરો દુર્ગા સપ્તશતીનો પાઠ

Posted By:
Subscribe to Oneindia News

શક્તિ વિના ન સંસારનું અસ્તિત્વ છે કે ન શરીરનું. શરીર તંત્રને આખુ વર્ષ યોગ્ય રીતે ક્રિયાશીલ રાખવા માટે નવશક્તિની સ્તુતિ કરવાથી સકારાત્મક ઉર્જાનું અર્જન કરવામાં આવે છે. નવરાત્રીના સમયે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અત્યંત લાભકારક રહે છે. એવું માનવામાં આવે છે કે જો નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીનો નિયમિત પાઠ વિધિ વિધાનથી કરવામાં આવે તો માતા બહુ પ્રસન્ન થાય છે. આજે અમે તેમને રાશિ પ્રમાણે કેવી રીતે પાઠ કરવો તે અંગે જણાવિશું.

Read here also : ચૈત્રી નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીના અધ્યાયોનું મહત્વ જણો!

મેષ

મેષ

તમે મંગળ પ્રધાન વ્યક્તિ છો. પરિણામે તમારામાં ગુસ્સો વધારે છે. તમે દુર્ગા સપ્તશતીના પહેલા અધ્યાનનો પાઠ કરો જેનાથી તમારા ગુસ્સા પર નિયંત્રણ આવશે.

વૃષભ

વૃષભ

તમે શુક્ર પ્રધાન જાતક છો. લાગણીઓમાં આવી હંમેશા ભૂલો કરી બેસો છો અને પાછળથી પછતાવાનો વારો આવે છે. તમારે દુર્ગા સપ્તશતીના બીજા અધ્યાયનો પાઠ નિયમિત નવ દિવસ સુધી કરવો જે તમને સુખ અને સમૃધ્ધિ અપાવશે.

મિથુન

મિથુન

તમે બુધ પ્રધાન વ્યક્તિ છો તમારા બોસ તમારાથી સંતુષ્ટ નહિં રહેતા હોય. જીવનસાથી સાથે અનબન પણ રહેતી હશે. તમને દુર્ગા સપ્તશતીના સાતમાં અધ્યાયનો પાઠ કરવાથી લાભ થશે.

કર્ક

કર્ક

તમે ચંદ્ર પ્રધાન વ્યક્તિ છો. તમે લાગણીઓ અને આવેગો પર કાબૂ મેળવી જીવનમાં સફળ થઈ શકો છો. દુર્ગા સપ્તશતીના પાંચમા અધ્યાયનો નવ દિવસ સુધી પાઠ કરવાથી જીવનમાં સફળતા મેળવી શકો છો.

સિંહ

સિંહ

તમે સૂર્ય પ્રધાન વ્યક્તિ છો. તમારા પર બુધનો પર ઘણો સારો પ્રભાવ રહેશે. નિર્ણય લેવાના અભાવને કારણે તમારા જીવનમાં મુશ્કેલીઓ આવતી રહેશે. દાંપત્યજીવન સારુ રહેશે. પરિણામે તમારે દુર્ગા સપ્તશતીના ત્રીજા અધ્યાયનો નવ દિવસ સુધી વિધિવત પાઠ કરી પોતાની મુશ્કેલીઓનું સમાધાન મેળવી શકાશે.

કન્યા

કન્યા

તમે બુધ પ્રધાન જાતક છો તમે બુધ્ધિમાન છો, હોંશિયાર છો પણ મોટા નિર્ણયો લેવામાં ગભરાવ છો. દુર્ગા સપ્તશતીના બીજા અધ્યાયના નવ દિવસ વિધિ વિધાનથી પાઠ કરવાથી તમે ચિંતા મુક્ત અને ભય મુક્ત જીવન વિતાવી શકશો.

તુલા

તુલા

તમે શુક્ર પ્રધાન વ્યક્તિ છો. જો તમારા આત્મ-વિશ્વાસ અને સાહસમાં કમી છે તો તમે દુર્ગા સપ્તશતીના છઠ્ઠા અધ્યાયનો નવ દિવસ સુધી પાઠ કરો, જેનાથી તમને જરૂર લાભ થશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

તમે મંગળ પ્રધાન વ્યક્તિ છો. તમારા જીવનમાં મંગળનું વિશેષ મહત્વ છે. તમારે તમારા રુખા સ્વભાવ અને ગુસ્સા પર નિયંત્રણ લાવવાની જરૂર છે. દુર્ગા સપ્તશતીના આઠમાં અધ્યાયનો નવ દિવસ વિધિ વિધાનથી પાઠ કરવાથી તમે તમારા વ્યવહારમાં શાલીનતા અને મધુરતા લવી જીવન સુખમય બનાવી શકશો.

ધન

ધન

તમારી રાશિનો સ્વામી ગુરુ છે. જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ તમને પાપી થઈ પીડા આપી રહ્યો હોવ તો તમે દુર્ગા સપ્તશતીના અગિયારમાં અધ્યાયનો નવ દિવસ સુધી પાઠ કરો. તમારો પિડિત ગ્રહ શુભ ફળ આપવા લાગશે.

મકર

મકર

તમારા જીવન પર શનિની છાયા રહેશે. તમે આડંબર અને અન્યાયના ઘોર વિરોધી રહેશો. પરિણામે તમારા વિરોધી બનવામાં વાર નહિં લાગે. તમે દુર્ગા સપ્તશતીના આઠમાં અધ્યાયનો નવ દિવસ સુધી પાઠ કરો તમને લાભ જરૂર મળશે.

કુંભ

કુંભ

તમારા પર વધુ કરીને શનિનો પ્રભાવ રહેશે. શનિ ન્યાયનો સ્વામી છે. જીવનમાં સુખ અને સમૃધ્ધિ મેળવવા માટે તમે દુર્ગા સપ્તશતીના ચૌથા અધ્યાયનો નવ દિવસ સુધી પાઠ કરો.જેનાથી માતાજી તમારા પર પ્રસન્ન થશે અને તમારી ઇચ્છાપૂર્તિ થશે.

 મીન

મીન

તમે ગુરુ પ્રધાન વ્યક્તિ છો. વેપાર અને લગ્નમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે તમે દુર્ગા સપ્તશતીના નવમાં અધ્યાયનો નવ દિવસ સુધી પાઠ કરો. જેનાથી તમને લાભ મળશે.

English summary
Devotees worship the deity in his or her own way during Navratri. Whatsoever the method is, the ultimate aim to worship the Goddess is to please her and receive her blessings.
Please Wait while comments are loading...