For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અઠવાડિયાના કયા દિવસે થયો છે તમારો જન્મ, જાણો પ્રભાવ

જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ વ્યક્તિના ભવિષ્ય વિશે જાણવા માટે તે વ્યક્તિના જન્મની તારીખ અને સમય ખૂબ મહત્વનો સાબિત થાય છે.

|
Google Oneindia Gujarati News

જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ વ્યક્તિના ભવિષ્ય વિશે જાણવા માટે તે વ્યક્તિના જન્મની તારીખ અને સમય ખૂબ મહત્વનો સાબિત થાય છે. એવું પણ કહેવાય છે કે વ્યક્તિ કયા વારે જન્મ્યો છે, તેની પણ જીવન પર અસર પડે છે. જે વારના દિવસે વ્યક્તિનો જન્મ થયો હોય તેની અસર પર્સનાલિટી પર પડે છે.

આ આર્ટિકલ દ્વારા જાણો કે અઠવાડિયાના જુદા જુદા દિવસનું શું મહત્વ છે અને તે દિવસે જન્મ થવાની જીવન પર શું અસર પડે છે.

આ પણ વાંચો: આ રાશિના લોકો સાથે ટક્કર નથી આસાન, તેમની હરિફાઈ છે જબરજસ્ત

પહેલા જાણો દિવસ અને જ્યોતિષ સાથે તેનું કનેક્શન

પહેલા જાણો દિવસ અને જ્યોતિષ સાથે તેનું કનેક્શન

સૂર્ય રવિવારનો સ્વામી છે, તો ચંદ્ર સોમવાર, મંગળ ગ્રહ મંગળવાર પર પ્રભાવી છે. બુધવારે બુધ, ગુરુવારે ગુરુ, શુક્રવારે શુક્ર અને શનિવારે શનિની અસર પડે છે.

સોમવાર

સોમવાર

જે વ્યક્તિઓ આ દિવસે જન્મ્યા છે, તેમાંના મોટા ભાગે આત્મ પ્રેરિત હોય છે. તેઓ પોતાના દયાળુ અને સારા સ્વભાવ માટે જાણીતા હોય છે. આવા લોકો પોતાની ખુશી અને ગમ બંને સ્થિતિને સારી રીતે હેન્ડલ કરે છે. શરૂઆતના સમયમાં તેમનું ધ્યાન ભણવામાં નથી રહેતું, પરંતુ પાછળથી તેઓ કાબુ મેળવી લે છે.

મંગળવાર

મંગળવાર

જે લોકોનો જન્મ મંગળવારે થયો હોય, તેવો ગુસ્સાવાળા હોય છે. એટલે જ મોટાભાગે તેમને પોતાના ગમતા લોકોથી દૂર થવું પડે છે. આવા લોકોને જીવનભર ઈગોની તકલીફ રહે છે.

બુધવાર

બુધવાર

બુધવારના દિવસે જન્મેલા લોકો ધાર્મિક અને આધ્યાત્મિક હોય છે. ભગવાન પર વિશ્વાસ કરવાને કારણે તેઓ હંમેશા જમીન પર રહે છે અને કોઈ પણ નકારાત્મક કામ કરવાથી દૂર રહે છે. તેઓ પોતાના કામને પ્રાથમિક્તા આપે છે, તેમને મૂર્ખ બનાવવા સહેલા નથી હોતા.

ગુરુવાર

ગુરુવાર

જે લોકોનો જન્મ ગુરુવારે થયો હોય તેમની પર્સનાલિટી એક સમજદાર અને રોમાંચ પસંદ કરનાર વ્યક્તિની હોય છે. તેઓ મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાંથી સહેલાઈથી નીકળી શકે છે. તેમને પોતાના મિત્રો અને પરિવારનો પ્રેમ તેમજ સમર્થન જીવનભર મળે છે. તેઓ ખૂબ જ નસીબવાળા હોય છે, કારણ કે તેમનું નસીબ હંમેશા તેમના પક્ષમાં રહેતું હોય છે.

શુક્રવાર

શુક્રવાર

શુક્રવારે જનમનાર લોકોને તમે તેમના જિંદાદિલ અને ખુશમિજાજી સ્વભાવને કારણે ટોળામાંથી પણ અલગ તારવી શકો છો. તેઓ પોતાની આસપાસના વ્યક્તિઓને પ્રભાવિત કરે છે. તો બીજી તરફ કોઈ મુશ્કેલી આવે ત્યારે તેઓ સહનશીલતા દર્શાવે છે. તેઓ મજબૂત ઈરાદાવાળા વ્યક્તિ હોય છે.

શનિવાર

શનિવાર

જે લોકોનો જન્મ શનિવારે થયો હોય, તેમને વેપાર, ખેતી કે ટેક્નોલોજીમાં વધુ રસ હોય છે. તેઓ પોતાના શરૂઆતના દિવસોમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરે છે, પરંતુ બાદમાં આસપાસના લોકોથી સાવધાન રહેવાનું શીખી જાય છે. તો આ દિવસે જન્મેલા લોકોના પોતાના માતા-પિતા અને ભાઈ બહેન સાથે સારા સંબંધો નથી રહેતા.

રવિવાર

રવિવાર

રવિવારે જન્મેલા લોકો એક્ટિવ નથી હોયા. તેઓ દરેક કામમાં પાછળ રહી જાય છે, પરંતુ કિસ્મત તેમને સાથ આપે છે. આ ઉપરાંત સામાજિક રીતે તેઓ થોડા શરમાળ હોય છે.

English summary
Find Out How The 'Day Of Your Birth' Is Influencing Your Life?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X