For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ganesha Festival 2022: 31 ઓગસ્ટે ગણેશ ચતુર્થી, જાણો વિઘ્નહર્તા કેમ કહેવાય છે 'આદિપૂજ્ય'?

તમે જાણો છો કે ગણેશજીને 'આદિપૂજ્ય' કહેવામાં આવે છે. તેમને પ્રથમ ભગવાનના આશીર્વાદ મળ્યા છે. ચાલો જાણીએ કે તેમને 'આદિપૂજ્ય' કેમ કહેવામાં આવે છે?

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આખો દેશ અત્યારે ગણેશ ઉત્સવની તૈયારી કરી રહ્યો છે. આ વખતે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટે છે. આ દસ દિવસનો તહેવાર 9 સપ્ટેમ્બર એટલે કે અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે વિધ્નહર્તાનો તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, હૈદરાબાદમાં ઉજવવામાં આવે છે. બાળકો અને વૃદ્ધો, દરેક લોકો બાપ્પાની ઉજવણી માટે ખૂબ જ ઉત્સાહિત છે. તમે જાણો છો કે ગણેશજીને 'આદિપૂજ્ય' કહેવામાં આવે છે. તેમની પૂજા બધા દેવતાઓની પહેલા કરવામાં આવે છે. તેમને પ્રથમ ભગવાનના આશીર્વાદ મળ્યા છે. ચાલો જાણીએ કે તેમને 'આદિપૂજ્ય' કેમ કહેવામાં આવે છે?

દેવતાઓમાં ઝઘડો થવા લાગ્યો

દેવતાઓમાં ઝઘડો થવા લાગ્યો

વાસ્તવમાં તેની પાછળ એક રસપ્રદ કિસ્સો છે. કહેવાય છે કે એક વખત દેવતાઓ વચ્ચે ઝઘડો થયો કે પહેલા કોની પૂજા કરવી જોઈએ. કેટલાક પોતાને શ્રેષ્ઠ કહેતા હતા, કેટલાક પોતાને સર્વશ્રેષ્ઠ કહેતા હતા. ઝઘડો વધતો જતો હતો ત્યારે નારદ મુનિ ત્યાંથી પસાર થતા હતા. તેમણે કહ્યુ કે એકબીજામાં લડવાનો કોઈ અર્થ નથી. તમે બધા ભગવાન શિવ પાસે જાઓ, તે શ્રેષ્ઠ છે અને તે તેનો જવાબ આપશે.

શ્રીગણેશે શિવ-પાર્વતીની પરિક્રમા કરી

શ્રીગણેશે શિવ-પાર્વતીની પરિક્રમા કરી

નારદ મુનિની વાત સાંભળીને બધા દેવગણ ભોલેનાથના શરણમાં પહોંચ્યા ત્યારે શિવે કહ્યુ કે તમે લોકો તમારી સવારી લઈને આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરીને આવો. પરિક્રમા કર્યા પછી જે પ્રથમ આવશે તેનો વિજય થશે. આ સાંભળીને બધા દેવતાઓ બ્રહ્માંડની પરિક્રમા કરવા માટે તેમની સવારી પર નીકળી પડ્યા પરંતુ ભગવાન શ્રી ગણેશે શિવ-પાર્વતીની પરિક્રમા શરૂ કરી અને સાત પરિક્રમા કર્યા પછી શિવ-પાર્વતીની સામે હાથ જોડી ઊભા રહ્યા.

બધા દેવતાઓ બ્રહ્માંડના ચક્કર લગાવીને આવ્યા

બધા દેવતાઓ બ્રહ્માંડના ચક્કર લગાવીને આવ્યા

પુત્રના આ કૃત્ય પર શિવ અને પાર્વતી બંને હસી પડ્યા પરંતુ તેઓ કંઈ બોલ્યા નહિ. થોડીવાર પછી બધા દેવતાઓ બ્રહ્માંડનુ ચક્કર લગાવીને આવ્યા અને બધા પરિણામની રાહ જોવા લાગ્યા. ત્યારે ભગવાન શિવે કહ્યુ કે 'તમે બધા ખૂબ જ સ્માર્ટ છો અને તમે બધાએ બ્રહ્માંડની પરિક્રમા કરીને તમારી બહાદુરી બતાવી છે, તેમાં કોઈ શંકા નથી કે તમે બધા બહાદુર, પરાક્રમી અને સ્માર્ટ છો પરંતુ 'આદિ પૂજ્ય' બનવાને લાયક ભગવાન ગણેશ છે.'

દેવતાગણે સવાલ કર્યો 'કેમ'?

દેવતાગણે સવાલ કર્યો 'કેમ'?

આ સાંભળીને બધા દેવતાઓએ પૂછ્યુ કેમ? તો તેના પર શિવશંકરે કહ્યુ કે માતા અને પિતાનો દરજ્જો સમગ્ર બ્રહ્માંડમાં સર્વોચ્ચ છે. પરાક્રમી હોવાની સાથે ગણેશજીએ બુદ્ધિમત્તા પણ બતાવી અને તેમણે પોતાના માતા-પિતાની આસપાસ ચક્કર લગાવીને જ આશીર્વાદ માંગ્યા. તેથી આજથી તેમને જ્ઞાનના દેવતા અને 'આદિ પૂજ્ય' તરીકે પૂજવામાં આવશે. ભોલેનાથની આ વાતથી બધા દેવતાઓ સંપૂર્ણ રીતે સંતુષ્ટ થઈ ગયા અને તેમણે તરત જ ભગવાન ગણેશને હાથ જોડીને નમસ્કાર કર્યા.

English summary
Ganesha Chaturthi on 31st August. know why Vighnaharta is called 'Adipujya'?. here is full details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X