Ganesh Visarjan: શું પંચકમાં ન કરવુ જોઈએ ભગવાન ગણેશની પ્રતિમાનુ વિસર્જન? જાણો અહીં
પંચક લાગતા પહેલા જ ભગવાન ગણેશની પૂજા-અર્ચના સાથે તેમનુ વિસર્જન કરી દેવુ જોઈએ?
નવી દિલ્લીઃ દેશભરમાં ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. 10 દિવસીય આ તહેવારમાં લોકો પોતાના ઘરે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે અને પછી તેમનુ વિસર્જન કરે છે. ગણેશ ચતુર્થી, ગણેશ ઉત્સવ, વિનાયક ચતુર્થી સહિત ઘણા નામોથી આ તહેવારને ઓળખવામાં આવે છે અને અલગ-અલગ જગ્યાએ વિવિધ માન્યતાઓ છે. સામાન્ય રીતે આ ઘણી જગ્યાએ એ ધારણા છે કે પંચક લાગતા પહેલા જ ભગવાન ગણેશની પૂજા-અર્ચના સાથે તેમનુ વિસર્જન કરી દેવુ જોઈએ.

પંચકમાં ગણેશ વિસર્જન
આજે એટલે કે શનિવારે બપોરે 4.30 વાગ્યાથી પંચક લાગવાનુ છે અને ઘણા ક્ષેત્રોમાં ભગવાન ગણેશની મૂર્તિનુ ધામધૂમથી વિસર્જન કરવામાં આવી રહ્યુ છે. જો કે ભગવાન ગણેશની વિદાયમાં પંચકને અડચણ માનવામાં આવતુ નથી પરંતુ ઘણા લોકોમાં એવી માન્યતા છે. ઘણી જ્યોતિષાચાર્યો અને જ્યોતિષ વિશેષજ્ઞોને કહેવુ છે કે શુભ કાર્યો જેવા દેવતાઓની પૂજા અન્ય કાર્યોમાં પંચક પર વિચાર નથી કરવામાં આવતો. શાસ્ત્રોમાં ક્યાંય આ વાતનો ઉલ્લેખ નથી કે શુભ કાર્ય દરમિયાન પંચક અડચણ બને છે. જો કે અમુક કાર્યોમાં પંચકનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
ઘનિષ્ઠા તૃતીય ચરણથી રેવતી નક્ષત્ર સુધી પંચકનો પ્રભાવ માનવામાં આવે છે જ્યારે ચંદ્રમા કુંભ અને મીન રાશિ પર રહે છે ત્યારે એ વખતને પંચક કહેવામાં આવે છે. પ્રભાવ કાળમાં શબના દાહ સંસ્કાર, દક્ષિણ દિશામાં યાત્ર, લાકડા કાપવા, તૃણ તોડવા, લાકડી તેમજ તૃણ એકત્ર કરવા જેવા કાર્યો વર્જિત માનવામાં આવે છે. જ્યારે શુભ કાર્યો, દેવ પૂજન, ગૃહ પ્રવેશ, પ્રતિષ્ઠાનનો શુભારંભ, યજ્ઞોપવિત, વાહન લેવુ,, ધાર્મિક યાત્રાઓ તેમજ શુભ કાર્ય વર્જિત માનવામાં આવ્યા નથી. ભગવાન ગણેશના દસ દિવસીય પર્વ પર વિદાયની વેળામાં તેમના વિસર્જન માટે પંચકને અડચણ માનવી ખોટી ધારણા છે.
ગણેશ આરતી
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા.
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા એક દંત દયાવંત, ચાર ભુજાધારી માથે પે સિંદૂર, મૂસે કી સવારી.
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા અંધન કો આંખ દેત, કોઢીન કો કાયા. બાંજન કો પુત્ર દેત, નિર્જન કો માયા.
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા હાર ચઢે, ફુલ ચઢે ઔર ચઢે મેવા.
લડ્ડુઅન કા ભોગ લગે, સંત કરે સેવા.
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા દીનન કી લાજ રખો, શંભુ સુતવારી.
કામના કો પૂર્ણ કરો, જગ બલિહારી. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા












Click it and Unblock the Notifications
