For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gupt Navratri 2020: 25 જાન્યુઆરીથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ, જાણો ખાસ વાતો

ગુપ્ત નવરાત્રીઓ માઘ અને મે અને અષાઢ માસમાં આવે છે. ગુપ્ત નવરાત્રીઓનું મહત્વ ચૈત્ર અને શારદીય નવરાત્રીથી પણ વધુ હોય છે. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ શક્તિ, સાહસ, જ્ઞાન, સૌંદર્ય, મમત્વ અને સુખ પ્રદાન કરનાર દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે વર્ષના સૌથી પવિત્ર અને સિદ્ધ દિવસ નવરાત્રીના હોય ચે. નવરાત્રિના નવ દિવસમાં દેવી પોતાના ભક્તો અને સાધકોની નિષ્કામ ભક્તિથી પ્રસન્ન થઈ તેમના પર પૂર્ણ કૃપા વરસાવવા માટે આતુર રહે છે. જે લોકો જીવનમાં ધન, માન, સુખ, સંપત્તિ, વૈભવ અને સાંસારિક સુખ મેળવવા માંગે છે, તેમણે નવરાત્રીમાં દેવીના સિદ્ધ દિવસોમાં સાધના કરવી જોઈએ.

વર્ષમાં 4 નવરાત્રી આવે છે

વર્ષમાં 4 નવરાત્રી આવે છે

વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. બે પ્રકટ રૂપમાં અને બે ગુપ્ત રૂપમાં. પ્રકટ રૂપે નવરાત્રીઓ ચૈત્ર અને શારદીય નવરાત્રી કહેવાય છે અને ગુપ્ત નવરાત્રીઓ માઘ અને મે અને અષાઢ માસમાં આવે છે. ગુપ્ત નવરાત્રીઓનું મહત્વ ચૈત્ર અને શારદીય નવરાત્રીથી પણ વધુ હોય છે, કેમ કે આમાં દેવી પોતાના પૂર્ણ સ્વરૂપમાં વિદ્યમાન રહે છે જે પ્રકટ રૂપમાં નથી હોતા. ગુપ્ત નવરાત્રીમાં દેવીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોક્ત અને તાંત્રોક્ત બંને તરફથી પૂજા અને ઉપાય કરવામાં આવે છે. પરંતુ ગુપ્ત નવરાત્રીમાં તાંત્રોક્ત ઉપાય વધુ કરવામાં આવે છે. આમાં સૌથી જરૂરી અને મહત્વપૂર્ણ વાત એ છે કે સાધકોને પૂર્ણ સંયમ, નિયમ અને સુદ્ધતાથી દેવીની આરાધના કરવાની હોય છે.

સર્વાર્થસિદ્ધિ યોગ

સર્વાર્થસિદ્ધિ યોગ

વર્ષ 2020ની પ્રથમ ગુપ્ત નવરાત્રી માહ શુક્ પ્રતિપદા 2 જાન્યુઆરી, શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે, જે માહ શુક્લ નવમી 3 ફેબ્રુઆરી સોમવારે પૂર્ણ થશે. ગુપ્ત નવરાત્રિ સામાન્ય રીતે ઉત્તરી ભારત જેવા હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને તેની આસપાસના પ્રદેશોમાં મોટા પાયે ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીમાં પણ નવ દિવસ સુધી ક્રમાનુસાર દેવીના નવ સ્વરૂપની પૂજ કરવામાં આવે છે. નવરાત્રી પ્રારંભ થયાના દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ પણ બની રહ્યો છે, જે શુભકારી યોગ છે.

તંત્ર-મંત્ર સિદ્ધિ માટે ખાસ દિવસ

તંત્ર-મંત્ર સિદ્ધિ માટે ખાસ દિવસ

જે સાધક તંત્ર-મંત્રની સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે તેમના માટે ગુપ્ત નવરાત્રીનો દિવસ બહુ ખાસ હોય છે. આમાં તે સાધકો ગુપ્ત સ્થાન પર રહેલ દેવીના વિવિધ સ્વરૂપોની સાથે દસ મહાવિદ્યાઓની સાધનામાં લીન રહે છે.

ગૃહસ્થો માટે વિશેષ

ગૃહસ્થ સાધક જે સાંસારિક વસ્તુઓ, ભોગ-વિલાસના સાધન, સુખ-સ્મૃદ્ધિ અને નિરોગી જીવન પામવા માંગે છે તેમણે આ નવ દિવસમાં દુર્ગાસપ્તશતીનો પાઠ કરવો જોઈએ. જો આટલો સમય ના હોય તો સપ્તશ્લોકી દુર્ગાનો પ્રતિદિન પાઠ કરો. દેવીને પ્રસન્ન કરવા માટે વધુ સાધનાની પૂર્ણતા માટે નવ દિવસમાં લોભ, ક્રોધ, મોહ, કામ-વાસનાથી દૂર રહેતા માત્ર દેવીનું ધ્યાન ધરવું જોઈએ. કન્યાઓને ભોજન કરાવો, તેમને યથાશક્તિ દાન-દક્ષિણા, વસ્ત્ર ભેટ કરો.

આ છે નવ દિવસ

આ છે નવ દિવસ

25 જાન્યુઆરી શનિવાર- પ્રતિપદા- ઘટ સ્થાપના અને મા શૈલપુત્રીની પૂજા

26 જાન્યુઆરી રવિવાર- દ્વિતીયા- મા બ્રહ્મચારિણી પૂજન

27 જાન્યુઆરી સોમવાર- તૃતીયા અહોરાત્ર, રવિયોગ

28 જાન્યુઆરી મંગળવાર- તૃતીયા- મા ચંદ્રઘંટા પૂજા, ગૌરી તૃતીયા

29 જાન્યુઆરી બુધવાર- મા કુષ્માંડા પૂજા, રવિયોગ

30 જાન્યુઆરી ગુરુવાર- મા સ્કંદમાતા પૂજા, વસંદ પંચમી, સરસ્વતી પૂજન, બુધ ઉદય પશ્ચિમમાં

31 જાન્યુઆરી શુક્રવાર- મા કાત્યાયની પૂજા, શનિ ઉદય, અમૃત સિદ્ધિ યોગ

1 ફેબ્રુઆરી શનિવાર- મા કાલરાત્રિ પૂજા, નર્મદા જયંતી, રથ આરોગ્ય સપ્તમી

2 ફેબ્રુઆરી રવિવાર- મા મહાગૌરી પૂજા, દુર્ગા અષ્ટમી, ભીષ્માષ્ટમી

3 ફેબ્રુઆરી સોમવાર- મા સિદ્ધિદાત્રી પૂજા, નવરાત્રી પૂર્ણાહુતિ.

આ પણ વાંચોઃ જાણો કોણ છે વકીલ સીમા, જેણે નિર્ભયાના હેવાનોને ફાંસી સુધી પહોંચાડ્યાઆ પણ વાંચોઃ જાણો કોણ છે વકીલ સીમા, જેણે નિર્ભયાના હેવાનોને ફાંસી સુધી પહોંચાડ્યા

English summary
Gupt navratri 2020 starting from 25th january, know importance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X