
Guru Purnima 2020: જે પ્રકાશ તરફ લઇ જાય, તે ગુરુ
નવી દિલ્હીઃ સનાતન સંસ્કૃતિમાં ગુરુનો દરજ્જો ઇશ્વરથી પણ ઉપર માનવામાં આવ્યો છે, કેમ કે ગુરુજ મનુષ્યને ઇશ્વર સુધી પહોંચાડવાનો માર્ગ દેખાડે છે. આપણી સંસ્કૃતિમા માતાને સૌથી પહેલો ગુરુ માનવામાં આવ્યો છે, જે બાદ પિતા, શિક્ષક અને આ પ્રકારે અન્ય ગુરુઓનું સ્થાન આવે છે. ગુરુ જ કોઇ મનુષ્યને સાચો માર્ગ દેખાડી તેને મોક્ષનો માર્ગ પ્રદાન કરાવી શકે છે. ગુરુનું ઋણ ક્યારેય ચૂકવી ના શકાય, પરંતુ એક દિવસ એવો હોય છે જે દિવસે ગુરુ પ્રત્યે સમ્માન પ્રગટ કરવામાં આવે છે. આ દિવસ હોય છે ગુરુ પૂર્ણિમાનો દિવસ.

5 જુલાઇએ ગુરુ પૂર્ણિમા
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમાના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે 5 જુલાઇને રવિવારે ગુરુ પૂર્ણિમા આવી રહી છે. આ દિવસે આપણા ગુરુની પૂજા કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. ગુરુ પૂજાનો આ દિવસ એટલા માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે કેમ કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ પણ થયો છે. મહર્ષિ વેદ વ્યાસ જ મહાન ગ્રંથ મહાભારતના રચયિતા છે. વેદ વ્યાસ જ તમામ 18 પુરાણોના રચયિતા પણ છે. તેમને આદિગુરુ કહેવામાં આવે છે માટે તેમના નામથી આ પૂર્ણિમાન વ્યાસ પૂર્ણિમા પણ કહવામાં આવે છે.

ગુરુ કેમ બનવા જોઇએ
ગુરુ એટલે જે આપણને અંધકારથી પ્રકાશ તરફ લઇ જાય, મૂઢતાથી બુદ્ધિ તરફ લઇ જાય, જડતાથી ચૈતન્ય તરફ લઇ જાય, ખોટાથી સાચા તરફ લઇ જાય તેજ ગુરુ છે. ગુરુ કોઇ હાડ-માંસના માણસનું નામ નથી, ગુરુ એક જીવંત જ્યોતિ છે, પછી તે કોઇ માણસ હોય શકે અથવા તો કોઇ પ્રકૃતિ હોય શકે. ભગવાન દત્તાત્રેયે પોતાના જીવનમાં 24 ગુરુ બનાવ્યા હતા જેમાં પૃથ્વી, પશુ- પક્ષી, વૃક્ષોને પણ તેમણે ગુરુ માન્યા હતા. મટાભાગના લોકો પૂછે છે કે ગુરુ કેમ બનાવવા જોઇએ. તો તેનો સીધો જવાબ બ્રહ્મલીન સ્વામી અખંડાનંદ મહારાજ આપે છે કે જ્યાં સુધી તમને જરૂરત નથી ત્યાં સુધી ગુરુ બનાવવાની જરૂરત નથી. જ્યારે અંદરથી અવાજ આવે કે ગુરુ બનાવવા જોઇએ ત્યારે જ ગુરુ બનાવો. કેટલાક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે સાધક મંત્ર સિદ્ધિ અથવા અન્ય સાધનાઓ કરવાની કામના રાખે છે, તેમણે ગુરુ દીક્ષા જરૂર લેવી જોઇએ. ગુરુ દીક્ષા વિના સાધનામાં સફળતા નથી મળતી.

ગુરુ પૂજન કેવી રીતે કરશો
જો તમારા ગુરુ જીવિત છે તો ગુરુ પૂર્ણિમાના દિવસે તેમની પાસે જઇ જળથી તેમના ચરણ ધોવા અને કુમકુમ, ચોખા, ચંદન, પુષ્પ વગેરેથી ગુરુના ચરણની પૂજા કરો. ગુરુ પાસે કોઇ ભેટ જરૂર લઇ જવી. સામાન્ય દિવસમાં પણ જો તમે ગુરુને મળવા જઇ રહ્યા છો તો ખાલી હાથ ના જવું જોઇએ. ગુરુને તમારી ક્ષમતા મુજબ વસ્ત્ર, તેમની જરૂરિયાતનો સામાન, મિષ્ઠાન, ફળ વગેરે ભેટ કરો. આ ભેટ ગુરુ દક્ષિણના રૂપમાં હોય ચે. તેમના આશિર્વાદ પ્રાપ્ત કરો. જો તમારા ગુરુ જીવિત નથી તો તેમના ચરણ પાદુકા અથવા ફોટો, પ્રતિમાની પૂજા કરો. તેમના નામે ગરીબોને વસ્ત્ર- અન્ય વગેરે ભેટ કરો.

ગુરુ પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણ
અષાઢ પૂર્ણિમા પર 5 જુલાઇના રોજ માંદ્ય ચંદ્ર ગ્રહણ પડશે. ભારતીય સમય મુજબ તેનો સ્પર્શ સવારે 8.37 વાગ્યે અને મોક્ષ દિવસમાં 11.22 વાગ્યે થશે. આ ગ્રહણની કુલ અવધિ 2 કલાક 45 મિનિટ હશે. આ ગ્રહણ ભારત, ઓસ્ટ્રેલિયા, ઇરાક, ઇરાન, રશિયા ચીનને છોડી અન્ય દેશોમાં જોવા મળશે. આ ગ્રહણનું ધાર્મિક દ્રષ્ટિએ કઇ મહત્વ નથી. આમાં કોઇપણ પ્રકારના નિયમ, સૂતક વગેરે માન્ય નહિ હોય.
મા ચંડિકા અને દાનવીર કર્ણની એક અવિશ્વસનીય કથા, આ મંદિરમાં દરેક મનોકામના પૂર્ણ થાય છે