Guru Surya Yuti : 12 વર્ષ બાદ થશે ગુરુ-સૂર્યની યુતિ, કર્ક, મકર અને ધન રાશિને થશે લાભ
Guru Surya Yuti : વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળામાં એક રાશિમાંથી અન્ય રાશિમાં ગોચર કરે છે. આ સાથે એક રાશિમાં ઘણીવાર એકથી વધુ ગ્રહો એકઠા થાય છે, ત્યારે યુતિ કે સંયોગ સર્જાય છે. જેનાથી ઘણીવાર રાજયોગ કે વિષયોગ પણ સર્જાય છે. જેની અસર તમામ રાશિ પર પડે છે.
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, નિયમિત અંતરાલમાં, બે કે તેથી વધુ ગ્રહો કોઈપણ એક રાશિમાં ભેગા થઈને દુર્લભ સંયોજન બનાવે છે. આવો વિરલ સંયોગ બન્યો છે. 12 વર્ષ બાદ મેષ રાશિમાં ગુરુ-સૂર્યનો સંયોગ બની રહ્યો છે. સૂર્ય-ગુરુનો સંયોગ તમામ 12 રાશિઓને અસર કરશે, પરંતુ સૂર્ય-ગુરુના સંયોગનું શ્રેષ્ઠ અને શુભ પરિણામ 3 રાશિઓ પર આવશે.

કર્ક રાશિ - જે રાશિના જાતકોની રાશિ કર્ક છે, તેમના માટે સૂર્ય-ગુરુનો યુતિ ખૂબ જ શુભ સાબિત થઈ રહ્યો છે. આ રાશિના લોકોને હવે લગભગ તમામ કાર્યોમાં સારી સફળતા મળવાની સંભાવના છે. ભાગ્યના સારા સાથને કારણે નોકરી-ધંધામાં સારી પ્રગતિના સંકેત મળી રહ્યા છે.
કારકિર્દીની દ્રષ્ટિએ, તમે નવી ઊંચાઈ પ્રાપ્ત કરશો. નોકરી કરતા લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે અને પહેલાની સરખામણીમાં આવકમાં સારો વધારો થશે. આ સાથે તમને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. આ સમય દરમિયાન પૈસાની આવક પહેલા કરતા વધી શકે છે.
ધન રાશિ - વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કુંડળીના પાંચમા ઘરમાં ગુરુ અને સૂર્યનો સંયોગ ધન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સમય દરમિયાન તમે જે કાર્યોમાં અવરોધોનો સામનો કરી રહ્યા હતા, તે કાર્યોને તમે સરળતાથી પાર કરી શકશો.
સંતાન તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. પૈતૃક સંપત્તિના વેચાણથી તમને સારો લાભ મળી શકે છે. આવકના નવા સ્ત્રોતોથી લાભ થવાની સંભાવના છે.
મકર રાશિ - મકર રાશિના જાતકો માટે તમારી કુંડળીના ચોથા ભાવમાં ગુરુ-સૂર્યનો સંયોગ થઈ રહ્યો છે. આ તમારા માટે શુભ સંકેત છે. આ સમય દરમિયાન તમારી ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થવાના સંકેતો છે.
આ સમય દરમિયાન તમે તમારા ઘરે લક્ઝરી વસ્તુઓની ખરીદી કરી શકો છો. તમને તમારી મહેનતનો પૂરો લાભ મળશે. આ સમય દરમિયાન તમને નાણાકીય લાભ માટે વધુ સારી તકો મળશે.












Click it and Unblock the Notifications
