For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Naming Ceremony: બાળકોનું નામકરણ ક્યારે કરવું, કેવી રીતે થાય છે નામ શુભ અને અશુભ?

Naming Ceremony: બાળકોનું નામકરણ ક્યારે કરવું, કેવી રીતે થાય છે નામ શુભ અને અશુભ?

|
Google Oneindia Gujarati News

Importance of Naming Ceremony: હિન્દુ ધર્મના સોળ સંસ્કારોમાં અન્ય સંસ્કારોની જેમ જ નામકરણ સંસ્કાર પણ અત્યંત મહત્વપૂર્ણ હોય ચે કેમ કે નામ જ છે જે વ્યક્તિને સંસારમાં ઓળખ અપાવે છે. તેનું જે નામ હોય છે તેનાથી જ લોકો તેને ઓળખે છે. નામથી જ વ્યક્તિ સંસારિક જીવનના બધાં કર્મ કરે છે. માટે નામકરણ સંસ્કારનું મહત્વ જણાવવામાં આવ્યું છે. નામ કેવું હોય, કેવું ના હોય તેને લઈ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં વિસ્તૃત વર્ણન મળે છે.

naming ceremony

આવો જાણીએ, નામકરણ ક્યારે કરવું અને ક્યારે નહિ

  • પર્વ તિથિ ચતુર્દશી, અષ્ટમી, અમાસ, પૂર્ણિમામાં નામકરણ ના કરવું જોઈએ
  • રિક્તા તિથિ ચતુર્થી, નવમી, ચૌદસ તિથિઓમાં નામકરણ ના કરવું જોઈએ
  • ઉપરોક્ત તિથિઓને છોડી 1, 2, 3, 5, 6, 7, 10, 11, 12, 13માં નામકરણ શુભ હોય છે.
  • શુભગ્રહો ચંદ્ર, બુધ, ગુરુ, શુક્રના વારોમાં કરવું જોઈએ
  • નામકરણ જન્મ સમયે 11મા અને 12મા દિવસે કરવું શુભ રહે છે.
  • મૃદુ સંજ્ઞક નક્ષત્ર જેવા મૃગશિરા, રેવતી, ચિત્રા, અનુરાધામાં, ધ્રુવસંજ્ઞક નક્ષત્ર ત્રણેય ઉત્તરા, રોહિણીમાં, ક્ષિપ્રસંજ્ઞક નક્ષત્ર હસ્ત, અશ્વિની, પુષ્ય અને ચર સંજ્ઞક નક્ષત્ર સ્વાતિ, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા આ 16 નક્ષત્રોમાં બાળકનું નામકરણ સંસ્કાર કરવું શુભ હોય છે.

કેવું નામ હોય છે શુભ અશુભ

  • બાળકનું નામ કુળના દેવી-દેવતાના નામ પર જ હોવું જોઈએ
  • માર્ગશીર્ષના ક્રમથી કૃષ્ણ, અનંત, અચ્યુત, ચક્રધર, વૈકુંઠ, જનાર્દન, ઉપેંદ્ર, યશપુરુષ, વાસુદેવ, હરિ, યોગીશ તથા પુંડરીકાક્ષ ના આધાર પર જ નામ રાખી શકાય છે.
  • નક્ષત્રોના તબક્કા મુજબ જે નામ અક્ષર આવે તેના પ નામ રાખવું શુભ હોય છે.
  • વ્યવહારિક નામ બે, ચાર અથા છ અક્ષરના ઉત્તમ હોય છે.
  • યશ અને માન- પ્રતિષ્ઠાની ઈચ્છા રાખનારાઓના નામ બે અક્ષરના, બ્રહ્મચર્ય તપૃપુષ્ટિની કામનાથી ચાર અક્ષરના નામ શ્રેષ્ઠ હોય છે.
  • બાળક છોકરાનું નામ વિષમ અ7ર 3, 5, 7 અક્ષરવાળા ના હોવા જોઈએ.
  • નામના પ્રારંભમાં ઘોષાક્ષર વર્ણનો ત્રીજો, ચોથો, પાંચમો અક્ષર અને હ તથા ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ, ન, બ, ભ, મ, હ અને બાદમાં ય, ર, લ, વ હોવો ઉત્તમ હોય છે.
  • કુલક્રમાગત નામ અર્થાત પિતા વગેરેના નામનો ઉત્તરાર્ધ પુત્રના નામનો ઉત્તરાર્ધ હોવો શ્રેષ્ઠ હોય છે.
  • કન્યાનું નામ વિષમ અક્ષર 3, 5 અક્ષરોનો અને કોમલ, શ્રુતિમધુર, મનોહર, માંગલિક અને ધાર્મિક હોવો શુભ હોય છે.
  • નક્ષત્ર, નદી, વૃક્ષ, પક્ષી, સાપ, સેવક, સંબંધી અને ભયંકર નામ ના હોવાં જોઈએ.
  • ઘરુલુ દુલારનું નામ સૌમ્ય, મધુર, કોમળ અને ઈચ્છાનુસાર રાખવું શ્રેષ્ઠ કહેવાય છે.

Kumbh Mela 2021: મહાકુંભના રંગમાં રંગાણી ધાર્મિક નગરી Haridwarની દિવાલો, જુઓ તસવીરોKumbh Mela 2021: મહાકુંભના રંગમાં રંગાણી ધાર્મિક નગરી Haridwarની દિવાલો, જુઓ તસવીરો

English summary
Naming Ceremony: When to name children, how are names auspicious and inauspicious?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X