આજથી ગુરુ બદલશે તેની ચાલ, જાણો તમારી રાશિ પર તેનો પ્રભાવ

દેવ ગુરુ બૃહસ્પતિ, 8 એપ્રિલના દિવસે રાતે 10:10 વાગે વક્રીથી માર્ગી થઇને 14 જુલાઇ સુધી ગુરુ માર્ગી અવસ્થામાં ફરતો રહેશે. એટલે કે બૃહસ્પતિ પોતાની ઉલ્ટી ચાલથી સીધી ચાલ શરૂ કરશે. બૃહસ્પતિ ગ્રહ જ્યોતિષમાં શુભ ગ્રહોની શ્રેણીમાં આવે છે. જ્યારે કોઇ શુભ ગ્રહ વક્રી થઇને આકાશમાં ગોચર કરે છે ત્યારે તે પોતાની શુભતા છોડીને અશુભ ફળ આપવા લાગે છે. જે મુજબ બૃહસ્પતિ પોતાનું શુભ ફળ આપવાનું ફરીથી ચાલુ કરશે.

ત્યારે આ વક્રી બૃહસ્પતિનો તમારી રાશિ પર શું પ્રભાવ પડશે તે જાણો આ સ્લાઇડરમાં.

મેષ

મેષ

ખર્ચાના કારણે આર્થિક બજટે બગડી શકે છે. સમજી વિચારીને લીધેલા નિર્ણય પર સફળ રહેશો. સ્વાસ્થય મામલે સચેત રહેજો. વિદ્યાર્થીઓનું ભણવામાં મન નહીં લાગે.

વૃષ

વૃષ

આવક કરતા જાવક વધુ રહેશે. નવા વિષયોના અધ્યન કરવામાં મન લાગશે. રોજી-રોજગારથી જોડાયેલા લોકોને રાહત. પેટ સંબંધી તકલીફો આવી શકે.

મિથુન

મિથુન

કેરિયર અને પ્રેમ સંબંધોમાં ગુરુની ચાલ સારી સાબિત થાય. નોકરીયાત વર્ગની કામમાં પ્રશંસા થાય. નિયમબદ્ધ રીતે કરેલા કામ સફળ રહે. જીવનસાથી સાથે સારો તાલમેળ બને.

કર્ક

કર્ક

શારિરીક થાક લાગ્યા કરે. બદલતા વાતાવરણના કારણે તમારું શરીર બિમાર રહે. ભાગ્ય પક્ષમાં મજબૂતી આવશે. કરેલા કાર્યોમાં લાભ મળશે.

સિંહ

સિંહ

આ સમયે કેટલાક લોકો તેવું કાર્ય પણ કરશે જેનાથી પાછળથી તેમને પસ્તાવો થશે. માટે પોતાની વિવેક બુદ્ધિથી કામ કરવું. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

કન્યા

કન્યા

ગુરુની ચાલ બદલવાથી તમારી ઇચ્છાઓ અધૂરી રહી જાય. કાર્યમાં અડચણ આવે. ધનના મામલામાં સ્થિતિ સારી થાય. રોકાયેલા ધનની પ્રાપ્તિ થાય. કેટલાક લોકોને સ્થાન પરિવર્તન પણ કરવું પડે.

તુલા

તુલા

ભારે મહેનત બાદ સફળતા પ્રાપ્ત થાય. પરિવારમાં નાની-મોટી સમસ્યાઓ રહે. વિરોધીઓને નજર અંદાજ ન કરતા અને તેમને યોગ્ય જવાબ આપજો.

વૃશ્ર્ચિક

વૃશ્ર્ચિક

આ રાશિવાળા લોકોને ગુરુની બદલાયેલી ચાલ સારો સંકેત આપે છે. આર્થિક સ્થિતિ સારી થાય. પરિવારમાં સારું વાતાવરણ મળે. મન આદ્યાત્મિક કાર્યમાં જોડાય.

ધનુ

ધનુ

આ રાશિને ગુરુની ચાલના કારણે સ્વાસ્થય સંબંધી તકલીફો રહે. વાહન ચલાવતા સાવધાની રાખવી નાની મોટી દુર્ધટના થઇ શકે છે. માતા સાથે તનાવ થવાની પણ આશંકા છે.

મકર

મકર

ખર્ચામાં વધારો થાય. નાની મોટી યાત્રામાં બાધા આવે. પરાક્રમ અને સહાસમાં વૃદ્ધિ થશે. મિત્રો સાથે મનોરંજન કરવાનો અવસર મળશે.

કુંભ

કુંભ

આ રાશિને કોઇક કારણો સર કર્જ લેવું પડે. મિત્રોથી દરેક ક્ષેત્રમાં સહયોગ મળે. વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે, નહીં તો કોઇની સાથે વિવાદ થઇ શકે છે.

મીન

મીન

કેરિયર અને વ્યવસાય માટે ગુરુની આ ચાલ તમારા માટે શુભ સાબિત થશે. પદ, પ્રતિષ્ઠામાં વધારો થશે. નવા લોકોથી ઓળખાણ થવાના સંજોગો બને.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X