Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Astro Calendar: મે 2018 નું જ્યોતિષ કેલેન્ડર

ઘરમાં લાગેલા કેલેન્ડરમાં તમે તારીખ, દિવસ, તહેવાર કે રજાઓ વિશે જરૂર જોતા હશો. ક્યારેક તમને એવો પણ વિચાર આવશે કે એવું કોઈ કેલેન્ડર હોય જે આપણને બતાવે કે આજે આપણો દિવસ કેવો રહેશે.

ઘરમાં લાગેલા કેલેન્ડરમાં તમે તારીખ, દિવસ, તહેવાર કે રજાઓ વિશે જરૂર જોતા હશો. ક્યારેક તમને એવો પણ વિચાર આવશે કે એવું કોઈ કેલેન્ડર હોય જે આપણને બતાવે કે આજે આપણો દિવસ કેવો રહેશે. આ માટે અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ (પં. અનુજ કે. શુક્લ) 'જ્યોતિષ કેલેન્ડર'. જેને આધારે કયો દિવસ પ્રેમ માટે સારો છે, કયા દિવસે તમને ભાગ્યનો સાથ મળશે, કોઈ સારુ કામ કરવું હોય તો કયા દિવસે કરવું, કયા દિવસે તમને મુશ્કેલી આવી શકે છે વગેરે માટે જુઓ જ્યોતિષ કેલેન્ડર.

આ કેલેન્ડર પંચાંગને આધારે તમારી રાશિ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં તમે ચંદ્ર રાશિને આધારે જાણી શકશો કે આ મહિને કયો દિવસ તમારા માટે શું લઈને આવી રહ્યો છે. અહીં કેટલાક ચિન્હો અને તેનો અર્થ દર્શાવવામાં આવ્યો છે. જે દિવસે કોઈ ચિન્હ ન હોય તે દિવસે માની લેવું કે તે દિવસ તમારા માટે સામાન્ય રહેશે. એ દિવસે કંઈપણ ખાસ રહેશે નહિં.

કેલેન્ડરમાં દર્શાવેલા ચિન્હોનો અર્થ-

  • દિલ-આ દિવસ પ્રેમ પ્રસંગ માટે સારો સાબિત થશે.
  • વિજળી-આ દિવસે તમારા પર મુશ્કેલી આવી શકે છે.
  • મકાન-આ દિવસે તમે મકાન ખરીદી કે વેહેંચી શકો છો.
  • સ્માઈલ-આ દિવસ તમારા માટે ખુશીઓ લાવશે.
  • ઉદાસી-આ દિવસ તમારા માટે દુઃખ લઈને આવશે.
  • સ્ટાર-આ દિવસે તમને ભાગ્યનો સાથ મળશે.
  • સિક્કા-જે તિથિ પર સિક્કો દર્શાવેલો હોય તે દિવસે ધનલાભ થઈ શકે છે.
મેષ

મેષ

કૌટુંબિક સ્થિતિમાં સુધારો આવશે. આ સમયે ભાગ્ય તમારી સાથે છે. જેથી ઘણો સારો આર્થિક લાભ મેળવી શકશો. જે જાતકો પ્રેમનો એકરાર કરવા ઈચ્છી રહ્યા છે તેઓ માટે આ માસ ઉત્તમ છે.

વૃષભ

વૃષભ

ઓફિસના વાતાવરણમાં ફેરફાર થશે. આ ફેરફારને લઈ તમે ખુશ રહેશો. પરિવર્તનનો આ સમય તમને પસંદ પડશે. મિલકતની ખરીદી કે વેચાણનો યોગ છે. પ્રેમી યુગલો કોઈ મોટો પ્રવાસ પર સાથે જઈ શકે છે.

મિથુન

મિથુન

કેટલાક જાતકોના ધનમાં વૃદ્ધિની શક્યતા છે. નવુ વાહન કે ખરીદી કરવા ઈચ્છતા જાતકો માટે આ મહિનો ઉત્તમ છે. પૈતૃક સંપતિ દ્વારા તમને આર્થિક લાભ થવાની શક્યતા છે. કૌટુંબિક મુદ્દાઓ તમારી ચિંતાનું કારણ બનશે.

કર્ક

કર્ક

સંબંધિઓ દ્વારા પુરતો સહકાર અને સાનિધ્ય મળી રહેશે. આ મહિને તમારા રોમાંસમાં વધારો થશે. તમારો ઘણો સમય તમારા પાર્ટનર સાથે વિતાવશો. પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે. સાથે રોમેંટિક પ્રવાસનું આયોજન થશે.

સિંહ

સિંહ

સામાજીક માન-સન્માનમાં ઘટાડો થશે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. સખત પ્રયત્ન અને વધુ મહેનત દ્વારા તમે સફળતા મેળવી શકશો. તમારી માનસિક અશાંતિ વધી શકે છે. વેપારમાં નુકશાન ભોગવવાનું આવી શકે છે. ત્યારબાદ સ્થિતિ સારી થશે. નોકરી કરનારા જાતકોની પ્રતિષ્ઠામાં વધારો થશે.

કન્યા

કન્યા

નકામા ખર્ચા પર નિયંત્રણ લાવજો. આ મહિનો તમારા કેરિયરમાં કોઈ મોટો ફેરફાર લાવશે નહિં. આ સમયે તમે જલ્દી ફાયદો મેળવશો કોઈ ખોટો રસ્તો અપનાવી શકો છો. ઘણી વાર એવી સ્થિતિ પેદા થશે કે તમારા તમામ પ્રયત્નો નિષ્ફળ જશે. જેથી ધૈર્યથી કામ લેવું અને યોગ્ય સમયની રાહ જોવી.

તુલા

તુલા

આવકમાં એટલો વધારો નહિં થાય જેટલો તમે ઈચ્છો છો. આર્થિક પક્ષ સામાન્ય રહેશે. વેપારને લગતી યાત્રાઓ કરવી પડશે. જો કે આ યાત્રા દ્વારા તમને ખાસ લાભ થશે નહિં. આયાત-નિકાસનો વેપાર ધીમો પડી શકે છે. આ મુશ્કેલીના સમયે તમે શાંત રહી ધીરજથી કામ લેજો.

વૃશ્ચિક

વૃશ્ચિક

કૌટુંબિક સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે, નવી યોજનાઓ બનશે. જેઓ સિંગલ છે તેમને આ મહિને રોમાંસમાં રૂચી વધી શકે છે. આ મહિને તમે તમારી સોશ્યલ લાઈફમાં વ્યસ્ત રહેવાના છો. આ સમયનો ઉપયોગ તમારે તમારા કેરિયરને આગળ વધારવા માટે કરવો જોઈએ. પ્રેમી જોડે તમારો તાળમેળ સારો રહેશે.

ધન

ધન

નવી યોજનાઓ બનશે અને તેના પર કામ શરૂ થશે. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો કંઈ ખાસ જણાતો નથી. તમારા પર કોઈ આરોપ લાગી શકે છે. કોઈ નાનો કે સામાન્ય લાભ મેળવવામાં મુશ્કેલી આવશે. જેથી સારુ રહેશે કે આ સમયને પહોંચી વળવા માટે તમે પહેલેથી તૈયાર રહો.

મકર

મકર

આરોગ્યની દ્રષ્ટિએ આ સમય તમારા માટે સારો નથી. આ મહિને તમને સાંધાનો દુઃખાવો રહેશે. કોઈ પણ પ્રકારનો શારીરિક વિકાર પેદા થઈ શકે છે. નવા સંબંધોમાં જોડાવાથી તમારા કામકાજમાં વધારો થશે. જેને કારણે તમને સારો આર્થિક લાભ પણ થઈ શકે છે.

કુંભ

કુંભ

ઘરનું વાતાવરણ ધાર્મિક રહેશે. કેરિયરની દ્રષ્ટિએ આ મહિનો ખાસ જણાતો નથી. આ દરમિયાન કોઈ નજીકની વ્યકિત તમારી મદદ કરી શકે છે. તમારા સહકર્મિઓ તમને ઓફિસના રાજકારણમાં શામેલ કરવાનો પ્રયત્ન કરશે.

મીન

મીન

ખર્ચામાં વધારો થવાથી ધનનો અભાવ રહેશે. તમારા માટે આ સમય ઉત્તમ રહેશે. સરકારી નોકરી કરનારા જાતકોને આ મહિને ઘણો ફાયદો થશે. વેપારીઓ કોઈ કામ કે રોકાણ વિશે વિચારી રહ્યા છે તો આ માટે આ યોગ્ય સમય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X