For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kartik Purnima 2020: કારતક પૂનમે કરો દીપદાન, મળશે અક્ષય પુણ્યફળ

કારતક પૂનમના દિવસે આખા મહિનાનુ ફળ મેળવી લેવાનો દિવસ છે. જાણો કેવી રીતે.

|
Google Oneindia Gujarati News

Kartik Purnima 2020: ભગવાન વિષ્ણુની આરાધના, ભક્તિ, પૂજા, જપ, દાનના પવિત્ર મહિના કારતક મહિનાનુ સમાપન 30 નવેમ્બર, સોમવારે કારતક પૂનમ સાથે થશે. આખા કારતક મહિનામાં લોકો બ્રહ્રમુહૂર્તમાં ઉઠીને તારાની છાયામાં સ્નાન, પૂજન વગેરે કરે છે પરંતુ જો લોકો આખો મહિનો જલ્દી ઉઠીને સ્નાન વગેરે ન કરી શક્યા હોય તેના માટે કારતક પૂનમના દિવસે આખા મહિનાનુ ફળ મેળવી લેવાનો દિવસ છે. કારતક પૂનમ પર સૂર્યોદય પહેલા ઉઠીને તારાની છાયામાં સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને તુલસીનુ વિધિ-વિધાન સાથે પૂજન કરી લેવાથી કારતક સ્નાનનુ ફળ મળી જાય છે. આ દિવસે ગંગા, યમુના, નર્મદા વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને લોકો દાન-પુણ્ય કરે છે. માટે આ દિવસને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓ, સરોવરોમાં દીપદાન કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે.

ભગવાન શંકરનો વિજય દિવસ

ભગવાન શંકરનો વિજય દિવસ

શાસ્ત્રોમાં કારતક મહિનાની પૂર્ણિમાને સૌથી મોટી પૂર્ણિમા ગણવામાં આવી છે. આ દિવસને ત્રિપુરા પૂર્ણિમા કે ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને આ ભગવાન શંકરના વિજય દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે કારણકે આ દિવસે ભગવાન શંકરે ત્રિપુરાસુર નામના રાક્ષકનો વધ કર્યો હતો. માટે કારતક પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ સાથે ભગવાન શિવની વિધિ વિધાન સાથે પૂજા કરવાથી સમસ્ત મનોરથ પૂર્ણ થાય છે.

કેવી રીતે કરશો કારતક પૂર્ણિમા

કેવી રીતે કરશો કારતક પૂર્ણિમા

કારતક પૂર્ણિમાનુ પૂજન સાંજે પ્રદોષકાળમાં કરવાનુ વિધાન છે. કાર્તિક પૂર્ણિમા પર પવિત્ર નદીઓમાં સ્નાનનુ ખૂબ મહત્વ છે. આ દિવસે હરિદ્વાર, ઈલાહાબાદ, ઉજ્જૈન, ઓમકારેશ્વર, ગંગાસાગર વગેરેમાં સ્નાન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પહોંચે છે. આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુનુ પૂજન કરવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમાની સંધ્યા સમયે ભગવાન વિષ્ણુનો મત્સ્યાવતારપણ થયો હતો માટે આ દિવસે ગંગા સ્નાન બાદ દીપ-દાવ કરવુ જોઈએ. આનાથી દસ યજ્ઞો સમાન ફળ મળે છે. પૂર્ણિમાના દિવસે પ્રાતઃ કાળ ઉઠીને વ્રતનો સંકલ્પ લઈને વ્રતી પવિત્ર નદી કે તળાવ પર સ્નાાન કરે છે. સ્નાન બાદ યથાશક્તિ દાન પુણ્ય કરવામાં આવે છે. આ દિવસે બનારસમાં વિશેષ ધાર્મિક અનુષ્ઠાન થાય છે.

ભીષ્મ પંચક વ્રતનુ સમાપન

ભીષ્મ પંચક વ્રતનુ સમાપન

કાર્તિક પૂર્ણિમાના દિવસે ભીષ્મ પંચક વ્રતનુ સમાપન હોય છે. કાર્તિક એકાદશીથી કાર્તિક પૂર્ણિમા સુધી આ વ્રત કરવામાં આવે છે. પાંચ દિવસના વ્રતનુ સમાપન આ દિવસે થાય છે. આ દિવસે ભગવાન સત્યનારાયણનુ કથા-પૂજન પણ કરવુ જોઈએ.

ચંદ્રગ્રહણ, 30 નવેમ્બર, 2020: વર્ષના અંતિમ ચંદ્રગ્રહણ પર આ 3 રાશિઓએ સાવચેત રહેવુચંદ્રગ્રહણ, 30 નવેમ્બર, 2020: વર્ષના અંતિમ ચંદ્રગ્રહણ પર આ 3 રાશિઓએ સાવચેત રહેવુ

English summary
Kartik Purnima/Kartak poonam will be celebreted on 3oth november, Read the importance of Deepdaan on Kartik Purnima.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X