જ્યોતિષ : રાશિ પ્રમાણે જાણો, કેવા અવગુણો છે તમારામાં!
સામાન્ય રીતે જ્યારે જ્યોતિષ અને રાશિ ભવિષ્યની વાત આવે છે ત્યારે લોકોને પોતાની સારી સારી વાત સાંભળવી જ ગમે છે. અને મોટા ભાગના જ્યોતિષ લોકોના સારા પાસા જ સંભળાવે છે. પણ આજે અમે રાશિ પ્રમાણે તમારા અવગુણો કે તમારી ખામીઓ વિષે જણાવીશું. જેથી કરીને તમે તમારી આ ખામીઓ દૂર કરીને તમારા વ્યક્તિત્વને નીખારી શકો.
તો નીચેના ફોટોસ્લાઇડરમાં જાણો કેવા કેવા અવગુણો ધરાવે છે તમારી રાશિના જાતકો. સાથે જ આ આર્ટીકલ તમને કેવો લાગ્યો તે વિષે પણ અમને નીચેના કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તો રાશિ પ્રમાણે ક્રમશ તમારા વ્યક્તિત્વ વિષે જાણો નીચેના આ આર્ટીકલમાં...

મેષ
તમને ખૂબ જ આક્રમક છો જેના કારણે લોકો તમને કઠોર અને નિષ્ઠુર ગણે છે. જો કે તમે મનથી ખરાબ નથી પણ ગુસ્સામાં તમે તમારો વિવેક ખોઇ દો છો.

વૃષક
તમને તમારા પર નિયંત્રણ નથી, તમે ક્યારે શું કરશો તે તમને જ ખબર નથી જેના કારણે આખરે તમારે જ નુક્શાન ભોગવવાનો વારો આવે છે.

મિથુન
આવા લોકો વાતોડિયા હોય છે. ક્યારેક જરૂર કરતા વધુ બોલી જાય છે. તેમના પેટમાં કંઇ નથી રહેતું જે કારણ જ તે વગોવાય છે.

કર્ક
તમે ખાલી તમારા વિષે જ વિચારો છો જેના કારણે લોકો તમને પસંદ નથી કરતા. અને દૂર-દૂર રહે છે. તમે મૂડી છો.

સિંહ
તમારી અંદર અહમ એટલે કે ઇગો બહુ છે. અને આજ કારણ છે લોકો તમારાથી દૂર થાય છે.

કન્યા
તમે ખૂબ જ ધમંડી છો. તમને લાગે છે કે તમે જ બેસ્ટ છો. અને આ જ કારણે લોકો તમારાથી દૂર ભાગે છે.

તુલા
તમે જરૂરિયાતથી વધુ મીઠા થાવ છો. જે તમારો નેગેટિવ પોઇન્ટ છે. તેના કારણે લોકો તમારો ફાયદો પણ ઉઠાવે છે. તો લોકોની એટલી જ મદદ કરો જેટલી જરૂર હોય.

વૃશ્ચિક
તમને ગુસ્સો ખૂબ જ આવે છે. જે તમારી ખરાબ વાત છે. તમે વાત વાત પર ખિજાઇ જાવ છો જે વાત પણ તમારે સુધારવી જ રહી.

ધનુર
તમારો સૌથી મોટો અવગુણ તે છે કે તમે જરૂરિયાતથી વધુ સ્માર્ટ થવાનો પ્રયાસ કરો છો અને બીજાને ખામીઓ નીકાળો છો. વળી તમે કાચા કાન પણ છો.

મકર
તમે વિચારો છો ખૂબ પણ તેને પૂરું નથી કરી શકતા કારણ કે તમે આળસુ છો.

કુંભ
તમને લાગે છે કે તમે જે કરો છો તે જ સાચું છે. પણ પ્લીઝ તમે તમારો આ વિચાર બદલો.

મીન
તમે પોતાની જાત જોડે જ મસ્ત રહો છો. જેના કારણે લોકો તમને સ્વાર્થી સમજે છે.
તો પોતાની રાશિ મુજબ પોતાના અવગુણો જાણી પોતાના વ્યક્તિત્વને સુધારો.












Click it and Unblock the Notifications
