જાણો નવરાત્રીમાં કયા દિવસે કેવા રંગના વસ્ત્રો પહેરશો

નોરતાના નવે નવ દિવસ લગભગ દરેક ઘરમાં માતાની પુજા-અર્ચના થાય છે. જે જાતકો કળશની સ્થાપના કરી, આખી નવરાત્રી વ્રત કરી માતાની આરાધના કરે છે તેવા લોકોને માતાના સ્વરુપો પ્રમાણે તેવા રંગના કપડા પહેરવાથી વિશેષ લાભ થાય છે. જાણો કયા દિવસે કેવા રંગના વસ્ત્રો પહેરવાથી થશે લાભ.

Know which dress you should wear according navratri
  • પ્રથમ દિવસ- દુર્ગાનુ પહેલુ રુપ "શૈલપુત્રી". જેમના કપડાનો કલર છે લાલ. માટે પ્રથમ દિવસે લાલ રંગના કપડા પહેરવા જોઈએ.
  • બીજો દિવસ-નવરાત્રીના બીજા દિવસે માં બ્રહ્માણીની અર્ચના થાય છે. માટે આ દિવસે રૉયલ બ્લુ રંગના કપડા પહેરવા જોઈએ.
  • ત્રીજા દિવસ-નવરાત્રીનો ત્રીજો દિવસ એટલે માં ચંન્દ્રઘંટાની આરાધના. માટે આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરી માતાને મનાવવા જોઈએ.
  • ચોથો દિવસ-માતા દુર્ગાનો ચોથો દિવસ એટલે માતા કુષ્માન્ડા દેવીનો. આજના દિવસે સાધકોએ તેમની સ્તુતી કરવા માટે લીલા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ.
  • પાંચમો દિવસ-પાંચમો દિવસ એટલે માતા સ્કન્દમાતાનો દિવસ. આજના દિવસે ગ્રે રંગના વસ્ત્રો પહેરવા જોઈએ.
  • છઠ્ઠો દિવસ-માતા દુર્ગાનુ છઠ્ઠુ રૂપ એટલે માં કાત્યાની દેવી. આ દિવસે સાધકોએ કેસરી વસ્ત્રો ધારણ કરી માતાને પ્રસન્ન કરવા જોઈએ.
  • સાતમો દિવસ-નવરાત્રીના સાતમા દિવસે માં કાલરાત્રીની ઉપાસના થાય છે જેમાં માતાને ખુશ કરવા સફેદ રંગના વસ્ત્રો પહેરવાથી લાભ થાય છે.
  • આઠમો દિવસ-આ દિવસે માતાની આઠમી શક્તિ મહાગૌરીની પુજા થાય છે. મહાગૌરીનુ સ્વરુપ ગુલાબી રંગનુ હોય છે. માટે સાધકોએ ગુલાબી વસ્ત્રો પહેરવા જોઈએ.
  • નવમો દિવસ-નવરાત્રીના નવમાં દિવસે માતાનુ નવમુ સ્વરુપ માતા સિધ્ધિદાત્રીની આરાધના થાય છે. માતા સિધ્ધિદાત્રીનો રંગ ગૌવર્ણ છે. જેથી નવમા દિવસે સાધકોએ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવા.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X