મકર રાશિના લોકો હોય છે શંકાશીલ, જાણો તમારામાં શું છે કમી
આપણી રાશિ આપણા વિશે ઘણુંબધું બોલે છે. જેમ કે આપણી સારપ, ખરાબ બાબતો, સ્વભાવ વગેરે. એટલે સુધી કે રાશિના આધારે આપણે આજ અને ભવિષ્ય અંગે મહત્વની બાબતો અંગે જાણી શકીએ છીએ.
આપણી રાશિ આપણા વિશે ઘણુંબધું બોલે છે. જેમ કે આપણી સારપ, ખરાબ બાબતો, સ્વભાવ વગેરે. એટલે સુધી કે રાશિના આધારે આપણે આજ અને ભવિષ્ય અંગે મહત્વની બાબતો અંગે જાણી શકીએ છીએ. અમે સમયાનુસાર અમારા લેખ દ્વારા તમને તમારી રાશિ દ્વારા ઘણી બાબતો વિશે જણાવ્યું છે. આજે પણ અમે તમને જણાવીશું કેવી રીતે તમે તમારી રાશિ પરથી તમારી સૌથી ખરાબ બાબતો કે કમી વિશે જાણી શકો છો. તો ચાલો જાણીએ તમારી રાશિ અનુસાર સૌથી મોટી કમી કઈ છે.

મેષ
મેષ રાશિના લોકોને ગુસ્સો ઝડપથી આવી જાય છે. તેમને કોઈને કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થાય જ છે. આ રાશિના જાતકો જિદ્દી હોય છે, અને પોતાની ભૂલ નથી માનતા. પોતાના સ્વભાવને કારણએ તેઓ હંમેશા મુશ્કેલીમાં મૂકાય છે. તેમને હંમેશા પોતાનું રહસ્ય ખુલી જવાનો ડર રહે છે. પ્રેમના મામલે તેમના પર ભરોસો કરવો મુશ્કેલ છે, કારણ કે આ રાશિના લોકો બેવકૂફ બનાવવામાં માહેર હોય છે.

વૃષભ
વૃષભ રાશિના લોકોની સૌથી મોટી કમી છે તેમનો ગુસ્સો. કેટલીકવાર ગુસ્સામાં તેઓ તમામ મર્યાદા ભૂલી જાય છે અને પોતાની જાતને મુસીબતમાં મૂકી દે છે. સાથે જ તેઓ ખૂબ જ જિદ્દી હોય છે. જો કોઈ તેમની સાથે ઝઘડે તો તેઓ દંડ આપ્યા વગર નથી ચૂક્તા. તેઓ રૂઢિયાવાદી હોય છે. આ રાશિના જાતકો ખૂબ જ આળશુ હોય છે. પોતાની ભૂલ નથી માનતા અને જાતને જ મહાન સમજે છે. ખાવાપીવાના મામલે તેઓ સ્વાદના શોખીન હોય છે.

મિથુન
આ રાશિના જાતકો ભરોસાલાયક નથી હોતા. તેઓ કોઈ કામ કરવાનું નક્કી કરે તો વચ્ચે ભ્રમિત થઈને કામ છોડી દે છે. તેમનામાં સાહસની કમી હોય છે. કેટલીકવાર તેઓ કશુંક એવું કરી નાખે છે જેના વિશે તેમને પોતાને જાણ નથી હોતી. પ્રેમના મામલે આ રાશિના જાતકો હંમેશા નિષ્ફળ રહે છે. કારણ કે એક સમયે તેમના એક કરતા વધુ લોકો સાથે સંબંધ હોય છે.

કર્ક
કર્ક રાશિના જાતકો ખૂબ જ કઠોર સ્વભાવના હોય છે. તેઓ એક જગ્યા પર વધુ સમય નથી ટકી શક્તા. અને થોડી થોડીવારે તેમનું મન બદલાતું રહે છે. તેમની કેટલીક અસંભવ ઈચ્છાઓ હોય છે, જેના પૂરી ન થવાથી તેઓ નિરાશ થઈ જાય છે. જો કોઈ તેમના પ્રમાણે કામ ન કરે તો તેઓ ઉપેક્ષા કરવા લાગે છે.

સિંહ
ઈર્ષા અને લાલચ જેવી લાગણી હંમેશા આ રાશિના લોકોમાં હોય છે. ખાસ કરીને આ રાશિના પુરુષો પોતાના માટે મુશ્કેલીને આમંત્રણ આપે છે. તેમને વર્તમાન કરતા ભવિષ્યની વધુ ચિંતા હોય છે. જેને કારણે તેઓ વર્તમાન પણ બગાડે છે. સિંહ રાશિના જાતકોને ખૂબ જ ઝડપથી ગુસ્સો આવે છે. તેઓ કોઈ પણ વ્યક્તિ પર સહેલાઈથી ભરોસો કરી લે છે, એ જ તેમની સૌથી મોટી કમી છે.

કન્યા
આ રાશિના જાતકો સ્વાર્થી હોય છે. બીજાની ટીકા કરવામાં તેમને આનંદ આવે છે. કોઈ પણ વાત મીઠુ મરચુ ભભરાવીને કહેવાની તેમની આદત હોય છે. ઉતાવળમાં તેઓ હંમેશા પોતાનું જ નુક્સાન કરે છે. તેઓ પોતાની વાત સામે બીજા કોઈનું સાંભળતા નથી અને બીજાને આપેલી સલાહને પણ વધુ મહત્વ નથી આપતા.

તુલા
તુલા રાશિના લોકો ખૂબ જ ભાવુક હોય છે, કેટલીકવાર તેમનો લાગણીસભર સ્વભાવ તેમના પર ભારે પડે છે. બીજાની સાથે સરખામણી કરવી તેમની આદત હોય છે. જેને કારણે તેઓ આત્મવિશ્વાસ ગુમાવી દે છે. તેમનો વધુ પડતો સમય કોઈને કોઈ ચિંતા કરવામાં જ વીતે છે. તેઓ પોતાના જીવનમાં આવતા સંકટોનું કારણ જાતે જ બને છે. જે તેમના મૃત્યુનું પણ કારણ બને છે.

વૃશ્વિક
જો આ રાશિના લોકોને કોઈ વાત ન ગમી તો તેઓ તેને દિલમાં રાખી મુકે છે. તેઓ આ વાત ઝડપથી નથી ભૂલતા. એટલું જ નહીં પોતાની સાથે ખરાબ કરનાર વ્યક્તિ સાથે બદલો લેવા માટે તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેઓ કોઈને બીજો મોકો નથી આપતા.

ધનુ
આ રાશિના લોકો હંમેશા ખોટી બાબતો તરફ આકર્ષિત થાય છે જેમ કે સટ્ટો, જુગાર વગેરે. એક વાર તેમના મગજમાં જે વાત બેસી જાય તેને તેઓ માને, પછી બીજાનું કશું સાંભળતા નથી. તેમને એકલા રહેવું વધુ પસંદ છે.

મકર
મકર રાશિના લોકો હંમેશા શંકાઓથી ઘેરાયેલા રહે છે. આ તેમની નકારાત્મક બાબત છે. તેઓ હંમેશા પોતાના વખાણ સાંભળવા ઈચ્છે છે. પોતાની ટીકા સાંભળી નથી શક્તા અને ટીકા કરનાર લોકો તેમને પસંદ નથી. કેટલીકવાર તેઓ કોઈના પર ભરોસો કરીને બધું જ લૂંટાવી દે છે પાછળથી પસ્તાવા સિવાય કોઈ ઉપાય રહેતો નથી.

કુંભ
આ રાશિના જાતકો એક જગ્યાએ વધુ સમય ટક્તા નથી અને ન તો કોઈ એક વ્યક્તિને સમર્પિત રહે છે. તેમનું મન બદલાતું રહે છે. સાથે જ તેઓ ચાલાક હોય છે. બીજા પાસેથી કામ કઢાવવું તેમને બરાબર આવડે છે. જો તેમને કોઈની સાથે માફક ન આવે તો સંબંધોને સમય આપવાના બદલે તેઓ સંબંધ તોડવાનું પસંદ કરે છે.

મીન
આ રાશિના લોકો સમસ્યાથી ભાગે છે. તેઓ પોતાની પરિસ્થિતિથી ગભરાઈ જાય છે. જરૂર પડ્યે તેઓ ખોટું પણ બોલે છે. વાત છુપાવનાર લોકો તેમને પસંદ નથી. કેટલીકવાર તેઓ ગુસ્સામાં તમામ હદ પાર કરી દે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
