રાધાને ખુશ કરવા માટે શ્રીકૃષ્ણએ ધર્યુ હતુ ગોપીનુ રૂપ
કૃષ્ણ અને રાધા પ્રેમના અદ્વિતીય સંસારના સાથી, અનુપમ બાળ સખા અને દુનિયાને દિવ્ય પ્રેમનો સંદેશ આપનાર સાચા પ્રેમી. આ પ્રેમી જોડાએ દુનિયાને પ્રેમનો દૈવીય સંદેશ જરૂર આપ્યો પરંતુ સ્વયં તેમનો પ્રેમ કેવો હતો? બાળપણની માસૂમ સુગંધથી મહેકતો પ્રેમ, જેમાં ખાટી-મીઠી તકરાર અને બાળપણની મજાક મસ્તી પણ એટલી જ વણાયેલી છે.

આજે આવી જ એક પ્રેમભરી તકરારવાળી સુંદર કથા જાણીએ...
આ એ સમયની વાત છે જ્યારે કાનો માખણ ચોરતો હતો. બાળ ગોપાલ સાથે ગાયો ચરાવવા જતો અને પોતાની નટખટ અદાઓથી બધાની મન જીતી લેતો. વૃંદાવનની બધી માતાઓ આમ તો કાના પર ગુસ્સો કરતી પરંતુ અંતર્મનથી ચાહતી હતી કે કૃષ્ણ તેમનુ માખણ જરૂરથી ચોરી કરે, બધી માતાઓ એકબીજાનુ મન જાણતી હતી અને ખોટો ગુસ્સો બતાવવાનો આનંદ લેતી હતી.

કાન્હાને મળતા પ્રેમની ઈર્ષા કરતી રાધા
પરંતુ કોઈ એક હતુ જે કૃષ્ણ સાથે ખરેખર નારાજ હતુ, એ હતી રાધા રાણી જે બરસાનાની જાન હતી. તે કાન્હાને મળી રહેલા આ પ્રેમની ઈર્ષા કરતી હતી અને ઈચ્છતી હતી કે માખણ ચોરવાના બદલે કાનાને કોઈ દંડ જરૂરથી આપવામાં આવે. વૃંદાવનની માતાઓ રાધાની આ બાળ સહજ ઈર્ષાનો પણ ભરપૂર આનંદ લેતી હતી.

કૃષ્ણ પણ મન મૂકીને નાચ્યા
છેવટે એક દિવસ તેમણે રાધા રાનીનુ મન રાખી લીધુ. બધાએ યોજના બનાવીને કૃષ્ણને માખણ ચોરતા પકડી લીધા. બાકી ટોળી તો ભાગી ગઈ પરંતુ કૃષ્ણ તો સ્વયંને પકડાવવા જ ઈચ્છતા હતા, તે ન ભાગ્યા. હવે બાલિકા રાધાનો આનંદ સમાતો નહોતો. આ આનંદનુ સુખ લેવા માટે માતાઓએ રાધિકાને દંડ નક્કી કરવાનો અધિકાર આપ્યો. પછી શું, રાધા રાનીએ બહુ સમજી વિચારીને કૃષ્ણને ગોપીની સજીધજીને નૃત્ય કરવાનો દંડ આપી દીધો. રાધાને પ્રસન્ન કરવા માટે કૃષ્ણ પણ મન મૂકીને સજ્યા અને નાચ્યા. આજે કૃષ્ણ પણ પ્રસન્ન હતા, રાધિકાનુ મન ખીલી ઉઠ્યુ હતુ અને વૃંદાવનમાં વહી રહેલા પ્રેમના આ અનુપમ વરસાદથી કણ કણ સુગંધિત થઈ ઉઠ્યુ.
વ્હાઈટ હાઉસની બહાર ગોળીબાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી પુષ્ટિ