જન્માષ્ટમીએ સુખ-સમૃદ્ધિ મેળવવા માટે કરો આટલું

Posted By:
Subscribe to Oneindia News

જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમના દિવસે ઉજવાય છે. જે આ વર્ષે 15 ઓગસ્ટ, 2017ના રોજ આવી રહી છે. ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી આ તહેવારની ઉજવાણી કરવામાં આવે છે. જેને 'કૃષ્ણજન્મોત્સવ' તરીકે પણ ઓળખાય છે. આ દિવસે લોકો ઘરમાં ગોકુળીયુ સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે 'કૃષ્ણજન્મોત્સવ' ઉજવે છે. કૃષ્ણજન્મોત્સવને કારણે મંદિરોમાં સજાવટ કરવામાં આવે છે અને રાત્રે 12 વાગ્યા સુધી વ્રત રાખી જન્મોત્સવની ઉજવણી કરવમાં આવે છે, 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલકી' નો નાદ ચારે કોર સંભળાય છે અને ત્યારબાદ ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે.

બીજા દિવસે સવારે નંદ મહોત્સવ ઉજવવામાં આવે છે. ભગવાન પર હળદર, ઘી, તેલ, વગેરેનો છંટકાવ કરી આનંદથી પારણું ઝુલાવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાથી મનુષ્યને સાત જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે. ક્યારેક સંતાનપ્રાપ્તિ માટે, તો ક્યારેક સંતાનપ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરવામાં આવે છે અને ફૂટેલી માટલીના ટુકડાને તિજોરીમાં રાખવાથી આવે છે. તિજોરીમાં મટકીના ટુકડાને રાખવું શુકનવંતી માનવામાં આવે છે. મોટા શહેરોમાં મટકી ફોડ માટે ઈનામો પણ રાખવામાં આવે છે.

આર્થિક ધન-સંપદાના માલિક બનો

આર્થિક ધન-સંપદાના માલિક બનો

આજે અમે તમને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસરે કરવામાં આવતા કેટલાક મહત્વના ઉપાયો વિશે જણાવીશું, જેને કરવાથી તમારા જીવનમાં પૈસાની ક્યારેય ખોટ વર્તાશે નહિં. અને તમારા જીવનમાં ચાલતી તમામ આર્થિક મુશ્કેલીઓ ખતમ થઈ સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે. જો તમે પણ ઈચ્છો છો કે તમે આર્થિક ધન-સંપદાના માલિક બનો તો તે માટે અપનાવો કેટલાક ઉપાયો...

વિધિ-1

વિધિ-1

જે લોકો પાસે ધન ટકતુ નથી અથવા હંમેશા આર્થિક મુશ્કેલી રહે છે. તે જાતકોએ જન્માષ્ટમીની રાત્રે 12 વાગે એકાંતમાં લાલ વસ્ત્રો ધારણ કરી બેસવું, પોતાની સામે 10 લક્ષ્મી કારક કોડીઓ રાખી તેલનો દિવો પ્રગટાવો. દરેક કોડીને સીંદૂરમાં રંગી રાખી લેવી. ત્યારબાદ હકીકની માળાથી ''ऊॅ ह्रीं श्रीं श्रियै फट'' ની પાંચ માળાનો જાપ કરવો. જાપ થયા બાદ પૂજનમાં રાખેલી કોડીઓને ધનના સ્થાને મુકી દેવી. આમ કરવાથી જીવનમાં પૈસા ટકે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

વિધિ-2

વિધિ-2

શ્રી કૃષ્ણના પૂજાના સ્થાને પૂજા કરતી વખતે કેટલીક મુદ્રા રાખો. પૂજા કર્યા બાદ આ મુદ્રાને પર્સમાં રાખો. આમ કરવાથી પર્સ ક્યારેય ખાલી થતુ નથી. હંમેશા લક્ષ્મી તમારા પર વરસતી રહે છે. તમને ક્યારે પણ ધનની અછત થતી નથી.

વિધિ-3

વિધિ-3

જન્માષ્ટમીના દિવસે સાંજે તુલસીના છોડની નીચે ઘીનો દિવો પ્રગટાળી '' ऊॅ वासुदेवाय नमः '' મંત્રની 2 માળાનો જાપ કરો. આ ઉપાય કરવાથી શ્રી કૃષ્ણની અમીસ કૃપા તમારા પર જળવાઈ રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે.

વિધિ-4

વિધિ-4

જન્માષ્ટમીની રાત્રે 12 વાગે શ્રી કૃષ્ણનો દૂઘથી અભિષેક કરવાથી ઘરમાં ધન વૈભવ જળવાઈ રહે છે. ઉપરાંત આ દિવસે પીળુ અનાજ દાન કરવાથી આખુ વર્ષ માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહે છે.

વિધિ-5

વિધિ-5

જન્માષ્ટમીના દિવસે ''क्लीं कृष्णाय वासुदेवाय हरि परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः'' આ મંત્રનો કોઈ મંદિરમાં તુલસીની માળાથી જાપ કરવાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ જળવાઈ રહે છે. દક્ષિણાવર્તી શંખથી શ્રી કૃષ્ણનો અભિષેક કરવાથી ઘરની મુશ્કેલીઓ ખતમ થાય છે, રોગોનો નાશ થાય છે અને લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર જળવાઈ રહે છે.

English summary
Here we have the auspicious Muhurat timings, Date, Fasting of Krishna Janmashtami 15th August 2017

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.