For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Krishna Janmashtami 2021: જન્માષ્ટમી પર દેશના આ શ્રીકૃષ્ણ મંદિરોમાં થાય છે ધામધૂમ

ભારતના સુપ્રસિદ્ધ શ્રીકૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી આવેલા સુપ્રસિદ્ધ શ્રીકૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે 30 ઓગસ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મનાવવામાં આવી રહી છે. આ પ્રસંગે લોકો પોતાના ઘરોમાં બાળ ગોપાલની પૂજા કરે છે, તેમના ઝૂલા પર બેસાડીને નવા વસ્ત્રો પહેરાવીને શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે. ભારતના સુપ્રસિદ્ધ શ્રીકૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે.

દ્વારકાધીશ મંદિર, દ્વારકા, ગુજરાત

દ્વારકાધીશ મંદિર, દ્વારકા, ગુજરાત

દ્વારકાધીશ મંદિરને જગત મંદિર પણ કહેવામાં આવે છે. તે ભારતના ચાર ધામોમાંનુ એક છે. જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણના ભવ્ય સ્વરૂપના દર્શન કરવા મળે છે. જન્માષ્ટમીના દિવસે દ્રારકમાં કૃષ્ણ ભક્તિ પોતાના ચરમ પર હોય છે. દેશભરમાંથી લોકો અહીં શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે આવે છે.

બેટ દ્વારકા મંદિર, ગુજરાત

બેટ દ્વારકા મંદિર, ગુજરાત

માનવામાં આવે છે કે શ્રીકૃષ્ણ અહીં પોતાના બાલ્યકાળમાં મિત્ર સુદામાને મળ્યા હતા. સુદામા જ્યારે પોતાના દોસ્ત કૃષ્ણને મળવા આપ્યા હતા ત્યારે એક નાની પોટલીમાં ચોખા પણ લાવ્યા હતા. આ ચોખા ખાઈને ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના મિત્રની દરિદ્રતા દૂર કરી હતી. અહીં આજે પણ ચોખા દાન કરવાની પરંપરા છે. માન્યતા છે કે મંદિરમાં ચોખા દાન કરવાની ભક્તો ઘણી જન્મો સુધી નિર્ધન નથી રહેતા.

દ્વારકાધીશ મંદિર, મથુરા

દ્વારકાધીશ મંદિર, મથુરા

દ્વારકાધીશ મંદિરમાં પ્રભુ શ્રીકૃષ્ણના કાળા રંગની પ્રતિમા સ્થાપિત છે. અહીં રાધાની મૂર્તિ સફેદ રંગની છે. પ્રાચીન મંદિર હોવાના કારણે આની વાસ્તુકલા પણ ભારતની પ્રાચીન વાસ્તુકલાથી પ્રેરિત જણાવવામાં આવી છે. જન્માષ્ટમીના દિવસે સવારથી જ અહીં વિશેષ પૂજા થાય છે અને રાતે 12 વાગ્યા પછી કૃષ્ણ જન્મોત્સવ મનાવાય છે.

બાંકે બિહારી મંદિર, મથુરા

બાંકે બિહારી મંદિર, મથુરા

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં સ્થિત બાંકે બિહારી મંદિર શ્રીકૃષ્ણના પ્રાચીન મંદિરોમાંનુ એક છે. જન્માષ્ટમીના દિવસે મંગળા આરતી થાય ત્યારબાદ શ્રદ્ધાળુઓ માટે રાતે 2 વાગે જ મંદિરના દ્વાર ખુલી જાય છે. શ્રીકૃષ્ણનુ બાળપણ વૃંદાવનમાં વીત્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં મંગળા આરતી વર્ષમાં માત્ર એક વાર થાય છે.

જગન્નાથ પુરી, ઓરિસ્સા

જગન્નાથ પુરી, ઓરિસ્સા

ઓરિસ્સાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરમાં ભગવાન વાસુદેવ પોતાના મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાસાથે બિરાજમાન છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભાઈ-બહેન સાથે શ્યામ રંગમાં સ્થાપિત છે.

શ્રીકૃષ્ણ મઠ, ઉડુપી

શ્રીકૃષ્ણ મઠ, ઉડુપી

કર્ણાટકનુ આ સૌથી પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા બારીના નવ છિદ્રોમાંથી કરવામાં આવે છે. જન્માષ્ટમી પર અહીં મંદિરને ફૂલો અને રોશનીથી સજાવવામાં આવે છે અને ખૂબ ધામધૂમથી જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.

English summary
Krishna Janmashtami 2021: Janmashtami celebration in these Shree Krishna temples of the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X