તમારા જીવનની અનેક મુશ્કેલીઓનો જવાબ છે 'લાલ કિતાબ'

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

તંત્ર અને ટોટકાના અનોખા સંયોજનથી ઉપજેલી 'લાલ કિતાબ' કોઈ પણ વ્યક્તિના જીવનને સુખી બનાવવાનું સૌથી સરળ અને સુલભ સાધન છે. લાલ કિતાબમાં જણાવેલા ટોટકા અનુસાર જીવનમાં આવી રહેલી અનેક મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકાય છે. આવો જાણીએ ધન, સુખ, સન્માન, આયુષ્ય અને આરોગ્ય પ્રાપ્ત કરવા માટે લાલ કિતાબના કયા અચૂક અને સિદ્ધિ ટોટકા અજમાવી શકાય છે.

વેપારમાં પ્રગતિ

વેપારમાં પ્રગતિ

જો બિઝનસમાં મંદી ચાલી રહી છે તો તમારી ઓફિસમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં એક ફિશ એક્વેરિયમ રાખો. જેમાં 9 સોનેરી અને એક કાળી માછલી રાખો. જો કોઈ માછલી તેમાંથી મરી જાય તો તેની જગ્યાએ નવી માછલી નાખો. તેનાથી બિઝનેસમાં પ્રગતિ થાય છે.

વિવાહમાં અડચણ

વિવાહમાં અડચણ

જો કોઈ છોકરા કે છોકરીના લગ્ન નથી થઈ રહ્યા અથવા વાત પાકી થતા થતા રહી જાય છે તો પાંચ નારિયેળ લઈ તેને એક સોમવારના દિવસે શિવલિંગની આગળ રાખી र 'ऊं श्री वर प्रदाय श्री नम:" ના 108 વાર પાઠ કરો. નારિયેળ ત્યાં જ છોડી દો. તેનાથી વિવાહમાં આવતી અડચણો દૂર થશે.

મજબૂત આર્થિક સ્થિતિ

મજબૂત આર્થિક સ્થિતિ

તમારી આર્થિક સ્થિતિ સારી ન રહેતી હોય અથવા પૈસા ટકતા જ ન હોય તો 21 શુક્રવાર સુધી 10 વર્ષના આયુષ્યની પાંચ કન્યાઓને ભોજન કરાવો. જલ્દી જ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવવા લાગશે.

જીવનની મુશ્કેલીઓ

જીવનની મુશ્કેલીઓ

જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી આવતી રહેતી હોય અને તેને કારણે તમે તાણમાં રહેતા હોવ તો એક તાંબાના લોટાને પાણીથી અડધો ભરી તેમાં લાલ ચંદન નાખો. રાત્રે સુતી વખતે આ કળશને તમારા માથે રાખો અને સવારે વિના કોઈને કહે તેને તુલસીના ક્યારામાં નાખી દો.

ધંધો કે દુકાન સારી ચાલે

ધંધો કે દુકાન સારી ચાલે

દુકાન કે વેપાર સારો નથી ચાલતો તો શુક્લ પક્ષના કોઈ પણ દિવસે દુકાનના દરવાજે સવારના સમયે થોડો લોટ વિખેરી દો. આમ કરવાથી તમને કોઈ જુએ નહિં તેનું ધ્યાન રાખો. આ ઉપાય કરવાથી વેપારમાં લાભ થાય છે.

English summary
Lal Kitab is a set of five Urdu language books on Hindu astrology and palmistry.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.