• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લીંબુના આ ઉપાયો એક જ રાતમાં કરશે કમાલ

By Ankit Patel
|

આમ તો લીંબુના તમે જાતભાતના ઘણા ઉપયોગ છે. લીંબુ તમારા આરોગ્ય માટે લાભદાયક છે, પરંતુ શું તમે એ જાણો છો કે લીંબુ તમારો ખરાબ સમય દૂર કરવાની તાકાત પણ ધરાવે છે. આર્થિક સ્થિતિને સારી કરવા માટે ખાટી ચીજવસ્તુઓની મદદ લેવામાં આવે છે.

લીંબુનો ઉપયોગ અંધવિશ્વાસ કે પછી તમારી શ્રદ્ધા પર આધાર રાખે છે. કેટલાક લોકો એવા છે જે લીંબુનો તાંત્રિક વિધિ માટે ઉપયોગ કરે છે, તો કેટલાક લોકો સાત્વિક ઉપાયો માટે ઉપયોગ કરે છે. આજે લીંબુ કેટલાક ચમત્કારીક ઉપાયો વિશે જાણીએ જે જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.

ખરાબ નજરથી બચવા માટે લીંબુનો ઉપયોગ

ખરાબ નજરથી બચવા માટે લીંબુનો ઉપયોગ

લીંબુનો આ સૌથી વધુ પ્રચલિત ઉપાય છે. હંમેશા દુકાની બહાર લીંબુ અને લીલુ મરચું લટકાવેલું હોય છે એવી માન્યતા છે કે તેનાથી ખરાબ નજર નથી લાગતી.

સફળતા મેળવવા માટે

સફળતા મેળવવા માટે

જો ખૂબ મહેનત કરવા છતાંય સફળતા ન મળે તો આ ઉપાય અજમાવવો જોઈએ. તમે હનુમાન મંદિર જઈને સાથે એક લીંબુ અને ચાર લવિંગ મૂકી દો. મંદિર પહોંચીને આ લીંબુ પર ચારેય લવિંગ લગાવો અને ભગવાનની મૂર્તિ સામે બેસીને મનમાં હનુમાન ચાલીસાના પાઠ કરો. હનુમાનજીને સફળતા અપાવવા માટે અરજી કરો અને લીંબુ લઈને કામ શરૂ કરી દો. સફળ થવાની સંભાવના વધી જશે.

વાસ્તુ દોષ દૂર કરવા માટે

વાસ્તુ દોષ દૂર કરવા માટે

એવી માન્યતા છે કે જે ઘરમાં લીંબુનું ઝાડ હોય ત્યાં નાકારાત્મક ઉર્જા નથી પહોંચી શક્તી. લીંબુના ઝાડને કારણે આસપાસનું વાતવરણ શુદ્ધ રહે છે. લીંબુના ઝાડથી ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય છે.

જો તમારા ઘરમાં લીંબુનું ઝાડ નથી તો એક લીંબુ લો અને ઘરના ચારેય ખૂણામાં સાત વખત ફેરવીને તેને કોઈ સુમસામ જગ્યાએ ચાર ટુકડા કરી ચારેય દિશામાં પેંકી દો. પાછા આવતા સમયે પાછળ ફરીને ન જુઓ.

નોકરી મેળવવા માટે

નોકરી મેળવવા માટે

એક લીંબુ લો અને તેના પર ચાર લવિંગ ભરાવી દોય પછી ઓમ શ્રી હનુમતે નમઃ મંત્રનો 1008 વાર જપ કરી લીંબુને પોતાની સાથે રાખો. તમારું કામ થઈ જશે.

બેરોજગારીની સમસ્યા દૂર ન થતી હોય તો એક મોટું અને ડાઘ વગરનું લીંબુ લો. ચાર રસ્તા પર બાર વાગ્યાથી પહેલા જઈ ચાર ભાગ કરો અને ચારે દિશામાં દૂર દૂર ફેંકી દો. આમ કરવાથી તમને ટૂંક સયમાં જનોકરી મળી જશે.

વેપારમાં લાભ માટે

વેપારમાં લાભ માટે

જો બિઝનેસ કે વેપારમાં લાભ ન થતો હોય તો એક લીંબુ લો અને દુકાન કે ઓફિસની ચારે દિવાલ પર અડાડીને ચાર ટુકડા કરી નાખો અને ચારેય દિશામાં એક એક ટુકડો ફેંકી દો. ઓફિસની નકારાત્કમ ઉર્જા પૂરી જઈ જશે. આ ઉપાયનો લાભ મેળવવા માટે સાત શનિવાર સુધી આ કામ કરો.

બાળકો કે કોઈની ખરાબ નજર ઉતારવા માટે

બાળકો કે કોઈની ખરાબ નજર ઉતારવા માટે

જો કોઈ બાળક કે મોટા વ્યક્તિને ખરાબ નજર લાગી હોય તો તેમના માથાથી પગ સુધી સાત વાર લીંબુ ઉતારો. આ લીંબુના ચાર ટુકડા કરી લો અને કોઈ સુમસામ જગ્યાએ કે કોઈ ત્રણ રસ્તા પર ફેંકી દો.

ભાગ્ય ચમકાવવા માટે

ભાગ્ય ચમકાવવા માટે

આ ઉપાય દ્વારા એક લીંબુ લો અને તેની પોતાના માથા પર સાત વાર ફેરવ્યા બાદ બે ટુકડા કરી દો. ડાબા હાથનો ટુકડો જમણી તરફ, અને જમણા હાથનો ટુકડો ડાબી તરફ ફેંકી દો.

સંતાન સુખ માટે

સંતાન સુખ માટે

આ ઉપાય કરવા માટે કોઈ જાણકારની મદદ લો. આ ઉપાયમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં લીંબુના મૂળ લાવીને ગાયના દૂધમાં મેળવીને નિ સંતાન મહિલાને પીવડાવી દો. સંતાન સુખ જરૂર મળશે.

સમૃદ્ધિ મેળવવા માટે

સમૃદ્ધિ મેળવવા માટે

કોઈ વ્યક્તિની આવક અચાનક અટકી જાય છે. ત્યારે સમજાય છે કે પહેલાની જેમ હવે પૈસા નથી મળી રહ્યા. સમૃદ્ધિ નથી ટકી રહી. આવી સ્થિતિમાં એક લીંબુ લો અને કોઈ ચાર રસ્તા જાઓ અને સાત વાર પોતાના પર સાત વાર ફેરવી લો અને બે ભાગમાં કાપીને એક ભાગ આગળ બીજો ભાગ પાછળ ફેંકી દો. આમ કવરાથી તમારું કામ કરવા જતા રહો અને પછી ઘરે આવી જાઓ.

English summary
lemon remedies to solve your life problems
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X