Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Business Horoscope 2017: તુલા રાશિને ફાયદો જ ફાયદો

તુલા રાશિના જાતકો કોઇ પણ વ્યવસાયમાં જોડાય, તેમને લાભ જ થશે; પરંતુ નફાની આ હારમાળા ફેબ્રૂઆરી 2017 પછી શરૂ થશે.

તુલા રાશિનો સ્વામી શુક્ર છે, માટે તુલા રાશિના વેપારીઓને વર્ષ 2017 ખુશ થવાની અનેક તકો આપશે. તુલા રાશિના જાતકો કોઇ પણ વ્યવસાયમાં જોડાય, તેમને લાભ જ થશે; પરંતુ નફાની આ હારમાળા ફેબ્રૂઆરી 2017 પછી શરૂ થશે. વેપારનો વિસ્તાર વધારવાનો પ્રયત્ન કરવો અને યોજનાઓના અમલીકરણની પ્રક્રિયા શરૂ કરી દો. સારો લાભ થવાના સંકેત છે. ખાસ તો માર્ચથી ઓગસ્ટ 2017 સુધીનો સમય વેપારીઓ માટે સારામાં સારો સમય છે. જુના રોકાણોમાંથી તો ફાયદો થશે જ અને નવાં કામો પણ શરૂ કરી શકો છો. એકથી વધુ સાધનો દ્વારા આવક મળશે.

libra

વેપાર-વ્યવસાયને ગતિ આપવા માટે ઘણા લોકો સહયોગ જોઇશે અને આ માટે વર્ષ દરમિયાન ઘણી યાત્રાઓ પણ કરવી પડશે. તમારી મહેનતનું ફળ તમને મળશે અને તમારા વેપારને કારણે તમે પરિવાર અને સમાજમાં તમારું એક અલગ સ્થાન ઊભું કરી શકશો. જો તુલા રાશિના માથે ઉધારનો ભાર હશે તો આ વર્ષે તેઓ એ ભારમાંથી મુક્ત થશે.

આ વર્ષે લક્ષ્મીની કૃપા વરસશે

લક્ઝુરિયસ લાઇફસ્ટાયલ, સૌંદર્ય પ્રસાધન, જ્વેલરી, લક્ઝુરિયસ કપડાં, ફોર વ્હીલર, ડાયમંડ વગેરેના વેપાર સાથે જોડાયેલાં લોકો પર લક્ષ્મીજીની કૃપા વરસશે, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે વેપાર વૃદ્ધિની ખુશીમાં તમે કુટુંબીજનો અને મિત્રોને અવગણી ન કાઢો.

  • લાભઃ દરેક પ્રકારની લક્ઝરી આઇટમ
  • નુકસાનઃ શેર માર્કેટ, કમોડિટી
  • ઉપાયઃ આ વર્ષે શનિ અને ગુરૂની આરાધ્ય છે. હનુમાનજી, શિવજી અને ગણેશજીની આરાધના કરવી.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X