ચૂંટણી પરિણામ 
મધ્ય પ્રદેશ - 230
PartyLW
CONG1130
BJP1030
BSP50
OTH90
રાજસ્થાન - 199
PartyLW
CONG940
BJP800
IND130
OTH120
છત્તીસગઢ - 90
PartyLW
CONG660
BJP180
BSP+50
OTH10
તેલંગાણા - 119
PartyLW
TRS881
TDP, CONG+200
AIMIM51
OTH40
મિઝોરમ - 40
PartyLW
MNF1114
IND35
CONG51
OTH10
 • search

રાશિ પ્રમાણે જાણો કયા લોકો સાથે ડેટ કરવું તમને પડી શકે છે ભારે

By Lekhaka
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  કોઈ પણ સંબંધને આગળ વધારવા માટે સૌથી અગત્યનું છે એકબીજાને સારી રીતે જાણવું અને સમજવું. કારણ કે એક ખોટો નિર્ણય તમારુ આખુ જીવન બદલી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિઓનો તેમનો અલગ અલગ સ્વભાવ હોય છે. આમાની કેટલીક રાશિઓ એકબીજા સાથે મળે છે તો એક પરફેક્ટ જોડી બને છે. ત્યાં જ બીજી તરફ કેટલીક રાશિઓનો એકબીજા સાથે કોઈ મેળ જ નથી થતો. આજે અમે તમને એવી જ રાશિઓ વિશે જણાવિશું જે એકબીજાને ડેટ કરે તો તે પરફેક્ટ પાર્ટનર નથી.

  મેષ

  મેષ

  મેષ રાશિના જાતકો ભૂલથી પણ મકર રાશિને ડેટ ન કરે, કારણ કે તમારા બંનેના વિચારોમાં જમીન-આસમાનનો ફરક છે. મકર રાશિના જાતકો નિયમોનું પાલન કરનારા છે ત્યારે મેષ રાશિના જાતકો આ વાતો પર બહું ધ્યાન આપતા નથી. મકર રાશિના જાતકો કોઈ પણ કામ કરતા પહેલા કોઈ યોજના બનાવે છે. જો કે લક્ષ્યને મેળવવા માટે બંને રાશિઓ તેટલી જ ગંભીર રહે છે. મકર રાશિ માટે તેમનું કામ પહેલી પ્રાથમિકતા છે. જ્યારે મેષ રાશિના જાતકો એવા સાથી પસંદ કરે છે જે તેમનું ધ્યાન રાખે.

  વૃષભ

  વૃષભ

  આ રાશિના જાતકો માટે કુંભ રાશિ યોગ્ય પાર્ટનર નથી. કુંભ રાશિના જાતકો પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી. સાથે જ તેમના વિચારો પણ સ્પષ્ટ હોતા નથી. આ બંને રાશિઓ એકબીજા પ્રત્યે આકર્ષાય તો છે પણ તેમનું રોમેંટિક જીવન સારુ રહેતુ નથી. તેમની વચ્ચે હંમેશા વૈચારિક મતભેદ રહે છે.

  મિથુન

  મિથુન

  મિથુન રાશિ માટે વૃશ્ચિક રાશિ યોગ્ય ડેટિંગ પાર્ટનર નથી. મિથુન રાશિ પોતાની જ હદમાં રહી કામ કરે છે. સામાજીક, ધાર્મિક કાર્યોમાં તેમને હંમેશા રસ હોય છે. આ બંને રાશિ એકબીજા સાથે જોડાય છે તો એકબીજાને શંકાની નજરે જ જુઓ છે. જેને કારણે તેમના સંબંધમાં તિરાડ પડે છે.

  કર્ક

  કર્ક

  કર્ક રાશિ માટે ધન રાશિના જાતકો યોગ્ય નથી. તેમના વિચારો એકબીજા સાથે જરાય મળતા નથી. કર્ક રાશિ ગંભીર સ્વભાવની હોય છે, ત્યાં જ ધન રાશિને સિરિયસ રહેવું પસંદ નથી. ધન રાશિના જાતકો દરેક કામ પોતાની મરજી પ્રમાણે કરવા ઈચ્છે છે અને તેઓ કોઈનું સાંભળતા નથી. ઘણી વાર આ બંને એકબીજા પર હાવી થઈ જાય છે. જેથી તેમનો સંબંધ તૂટી જાય છે.

  સિંહ

  સિંહ

  સિંહ રાશિના જાતકો મીન રાશિના જાતકોને ડેટ ન કરે તો સારુ રહેશે. કારણ કે મીન રાશિનો બદલાયેલો મુડ અને મિજાજ તેમના સંબંધ માટે ઘાતક સાબિત થાય છે. સિંહ રાશિના જાતકોનો જીદ્દી સ્વભાવ અને તેમનો ગર્વપૂર્ણ અંદાજ મીન રાશિને ક્યારેય પસંદ આવતો નથી. ઘણી વાર આ બંને વચ્ચેની ટક્કરને કારણે તેમનો સંબંધ તૂટી જાય છે.

  કન્યા

  કન્યા

  કન્યા રાશિના જાતકો હંમેશા તુલા રાશિના જાતકો પ્રત્યે આકર્ષાય છે. પણ તેમનો સંબંધ વધુ સમય સુધી ટકતો નથી. તુલા રાશિને અનુસાશન ગમે છે. જ્યારે કન્યા રાશિને બેદરકાર કહેવડાવવું ગમે છે. તેમના સ્વભાવમાં ઘણું અંતર છે, જેને કારણે તેમની વચ્ચે અનબન થયા કરે છે.

  તુલા

  તુલા

  તુલા રાશિના જાતકો રોમેંટિક સ્વભાવના હોય છે, મોજ-મસ્તી કરવી, હરવું-ફરવું તેમને ગમે છે. પ્રેમમાં પડતી વખતે તેઓ કોઈ વાતની પરવાહ કરતા નથી. તેઓ માત્ર પોતાના સાથીના પ્રેમમાં ખોવાઈ જાય છે. જેથી તેમની જોડી કન્યા રાશિના જાતકો સાથે બેસતી નથી. કન્યા રાશિના જાતકો વધુ ગંભીર સ્વભાવના હોય છે, જેને કારણે તેમની વચ્ચે તનાવ પેદા થતો રહે છે. તુલા રાશિ સમાધાનકારી વલણ અપનાવી શકે છે પણ કન્યા રાશિના જાતકો પોતાના વિચારો બદલવાનો જરાય પ્રયત્ન કરતા નથી.

  વૃશ્ચિક

  વૃશ્ચિક

  વૃશ્ચિક રાશિની જોડી મિથુન રાશિ સાથે બેસતી નથી. વૃશ્ચિક રાશિ ગંભીર હોય છે. આ બંને રાશિઓ એકબીજાને સમજી શકતા નથી, જેથી તેમનો પ્રેમ સંબંધ જલ્દી તૂટી જાય છે. વૃશ્ચિક રાશિ તર્કબાજી વધુ કરે છે. જેથી તેમની વચ્ચે તનાવ વધે છે, જે અલગ થવાનું કારણ બને છે.

  ધન

  ધન

  ધન રાશિના જાતકો સામેવાળી વ્યકિત પર પોતાનું આધિપત્ય જાળવી રાખવા મથે છે અને આજ વાત તેમના સંબંધમાં ખટાશ પેદા કરે છે. કર્ક રાશિના જાતકો ખૂબ તેજ હોય છે. વસ્તુને ઉંડાણપૂર્વક જાણવું તેમનો સ્વભાવ હોયછે. ઘણી વાર રોમાંસથી હટી બીજી બાબતો પર તેમનું ધ્યાન વધુ રહે છે. જે ઝગડાનું કારણ બને છે.

  મકર

  મકર

  મકર રાશિના જાતકો બીજા પ્રમાણે જીવવું પસંદ કરતા નથી. તેમને તેમના પાર્ટનરથી વધુ આશા હોય છે. જે પૂરીં ન થતા ખટપટ શરૂ થાય છે. પ્રેમની શરૂઆતમાં બધુ સારુ રહે છે. પણ એકબીજાની ખામીઓ જાણી જતા તેમનો સંબંધ ડગવા માંડે છે. જેથી આ બંને સારા પાર્ટનર સાબિત થતા નથી.

  કુંભ

  કુંભ

  કુંભ રાશિના જાતકો મુડી સ્વભાવના હોય છે, જેને કારણે તેમના સંબંધમાં મુશ્કેલી આવ્યા કરે છે. તેમની વૃષભ રાશિ સાથે જરાય બનતી નથી. વૃષભ રાશિના જાતકો નરમ દિલના હોય છે, પણ ઘણી વાર આ બંને રાશિઓનો પોતાનો અહમ આડે આવતા તેમનો સંબંધ તૂટી જાય છે.

  મીન

  મીન

  મીન રાશિના જાતકો સપનાની દુનિયામાં રહેવું પસંદ કરે છે. આ રાશિના જાતકો સિંહ રાશિના સ્વભાવ પ્રત્યે આકર્ષાઈ જાય છે, પણ સિંહ રાશિના જાતકોનો ગુસ્સો, અહંકાર અને જાતને જ પ્રેમ કરવાનું વલણ તેમના સંબંધને ખતમ કરી નાખે છે. જેથી ભૂલથી પણ મીન રાશિના જાતકે સિંહ રાશિને ડેટ ન કરે.

  English summary
  List Of Zodiac Signs Which Are Blacklisted For Dating

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more