For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવાન ગણેશને આપ્યો દંડ, ધરતી પર છે જીવિત, જાણો પરશુરામ ભગવાનની પૌરાણિક કથાઓ

ભગવાન ગણેશને આપ્યો દંડ, ધરતી પર છે જીવિત, જાણો પરશુરામ ભગવાનની પૌરાણિક કથાઓ

|
Google Oneindia Gujarati News

હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવે છે. આ શુભ દિવસ આજે 14 મે 2021ના રોજ છે. આજના દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. ભગવાન પરશુરામનો જન્મ ત્રેતા યુગમાં થયો હતો. તેમના પિતા ઋષિ જમદગ્નિ અને માતા રેણુકા હતાં. હિન્દુ શાસ્ત્રો મુજબ ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે. પરશુરામ જયંતીના દિવસે ભગવાન પરશુરામની વિધિ-વિધાનથી પૂજા થાય છે. હિન્દુ શાસ્ત્રો મુજબ પરશુરામ પોતાના માતા-પિતાના એક આજ્ઞાકારી પુત્ર હતા પરંતુ ઉગ્ર સ્વભાવના પણ હતા. આવો જાણીએ ભગવાન પરશુરામ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ.

ખુદની માતાનો વધ કર્યો

ખુદની માતાનો વધ કર્યો

પૌરાણિક કથાઓ મુજબ ભગવાન પરશુરામ રેણુકા અને ઋષિ જમદગ્નિના ચોથા સંતાન હતા. તેઓ એટલા આજ્ઞાકારી હતા કે તેમણે પોતાના જ પિતાના કહેવા પર ખુદની માતાનો વધ કરી નાખ્યો હતો. પિતાના આદેશ બાદ ભગવાન પરશુરામે પોતાની મા રેણુકાનું માથું થડથી અલગ કરી દીધું હતું. જે બાદ પરશુરામે ભગવાન શિવની તપસ્યા કરી માતૃ-હત્યાના પાપથી મુક્તિ મેળવી લીધી હતી. તપસ્યાથી ખુશ થી ભગવાન શિવે ભગવાન પરશુરામ ત્.યુલોકના કલ્યાણાર્થે પરશુ અસ્ત્ર આપ્યું હતું. આ કારણે જ તેમને પરશુરામ કહેવાય છે.

ભગવાન ગણેશને દંડિત કર્યા હતા

ભગવાન ગણેશને દંડિત કર્યા હતા

ન્યાયના ભગવાન કહેવાતા પરશુરામે એકવાર ભગવાન ગણેશને પણ દંડ આપ્યો હતો. પુરાણ મુજબ એકવાર ભગવાન પરશુરામ ભગવાન શિવને મળવા કૈલાશ પર્વત ગયા હતા. પરંતુ ભગવાન ગણેશે તેમને ભગવાન શિવ સાથે મળવા ના દીધા. આ વાતથી ક્રોધિત થઈ પરશુરામે કુવાડાથી ભગવાન ગણેશનો એક દાંત તોડી મૂક્યો હતો. જે બાદથી જ ગણેશ એકદંત કહેવાય છે.

Moon in Janma Kundali: કુંડલીમાં કયા સ્થાને ચંદ્ર કેવું ફળ આપે છે, જાણોMoon in Janma Kundali: કુંડલીમાં કયા સ્થાને ચંદ્ર કેવું ફળ આપે છે, જાણો

ભગવાન પરશુરામને ભાર્ગવ કેમ કહેવાય છે?

ભગવાન પરશુરામને ભાર્ગવ કેમ કહેવાય છે?

કહેવાય ચે કે ભગવાન પરશુરામે જ ભારતના લગભગ બધાં જ ગામ વસાવ્યાં હતાં. પૌરાણિક કથાઓ મુજબ ભગવાન પરશુરામે જ વહાણ ચલાવી ગુજરાતથી લઈ કેરળ સુધી સમુદ્રને પાછળ ધકેલી દીધો હતો. જેનાથી નવી નવી ભૂમિ મળી હતી. માટે તેમને ભાર્ગવ નામે પણ ઓળખવામાં આવે છે. ભાર્ગવ ઉપરાંત ભગવાન પરશુરામને ભૃગપતિ, રામભદ્ર, ભૃગવંશી નામથી પણ ઓળખવામાં આવે છે.

પરશુરામ આજે પણ ધરતી પર જીવિત છે

પરશુરામ આજે પણ ધરતી પર જીવિત છે

હિન્દુ માન્યતાઓ મુજબ કહેવાય છે કે પરશુરામ હરેક યુગમાં હાજર રહ્યા છે. ભગવાન પરશુરામ સાત ચિરંજીવી લોકોમાં એક છે. માટે એવું કહેવાય છે કે તેઓ આજે પણ ધરતી પર જીવિત છે. પરશુરામ ત્રેતાયુગથી લઈ દ્વાપરયુગમાં પણ હતા.

English summary
Lord Parashuram still alive on earth, know myths about him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X