For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Magh month 2023: મહા(માઘ) મહિનાના બીજા જ દિવસે આવ્યો રવિ પુષ્ય યોગ, જાણો ખાસ વાતો

7 જાન્યુઆરીથી શરુ થતા પવિત્ર મહા મહિનામાં આ ઉપાયો કરવાથી ઘણી સમસ્યાઓનો ઉકેલ મળે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

Magh month 2023: સંવત 2079નો પવિત્ર મહા મહિનો 7 જાન્યુઆરી શનિવારથી શરૂ થઈ રહ્યો છે અને તેના બીજા જ દિવસે રવિ પુષ્ય યોગ રચાઈ રહ્યો છે, જે ખૂબ જ પુણ્યદાયી છે અને તમામ કાર્યોમાં સફળતા અપાવનારો છે. આ યોગ 22 કલાક 53 મિનિટ સુધી ચાલવાનો છે. કાર્યોની સિદ્ધિ, ધન પ્રાપ્તિ, વૈવાહિક અવરોધો દૂર કરવા, સંતાન સુખ જેવા અનેક કાર્યો માટે આ વિશેષ યોગમાં કેટલાક ઉપાય કરો, તમને ત્વરિત લાભ મળશે. ખાસ વાત એ છે કે આ માઘ મહિનાના અંતિમ દિવસે 5 ફેબ્રુઆરીએ રવિ પુષ્યનો સંયોગ થશે.

magh

પુષ્ય નક્ષત્ર 7 જાન્યુઆરીએ રાત્રે 3:09 વાગે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 8 જાન્યુઆરીની મધ્યરાત્રિ પછી અને 9 જાન્યુઆરીએ સૂર્યોદય પહેલાં સવારે 6:06 વાગ્યા સુધી ચાલુ રહેશે. એટલે કે પુષ્ય નક્ષત્ર કુલ 22 કલાક 53 મિનિટ સુધી રહેશે. ચંદ્ર કર્ક રાશિમાં હોવાથી આ યોગ વિશેષ બળ પ્રાપ્ત કરશે. આ સમય દરમિયાન આ વિશેષ ઉપાય કરવા.

ધન પ્રાપ્તિ માટે

રવિ પુષ્યના સંયોગથી સમૃદ્ધિ અને વૈભવ વધે છે. આ ખાસ યોગમાં સોનુ ખરીદવું ખૂબ જ શુભ હોય છે. યોગની અસરને કારણે ખરીદેલુ સોનું સતત વધતુ રહે છે. જો તમે સોનુ ખરીદી શકતા ન હોવ તો કોઈ વાંધો નથી, ઘરમાં જે પણ સોનુ રાખ્યું હોય, સોનાના ઘરેણા રાખવામાં આવે તો તેની પૂજા હળદર અને ચંદનથી કરો. તેમને ધૂપ આપ્યા પછી પીળા કપડામાં બાંધીને ફરીથી તિજોરીની સુરક્ષિત જગ્યાએ રાખો.

આવક વધારવા માટે

રવિ પુષ્યના સંયોગમાં પારદનુ શ્રીયંત્ર લાવો. તેને કાચા દૂધ અને પછી ગંગાજળથી સ્નાન કરાવ્યા પછી તેને લાલ રેશમી કપડા પર પૂજા ગૃહમાં સ્થાપિત કરો. શ્રીયંત્ર પર કેસરનુ તિલક લગાવો. મિશ્રી કે મિઠાઈનુ નૈવેદ્ય ધરાવો અને શ્રીસૂક્તના 21 પાઠ કરો. આ પ્રયોગથી જલ્દી જ ધનનો પ્રવાહ વધવા લાગશે. અત્યારે જે પણ કામો ચાલી રહ્યા છે, તેમાં પ્રગતિ થશે, તેને ગતિ મળશે.

જલ્દી લગ્ન કરવા માટે

યુવક-યુવતીઓના લગ્નમાં અવરોધો આવી રહ્યા છે. લાખ પ્રયાસો બાદ પણ લગ્નની વાતને સમર્થન મળતુ નથી. તે યુવક-યુવતીઓ રવિ પુષ્ય સંયોગમાં શુભ ચોઘડિયાના જોઈને કેળના ઝાડનુ મૂળ ખોદીને લાવવુ. તેને ગંગાના પાણીથી ધોઈને પીળા કપડા પર રાખો અને ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરો. શિવજીને લગ્નની તમારી ઈચ્છા જણાવો. પછી તેને પીળા કપડામાં બાંધીને પોતાની પાસે રાખો. તેને ચાંદીના તાવીજમાં ભરીને જમણા હાથની આસપાસ બાંધી શકાય છે અથવા ગળામાં પહેરી શકાય છે. વિવાહ સંબંધી અવરોધ દૂર થશે.

સંતાન પ્રાપ્તિ માટે

જે લોકો બાળક મેળવવામાં અવરોધોનો સામનો કરી રહ્યા છે. રવિ પુષ્ય પર્વ પર દંપત્તિએ ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ. શ્રી કૃષ્ણનો આકર્ષક શ્રૃંગાર કરો, તેમને પીતામ્બર પહેરાવો, પીળા ફૂલ ચઢાવો અને ચણાના લોટ અથવા બૂંદીના લાડુનો પ્રસાદ ચઢાવો. આ પછી સંત ગોપાલ મંત્રનો પાઠ કરો.

English summary
Magh month 2023: Ravi Pushya Yoga came on the second day of Magh month. Read Details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X