[પં. અનુજ કે. શુક્લ] યુવાનીના પગથી પગ મુકતા જ મન કલ્પનાઓની ઉડાન ભરવા લાગે છે. યુવતી હોય કે યુવક દરેકના મનમાં એ વિચાર આવે છે કે મારો જીવન સાથી આવો હોવો જોઇએ કે તેવો હોવો જોઇએ. જેમને સપના જોવા સારા લાગતા હશે તેમને રાત્રિ નાની લાગે છે, અને જેમને સપના પૂરા કરવાની લગની હોય તેમને દિવસ નાનો લાગે છે. જિંદગીના ઉચ્ચતમ લક્ષ્યોને હાસલ કરવા માટે કઠોર પરિશ્રમ, ત્યાગ, ધીરજ અને સમર્પણની જરૂરિયાત હોય છે. સફળતા શૂન્યાવકાશમાં નથી મળતી તેની પાછળ ઘણા બધા લોકોનું યોગદાન હોય છે.
માતા-પિતા, મિત્ર, પરિસ્થિતિઓ વગેરેનું યોગદાન તો હોય છે પરંતુ સૌથી વધારે ભુમિકા હોય છે જીવન સાથીની. જીવન સાથી જો અનુકૂળ મળી જાય તો જીવન ધન્ય થઇ જશે અને જો પ્રતિકૂળ મળે તો જીવન નાશ થઇ જશે.
અમે આપને આ લેખમાં બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કઇ રાશિના જાતક કઇ રાખીના જાતક સાથે લગ્ન કરે તો પરસ્પર પ્રેમ બની રહે અને જીવન સુખમય બની રહે. મેષ રાશિવાળા પુરુષ જાતક કઇ રાશિવાળી સ્ત્રી સાથે વિવાહ કરે તો તેમના જીવનમાં આનંદની લહેર પ્રસરે છે.
અમે અત્રે વાત કરીશું મેષ રાશિના જાતકોની અને જણાવીશું કે યુવક કે યુવતીમાં જ્યારે કોઇ એક મેષ રાશિનું હોય તો તેમના જીવન સાથી સાથે તેમનું જીવનગાડું કેવું ચાલે છે.
મેષ | વૃષભ | મિથુન | કર્ક | સિંહ | કન્યા | તુલા | વૃશ્ચિક | ધનુ | મકર | કુંભ | મીન

વૃષભ અને મેષ
વૃષભ રાશિના પુરુષ શાલીન અને ઉદાર વ્યક્તિત્વના ધની હોય છે. તેમની પોતાની એક વિચારધારા હોય છે. જેના કારણે લોકો તેમનમાથી જલદી જોડાઇ જાય છે. મેષની મહિલાઓ જ્યારે વૃષભના સ્વભાવને યોગ્ય રીતે સમજી લેશે ત્યારે જ તેમનું જીવન સારુ બની શકે છે. આ બંનેમાં તાત્વિક સામ્યતા નથી. વિવાહ સંબંધ કરવો યોગ્ય ના કહી શકાય.

વૃષભ અને વૃષભ
બંનેનો સૌમ્ય સ્વભાવ એકબીજાને આકર્ષિત કરશે. બંનેના જમીની તત્વ છે જેના કારણે તેમની માનસિકતા ડાઉન ટૂ અર્થ રહેશે. વૃષભ રાશિનો જાતક દરેક કાર્ય સમજી વિચારીને કરે છે, અને વૃષભની સ્ત્રી કામને ઉતાવળે કરે છે માટે બંને વચ્ચે ક્યારેક ક્યારેક વિવાદ સર્જાઇ શકે છે. તેમનો વિવાહ સંબંધ સારો રહેશે.

વૃષભ અને મિથુન
વૃષભ પોતાના પરિવાર પ્રત્યે સમર્પિત રહેનાર પ્રાણી છે. માત્ર પોતાના માટે જ નહીં સૌના માટે કંઇને કંઇ કરવાનું વિચારે છે. મિથુનની મહિલા સ્વાવલંબી સ્વભાવની હોય છે, માટે તે માત્ર પોતાના અંગે જ વિચારે છે. આ વાતને લઇને ક્યારેક-ક્યારેક તુતુ-મેમે થઇ શકે છે. આ રાશિઓના જાતકો એકબીજા સાથે ખૂબ જ મૈત્રિભાવ રાખે છે. તેમની જોડી સામાન્ય રહેશે.

વૃષભ અને કર્ક
કર્ક રાશિની સ્ત્રિઓની ભાવુકતા અને સહ્રદયતા વૃષભ રાશિના પુરુષને પ્રભાવિત કરશે. બંનેમાં તાત્વિક સામાન્યતા હોવાના કારણે સંબંધ સારા રહેશે. કર્ક નાની-નાની વાતો પર ઘભરાઇને રોવા લાગે છે, જેના કારણે વૃષભ ક્રોધિત થઇ જાય છે. આ બંનેની માનસિક સ્થિતિ સારી રહેશે. દામ્પત્ય જીવન સુખમય વ્યતીત થશે.

વૃષભ અને સિંહ
આ બંનેમાં ઘોર તાત્વિક વિષમતા છે. વૃષભનો સારો નેચર અને સિંહની તાનાશાહી સ્વભાવ અંદરોઅંદર ટક્કર પેદા કરશે. સિંહની સ્ત્રી પોતાની વાતની આગળ કોઇની વાત સાંભળવા માટે તૈયાર નહીં થાય. વૃષભનો પુરુષ સામાજિક વ્યવહારવાળો હશે. માટે બંનેનું ગાડુ બરાબર ચાલશે નહીં, માટે તેમના લગ્ન કરાવવા યોગ્ય નહીં રહે.

વૃષભ અને કન્યા
કન્યાનો સૌમ્ય સ્વભાવ અને બૌદ્ધિક ક્ષમતા વૃષભના પુરુષને આકર્ષિત કરશે. કન્યા સ્વાભાવિક રીતે સૌને ખુશ કરવાની કોશીશમાં રહે છે. નૈતિક મૂલ્યોના પક્ષધર વૃષભ રાશિ કન્યા પ્રત્યે સમર્પિત રહેશે. આ બંનેના સંબંધ મધુર બની રહેશે. કોઇ ટોપિકને લઇને ક્યારેક-ક્યારેક ચર્ચા થઇ જશે. તેમનું લગ્નેત્તર જીવન ખૂબ સુખી રહેશે.

વૃષભ અને તુલા
તુલા વાયુ તત્વની રાશિ છે, અને વૃષભ પૃથ્વી તત્વની રાશિ છે. વાયુ પૃથ્વીના પ્રાણિયોનો જીવન છે. તુલાની સ્ત્રી વૃષભના પુરુષ માટે ભાગ્યશાળી નિવડશે. તુલાની મહિલાઓ હરવા ફરવા માટેના વિશેષ શોખિન હોય છે. વૃષભને તુલા પ્રત્યે સમર્પિત થવું પડશે. તેમના વિવાહ સામાન્ય કહેવાશે.

વૃષભ અને વૃશ્ચિક
આ બંનેની તાત્વિક સામ્યતા છે અને તેમના જાતકો પણ અંદરો અંદર સમતાનો ભાવ રાખે છે. વૃશ્ચિકની સ્ત્રીનો કઠોર અને દ્રઢ નિર્ણય વૃષભના પુરુષ માટે લાભકારી સાબિત થશે. કારણ કે વૃષભ બોલ્ડ નિર્ણય લેવામાં ખચકાય છે. વૃશ્ચિક હંમેશા વૃષભ પર હાવી રહેશે. તેમના વિવાહ ઉત્તમ રહેશે.

વૃષભ અને ધનુ
તેમનો અંદરો અંદર વૈચારિક મતભેદ બની રહેશે કારણ કે ધનુની સ્ત્રી તેજ અને બોલ્ડ હશે અને વૃષભનો પુરુષ શાંત સ્વભાવનો હશે. વૃષભ પોતાની કાર્યશૈલીથી ધનુને પ્રભાવિત કરવાની કોશી કરશે. પરંતુ ધનુ પોતાના ગરમ મિજાજના કારણે હંમેશા ઝગડતી રહેશે, તેમની જોડી ખૂબ જ સારી ના કહી શકાય.

વૃષભ અને મકર
આ બંનેના સ્વામી અંદરો અંદર મૈત્રીભાવ રાખે છે તથા તેમનામાં તાત્વિક સામ્યતા પણ છે. જેના કારણે તેમના સંબંધો સારા બની રહેશે. મકરની સ્ત્રીના બિનજવાબદારીભર્યા વર્તનના કારણે ક્યારેક-ક્યારેક ટકરાવ થઇ શકે છે. બાકી તેમના સંબંધો સારા રહેશે. તેમનું મિલન એક આદર્શ જોડી કહેવાશે.

વૃષભ અને કુંભ
સ્વાભાવિક રીતે તેમાં વિરોધાભાસ જોવા મળશે. એક પૂર્વમાં જશે તો અન્ય પશ્ચિમમાં જશે. કુંભની સ્ત્રી પોતાના સારા સ્વભાવના કારણે વાતને ઘરમાં જ દબાવી દેશે. વૃષભનો પુરુષ આ વાતનો વિરોધ નહીં કરે. આ બંનેમાં સારો સંબંધ રહેશે પરંતુ પરિવારવાળા આ સંબંધને ખરાબ કરવાની કોશિશ કરશે.

વૃષભ અને મીન
આ બંનેમાં તાત્વિક સામ્યતા છે જેના કારણે સંબંધો સારા રહી શકે છે. પરંતુ મીનની સ્ત્રીને વૃષભના પુરુષ પ્રત્યે ઇમાનદારી રાખવી પડશે. મીન રાશિ જલ તત્વની કારક છે, માટે તેમાં ચંચળતા ભરેલી છે. વૃષભ ગંભીરતાને મહત્વ આપશે. આ બાબત પર ઝઘડો થઇ શકે છે. તેમનું વૈવાહિક જીવન ટકી રહેશે.

વૃષભ અને મેષ
મેષના પુરુષ થોડા સ્વાભિમાની સ્વભાવના હોય છે, માટે તેઓ મહિલાઓની આગળ ઝૂકવાનું પસંદ નથી કરતા. વૃષભની મહિલાઓ પોતાના સૌંદર્ય પર નાજ કરે છે, જેના કારણે ટક્કર થતી રહે છે. જો સંબંધમાં બંને લોગો સમજૂતી કરવાની કોશીશ કરશે તો વૈવાહિક જીવન ઠીક ચાલી શકે છે.

વૃષભ અને મિથુન
વૃષભ એક સ્થિર રાશિ છે, જેના કારણે પ્રત્યેક કાર્ય ધીમી ગતિથી થાય છે. વૃષભનો પુરુષ મહેનતી અને લગ્નશીલ છે. પુરુષની પારિવારિક સમજદારી ખૂબ જ શાનદાર રહેશે. વૃષભની સ્ત્રીનો નેચર થોડો નિર્દેશ આપનાર હોય છે, જેના કારણે હંમેશા તુતુ-મેમે થતી રહે છે. તેમનું વૈવાહીક સંબંધ એવરેજ કહી શકાય છે.

વૃષભ અને કર્ક
આ બંનેમાં તાત્વિક સામ્યતા દેખાઇ રહી છે. કર્કના પુરુષમાં ચંચળતા અને મસ્તી ભરેલી હોય છે. અને વૃષભની સ્ત્રી પોતાના કામથી કામ રાખનારી હોય છે. પુરુષને વૃષભની સ્ત્રીને છેડવામાં ખૂબ જ મજા આવે છે અને સ્ત્રીને આ વાત પર ક્રોધ આવે છે. થોડોઘણો વાદવિવાદ થતો રહેશે, તો પણ જીવન ઠીકઠાક ચાલતું રહેશે.

વૃષભ અને સિંહ
વૃષભનું ભૂમિ તત્વ છે અને સિંહનું અગ્નિ. આ બંને તત્વોમાં વિરોધાભાસ છે. સિંહનો અહંકારી અથવા ક્રોધી સ્વભાવ વૃષભની સ્ત્રીને છાજશે નહીં. સિંહ દરેક વાતે પોતાનો ઇગો લઇ આવે છે. વૃષભની સ્ત્રી પોતાની ખુશમિજાજી સ્વભાવથી સિંહને બાંધવાની કોશીશ કરે છે. પરંતુ વાત બનતી નથી. તેમના વિવાહ કરવા યોગ્ય નથી.

વૃષભ અને કન્યા
આ બંને રાશિયોમાં તાત્વિક સામ્યતા છે અને તેમના સ્વામી પણ અંદરોઅંદર મૈત્રીભાવ રાખે છે. વૃષભની મહિલા કન્યાના પરિવારને લઇને ચાલે છે પરંતુ કન્યાના પુરુષ પાસે અપેક્ષા રાખે છે કે તે પણ મારા પરિવાર અંગે સાચુ વિચારે. બંનેમાં વૈચારિક સામ્યતા રહેશે એટલે સારુ બનશે. બંનેની જોડી ઉત્તમ રહેશે.

વૃષભ અને તુલા
આ બંને શારિરીક પ્રેમ સંબંધ તો બાંધશે પરંતુ તેમની વચ્ચે માનસિક પ્રેમ ઓછો રહેશે. તુલાનો ઉગ્રવાદી અને તાનાશાહી સ્વભાવ વૃષભની સૌમ્યતા પર ભારે પડશે. માટે અંદરો અંદર ટક્કર થતી રહેશે. જો તુલાનો પુરુષ તેની તાનાશાહી ઓછી કરી દેશે તો સંબંધો સારા રહેશે. આ બંનેનો સંબંધ એવરેજ ગણાશે.

વૃષભ અને વૃશ્ચિક
વૃષભની સ્ત્રીના શાલીન સ્વભાવની આગળ વૃશ્ચિકનો ક્રોધી સ્વભાવ થોડો ઓછો થઇ જશે. કારણ કે બંનેમાં તાત્વિક સામ્યતા છે. તેના સ્વામી મંગળ અને શુક્ર પણ એકબીજાના સમ છે. વૃશ્ચિકનો પુરુષ પોતાની ભૂલ અન્યો પર થોપવાની કોશિશ કરશે. આ વૃષભની સ્ત્રીને યોગ્ય નહીં લાગે. કૂલ મળીને સ્ત્રીએ જ વધારે સમાયોજન કરવાનો વારો આવશે ત્યારે જ સારુ રહેશે. તેમનો સંબંધ ઠીકઠીક રહેશે.

વૃષભ અને ધનુ
વૃષભની સ્ત્રી ભૌતિક સુખકારક હોવાના કારણે સૌંદર્યની ચાહત તથા દૈહિક સુખોને પસંદ કરે છે. ધનુનો પુરુષ પોતાના કર્તવ્યને લઇને ચિંતનશીલ રહે છે અને નિરંતર એક સારા લક્ષ્યને ભેદવાની કોશિશમાં લાગી રહે છે. તેમના વિચારોમાં વિરોધાભાસની સ્થિતિ રહેશે. વિવાહ સંબંધ સામાન્ય જ કહી શકાય છે.

વૃષભ અને મકર
વૃષભની મહિલાઓને જલદી ગુસ્સો નહી આવે પરંતુ જ્યારે આવશે ત્યારે આખલાની જેમ આવશે. મકરનો પુરુષ પોતાના તર્કથી આ ગૂસ્સા પર કાબૂ મેળવી લેશે. મકરની સામાજિક સક્રિયતા અને ખ્યાલ રાખવાની પ્રકૃતિની વૃષભ સ્ત્રી કાયલ હશે. આ જોડીને આદર્શ કહી શકાય છે.

વૃષભ અને કુંભ
જો તેઓ એકબીજાથી ક્યારેય જુઠ્ઠુ ના બોલે તો સંબંધો મધુર બની રહેશે. કુંભ પોતાના ગંભીર સ્વભાવના કારણે ઉતાવળે કોઇ વાત બનાવશે નહીં. વૃષભની સ્ત્રી દરેક વાતને જાણવા માટે વ્યાકુળ રહેશે. સ્વાભાવિક રીતે બંનેમાં વધારે ફર્ક નથી બસ એક-બીજાને સમજવાની જરૂર છે. સંબંધો સામાન્ય રહેશે.

વૃષ અને મીન
બંનેમાં તાત્વિક સામ્યતા દેખાઇ રહી છે. પરંતુ વૃષભની સ્ત્રી મીનના પુરુષને જેટલો પ્રેમ કરશે, એટલો જ પ્રેમ મીનનો પુરુષ કરશે. વૃષભને મીનથી અપેક્ષા રહેશે. આ તણાવનું મુખ્ય કારણ રહેશે. આ બંનેનું પારિવારિક અને સામાજિક તાલમેલ ગજબનું રહેશે. તેમનું વૈવાહિક સંબંધ કહી શકાય છે.