For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેષ રાશિવાળા સાથે લગ્ન, વાંચો લાઇફ કેવી રહેશે!

|
Google Oneindia Gujarati News

[પં. અનુજ કે. શુક્લ] યુવાનીના પગથી પગ મુકતા જ મન કલ્પનાઓની ઉડાન ભરવા લાગે છે. યુવતી હોય કે યુવક દરેકના મનમાં એ વિચાર આવે છે કે મારો જીવન સાથી આવો હોવો જોઇએ કે તેવો હોવો જોઇએ. જેમને સપના જોવા સારા લાગતા હશે તેમને રાત્રિ નાની લાગે છે, અને જેમને સપના પૂરા કરવાની લગની હોય તેમને દિવસ નાનો લાગે છે. જિંદગીના ઉચ્ચતમ લક્ષ્યોને હાસલ કરવા માટે કઠોર પરિશ્રમ, ત્યાગ, ધીરજ અને સમર્પણની જરૂરિયાત હોય છે. સફળતા શૂન્યાવકાશમાં નથી મળતી તેની પાછળ ઘણા બધા લોકોનું યોગદાન હોય છે.

માતા-પિતા, મિત્ર, પરિસ્થિતિઓ વગેરેનું યોગદાન તો હોય છે પરંતુ સૌથી વધારે ભુમિકા હોય છે જીવન સાથીની. જીવન સાથી જો અનુકૂળ મળી જાય તો જીવન ધન્ય થઇ જશે અને જો પ્રતિકૂળ મળે તો જીવન નાશ થઇ જશે.

અમે આપને આ લેખમાં બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કઇ રાશિના જાતક કઇ રાખીના જાતક સાથે લગ્ન કરે તો પરસ્પર પ્રેમ બની રહે અને જીવન સુખમય બની રહે. મેષ રાશિવાળા પુરુષ જાતક કઇ રાશિવાળી સ્ત્રી સાથે વિવાહ કરે તો તેમના જીવનમાં આનંદની લહેર પ્રસરે છે.

અમે અત્રે વાત કરીશું મેષ રાશિના જાતકોની અને જણાવીશું કે યુવક કે યુવતીમાં જ્યારે કોઇ એક મેષ રાશિનું હોય તો તેમના જીવન સાથી સાથે તેમનું જીવનગાડું કેવું ચાલે છે.

મેષ | વૃષભ | મિથુન | કર્ક | સિંહ | કન્યા | તુલા | વૃશ્ચિક | ધનુ | મકર | કુંભ | મીન

યુવક મેષ રાશિ અને યુવતી વૃષભ રાશિની

યુવક મેષ રાશિ અને યુવતી વૃષભ રાશિની

મેષ રાશિ ઉગ્ર સ્વભાવવાળી છે, જ્યારે વૃષભ સૌમ્ય સ્વભાવ ધરાવે છે. મેષ દિવસ બલી છે જ્યારે વૃષભ રાત્રિબલી છે. આ બંને રાશિના જાતકો લગ્ન તો કરી શકે છે પરંતુ તેમની અંદર વૈચારિક મતભેદ રહેશે. મેષરાશિવાશો પુરુષ વૃષભ રાશિવાળી મહિલા પર ભારે પડશે.

યુવક મેષ રાશિનો અને યુવતી મિથુન

યુવક મેષ રાશિનો અને યુવતી મિથુન

આ બંને રાશિઓનો સ્વભાવ એક જેવો છે. અને એકબીજા સાથે મૈત્રિભાવ રહેશે, માટે તેઓ એકબીજા સાથે પ્રેમ અને લગ્ન કરવા યોગ્ય રહેશે. મેષ અગ્નિ તત્વની રાશિ છે. અગ્નિ પોતાનું પ્રચંડ સ્વરૂપ ત્યારે જ બતાવી શકે છે જ્યારે વાયુ તેનો સાથ આપે. મિથુન જો મેષનું સમર્થન કરશે તો મેષરાશિવાળો પુરુષ સફળતાના નવા શિખરો સર કરશે.

યુવક મેષ રાશિ અને યુવતી કર્ક રાશિની

યુવક મેષ રાશિ અને યુવતી કર્ક રાશિની

મેષ અને કર્ક રાશિના જાતકો નૈસર્ગિંક મિત્રો છે. પરંતુ અગ્નિ અને જળ એકબીજાના વિરોધી છે. આ પ્રેમ તો કરશે પરંતુ વિચારોમાં ઘોર દુશ્મનાવટ હશે અને અવારનવાર તેમની વચ્ચે તકરાર થતી રહેશે. તેઓ પ્રેમ કરી શકે છે પરંતુ વિવાહ કરવું હિતાવહ નથી.

યુવક મેષ અને યુવતી સિંહ

યુવક મેષ અને યુવતી સિંહ

આ બંને રાશિયોના તત્વો અગ્નિ છે. બંને આકર્ષક અને ઉત્તેજક છે. તેમના જાતકો પણ એકબીજા સાથે મૈત્રી રાખે છે. સિંહની શક્તિને જો મેષ સ્વિકારી લે તો આ જોડી સફળ રહેશે. મેષ જો સમર્પિત રહેશે તો તેમનું દામ્પત્ય જીવન સુખમય રહેશે.

યુવક મેષ અને યુવતી કન્યા રાશિ

યુવક મેષ અને યુવતી કન્યા રાશિ

તેમનું વૈવાહિક જીવન સારું થઇ શકે છે. જો મેષના ક્રોધને કન્યા રાશિ સહન કરી લે, નહિંતર તકરારની સ્થિતિ બની રહેશે. આ બંનેના જાતકો પણ એકબીજા સાથે દુશ્મનાવટ રાખે છે. માટે તેઓ લગ્ન કરતા પહેલા એકબીજાને વ્યવસ્થિત રીતે સમજી લે.

યુવક મેષ રાષિનો અને યુવતી તુલા

યુવક મેષ રાષિનો અને યુવતી તુલા

તુલા રાશિનું સૌંદર્ય મેષને આકર્ષિત કરશે. આ બંને જ ઉગ્ર સ્વભાવની રાશિ છે. આકર્ષણ પ્રેમમાં પરિવર્તિત થશે અને પ્રેમ સમર્પણનું રૂપ ધારણ કરી લે તો વિવાહ કરવું સુખદાયક બની રહેશે. વિચારધારા એક રહેશે પરંતુ તુલાના સોંદર્યવાળા નખરા મેષ રાશિએ સહન કરવા પડશે.

યુવક મેષ અને યુવતી વૃશ્ચિક રાશિની

યુવક મેષ અને યુવતી વૃશ્ચિક રાશિની

આ બંને જ મંગળની રાશિ છે પરંતુ એક નકારાત્મક અને બીજી સકારાત્મક છે. મેષનું અગ્નિ તત્વ અને વૃશ્ચિકનું જળ તત્વ છે. આ બંને એકબીજા સાથે લગ્ન કરી શકે છે પરંતુ તેમની વચ્ચે વિરોધાભાસ રહેશે. કારણ કે વૃશ્ચિક રાશિ મેષ પર હાવી થવાનો પ્રયત્ન કરશે. તકરારનું કારણ આ જ રહેશે.

યુવક મેષ રાશિનો અને યુવક ધનુ

યુવક મેષ રાશિનો અને યુવક ધનુ

આ બંનેની જોડી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે છે. પરંતુ શરત એટલી જ કે તેઓ ત્રીજી વ્યક્તિની વાત પર વિશ્વાસ ના કરે. આ અગ્નિ તત્વની રાશિઓ છે. એક વિચાર તથા અસીમ પ્રેમ રહેશે. તેમના પ્રેમથી લોકોને ઇર્ષા આવશે. જ્યારે પણ તણાવની સ્થિતિ ઉત્પન્ન થશે ત્યારે તેનું કારણ કોઇ ત્રીજી વ્યક્તિ હશે.

યુવક મેષ રાશિ અને યુવતી મકર

યુવક મેષ રાશિ અને યુવતી મકર

મેષનો સ્વભાવ ઉગ્ર છે અને મકરનો સ્વભાવ કામ ટાળનાર છે, જેના કારણે મકર પર મેષને ગુસ્સો આવશે. બંનેમાં તાત્વીક સામ્યતા છે પરંતુ મકર દ્વારા ત્યાગની ભાવના રાખતા જ સંબંધો સારા રહેશે. તેમના વિવાહ સંબંધ સામાન્ય કહી શકાય છે.

યુવક મેષ રાશિનો અને યુવતી કુંભ

યુવક મેષ રાશિનો અને યુવતી કુંભ

મેષનો સ્વભાવ ઉગ્ર છે અને મકરનો સ્વભાવ કામ ટાળનાર છે, જેના કારણે મકર પર મેષને ગુસ્સો આવશે. બંનેમાં તાત્વીક સામ્યતા છે પરંતુ મકર દ્વારા ત્યાગની ભાવના રાખતા જ સંબંધો સારા રહેશે. તેમના વિવાહ સંબંધ સામાન્ય કહી શકાય છે.

યુવક મેષ રાશિનો અને યુવતી કુંભ

યુવક મેષ રાશિનો અને યુવતી કુંભ

કુંભ રાશિ ઘડાનું પ્રતિક છે માટે તેના સ્વભાવને સમજવું થોડું કઠિન છે. કુંભને મનથી જીતી શકાય છે પરંતુ તનથી નહીં. મેષ આક્રમક અને સમજદાર છે. મેષ રાશિ કુંભને સમજવામાં સક્ષમ છે. કુંભ રાશિની સ્ત્રી સમર્પણનો ભાવ ધરાવે છે. માટે તેમનું વૈવાહિક જીવન સુખમય રહેશે.

યુવક મેષ રાશિનો અને યુવતી મીન

યુવક મેષ રાશિનો અને યુવતી મીન

આ બંનેમાં તાત્વીક વિષમતા છે. પરંતુ બંનેના સ્વામી એકબીજા સાથે નૈસર્ગિક મિત્ર છે. મીન રાત્રીચર પ્રાણી છે જ્યારે મેષ દિનચર પ્રાણી છે. મેષ ક્ષત્રિય રાશિ છે અને મીન બ્રાહ્મણ રાશિ છે. આ બંનેનો સંબંધ સારો રહશે, જોકે મીને સમજુતી કરવી પડશે.

મેષ રાશિની યુવતી અને વૃષભ રાશિનો યુવક

મેષ રાશિની યુવતી અને વૃષભ રાશિનો યુવક

વૃષભનો સ્વભાવ સૌમ્ય અને શાંત છે. મેષ રાશિની સ્ત્રીઓ થોડી ઘંમડી સ્વભાવની હોય છે. પુરુષે સ્ત્રીની ચાપલુચી કરીને પોતાનું કામ કઢાવવું પડશે. બંનેમાં તાત્વીક વિષમતા છે. જેના કારણે દામ્પત્ય જીવન સમજીતીના આધારે જ ચાલશે. વધારે સમજુતી પુરુષે જ કરવી પડશે.

મેષ રાશિની યુવતી સાથે મિથુન રાશિનો યુવક

મેષ રાશિની યુવતી સાથે મિથુન રાશિનો યુવક

આ બંને રાશિયોમાં તાત્વીક સામ્યતા છે. તેઓ દરેક સમસ્યાને સાથે મળીને ઉકેલવાની કોશીસ કરશે. મિથુન જાતકનો પુરુષ મેષ રાશિવાળી સ્ત્રીને સપના બતાવશે. પરંતુ તેને પુરુ કરવામાં બહાના બતાવશે, જેના કારણે તેમની વચ્ચે તકરાર થઇ શકે છે. આ બંનેનું લગ્નજીવન ઉત્તમ રહેશે.

મેષ રાશિની યુવતી અને યુવક કર્ક રાશિનો

મેષ રાશિની યુવતી અને યુવક કર્ક રાશિનો

કર્કનો શાલિન સ્વભાવ મેષને અનુકૂળ નહીં આવે. જળ તત્વ ધરાવતો પુરુષ સૌની મદદ કરવાનું વિચારશે, પરંતુ મેષની મહિલા આવું કરવાથી નારાજ થશે. કર્કને રાત્રે કામ કરવું પસંદ હશે પરંતુ મેષને રાત્રિ દરમિયાન ઊંઘવું પસંદ છે. કૂલ મળીને આ બંનેનું લગ્ન કરવું યોગ્ય નથી.

મેષ રાશિની યુવતી અને સિંહ રાશિનો યુવક

મેષ રાશિની યુવતી અને સિંહ રાશિનો યુવક

આ બંનેની જોડી આકર્ષક અને સમજદાર સાબિત થશે. સિંહનું આકર્ષક વ્યક્તિત્વ અને મેષની ચાલાક બુદ્ધી સારુ પરિણામ લાવવામાં સક્ષમ છે. જેના કારણે જોડી વિવાહ માટે યોગ્ય છે.

મેષની યુવતી અને યુવક કન્યા રાશિનો

મેષની યુવતી અને યુવક કન્યા રાશિનો

જો મેષ અને કન્યાના વિવાહ થાય છે તો બુદ્ધિમાન અને ઇમાનદાર કન્યા રાશિ પર મેષની સ્ત્રી તેને પોતાના પ્રભાવમાં રાખશે. કન્યા રાશિનો પુરુષ મેષ રાશિની સ્ત્રીને તેની ભૂલોનું ભાન કરાવશે. જે તેને યોગ્ય નહીં લાગે. તેમનામાં તાત્વીક સામ્યતા પણ નથી. તેમનું મિલન આદર્શ વિવાહની શ્રેણીમાં નહીં આવે.

મેષની યુવતી અને તુલાનો યુવક

મેષની યુવતી અને તુલાનો યુવક

તુલા રાશિના પુરુષની સુંદરતા પર મેષની મહિલાઓ મંત્રમુગ્ધ બની જશે, અને પુરુષને સમર્પિત થઇ જશે. પરંતુ પુરુષની નીચ સંગતીના કારણે મેષને ખૂબ જ તકલીફ થશે. કારણ કે મેષ ક્ષત્રિય રાશિ છે અને તુલા શુદ્ર રાશિ છે. બંને એક બીજાને ખૂબ પ્રેમ કરશે પરંતુ મેષ સામેના જુઠ્ઠાણાં તુલાને ભારે પડશે.

મેષ રાશિની યુવતી અને વૃશ્ચિકનો યુવક

મેષ રાશિની યુવતી અને વૃશ્ચિકનો યુવક

આ બંને રાશિઓમાં ઘોર તાત્વિક વિષમતાઓ જોવા મળે છે. બંનેના વિચારમાં આકાશ-જમીન ફેર છે. મેષનો એટીટ્યૂડ વૃશ્ચિકને ખલેલ પહોંચાડશે. વૃશ્ચિકની કંજૂસી મેષને ક્રોધીધ કરશે. આ બંનેમાં બની શકે છે પરંતુ તેમણે એકબીજાના સમજવા પડશે. તેમના વિવાહને સામાન્ય કહેવાશે.

મેષ રાશિની યુવતી અને ધનુ રાશિની યુવક

મેષ રાશિની યુવતી અને ધનુ રાશિની યુવક

ધનુની ધુન અને મેષની ઉર્જા જો મળી જાય તો તેમને સફળતાના શીખર સર કરાવી શકે છે. ધનુ સંપૂર્ણ લગન અને મેહનતથી કાર્ય કરવામાં વિશ્વાસ રાખે છે. મેષની પાસે ઉર્જા તો ઘણી છે પરંતુ તે યોગ્ય કાર્યવાહીમાં તેનો ઉપયોગ નથી કરતી. તેમની મિલન એક આદર્શ જોડી સાબિત થઇ શકે છે.

મેષ રાશિની યુવતી અને મકરનો યુવક

મેષ રાશિની યુવતી અને મકરનો યુવક

મેષની નજરોથી મકરની મક્કારી છૂપી નહી રહે. જો મકર પોતાની મક્કારી ઓછી કરી દેશે તો ઠીક છે નહીતર મેષની યુવતી તેને ઠીક કરી દેશે. તાત્વિક સામ્યતા છે. પરંતુ નૈસર્ગિક દુશ્મનાવટ છે. માટે મેળ પણ આવશે અને ઝઘડો પણ થશે. તેમનું વૈવાહિક જીવન સામાન્ય રહેશે.

મેષ રાશિની યુવતી અને કુંભ રાશિનો યુવક

મેષ રાશિની યુવતી અને કુંભ રાશિનો યુવક

મેષની ગંભીરતા અને કુંભની શાલીનતા અને પરિશ્રમી સ્વભાવ પરિણામદાયક સાબિત થઇ શકે છે. આ બંનેમાં સૌથી ઋણાત્મક વાત છે, અહમની ટક્કર. જો તેનાથી બચવામાં આવે તો સારુ રહેશે. કુંભનો મળતિયો સ્વભાવ સૌને ગમશે, પરંતુ મેષનો અડિયલ સ્વભાવ લોકોને પસંદ નહીં પડે. તેમનું લગ્નજીવન એવરેજ રહેશે.

મેષની યુવતી અને મીનનો યુવક

મેષની યુવતી અને મીનનો યુવક

મેષનું તુઘલગી સ્વભાવ અને મીનનો ચંચળ સ્વભાવ ટકરાવનું કારણ બની શકે છે. મેષની સ્ત્રી મીનના પુરુષને સુધારવાનો પ્રયાસ કરશે પરંતુ પુરુષ પોતાના સ્વભાવથી બાજ નહી આવે. મીનનો પુરુષ મેષની મહિલાને પ્રેમ તો કરશે પરંતુ સાચી વાત નહીં બતાવે. આ બંનેના લગ્ન ત્યારે જ થઇ શકે છે, જ્યારે બંને એકબીજાથી કઇ છૂપાવે નહીં.

English summary
Everyone wishes for successful married life. Zodiac compatibility should not be ignored. It provides the assurance for happy married life by matching the moon signs of boy and girl. Here we talk about Aries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X